જેને દીકરો માન્યો તે જ હેવાન નીકળ્યો, પુત્રના મિત્રે 12-12 મહિના સુધી બળાત્કાર કર્યો

મિત્રતા પરથી ભરોસો ઉઠી જાય એવો એક શોકિંગ કિસ્સો સામે આવ્યો છે. સંબંધોને શર્મશાર કરતાં આ વીડિયોએ લોકોને વિચારતા મજબૂક કરી લીધા છે. યુવકે મિત્રની માતાનો અશ્લીલ વીડિયો બનાવ્યો અને પછી વાઇરલ કરવાની ધમકી આપીને એક વર્ષ સુધી રેપ કર્યો હતો. આરોપી પીડિત મહિલાના દીકરાનો મિત્ર છે. આરોપીએ પીડિતા પાસેથી 25 હજાર રૂપિયા પણ પડાવ્યા હતા. મહિલાએ જ્યારે વિરોધ કર્યો તો તેને માર માર્યો હતો. અંતે હારી થાકીને મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

આ કિસ્સો મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લાનો છે. અહીંના બહોડાપુર વિસ્તારમાં રહેતી 38 વર્ષીય મહિલાએ પોલીસ ફરિયાદ કરી હતી. તેણે કહ્યું હતું કે 2 વર્ષ પહેલાં તેના ઘરે દીકરાનો મિત્ર સોહેલ ખાન આવ્યો હતો. તે દીકરાના મિત્રને પુત્ર જ માનતી હતી. આ દરમિયાન સોહેલ ખાને તે નાહતી હોય તે વીડિયો રેકોર્ડ કર્યો હતો. આ સાથે જ આપત્તિજનક તસવીરો તથા વીડિયો પણ લીધા હતા.

એક વર્ષ પહેલાં જ તેણે આ વીડિયો બતાવીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. તેણે વીડિયો વાઇરલ તથા બદનામ કરવાની ધમકી આપીને બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાએ કહ્યું હતું કે સોહેલને જ્યારે પણ તક મળે ત્યારે તે ઘરે આવીને શારીરિક સંબંધો બાંધતો હતો. ક્યારેક વીડિયો વાઇરલ કરવાની તો ક્યારેય દીકરા-પતિની હત્યા કરવાની ધમકી આપતો હતો.

પતિને ડિવોર્સ આપવાની ધમકી આપતો હતોઃ મહિલાએ પોલીસને કહ્યું હતું કે આરોપી તેને પતિથી અલગ થવા માટે દબાણ કરતો હતો. અંતે તેણે પતિને સમગ્ર વાત કહી હતી. પતિએ સોહેલને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આરોપીએ પતિને ગાળો આપી હતી. મહિલાના ભાઈએ સમજાવ્યો ત્યારે તેણે મારપીટ કરી હતી અને ધમકી આપી હતી કે તેની વાત માનવામાં ના આવે તો તે પીડિત મહિલાના પતિ ને દીકરાને જાનથી મારી નાખશે. પોલીસે ફરિયાદ નોંધી છે અને હાલમાં આરોપી ફરાર છે.

error: Content is protected !!