વધૂ એક યુવાન લૂંટેરી દુલ્હનનો શિકાર, લગ્નનના બે દિવસમાં જ 2.11 લાખ લઈ, થઈ ગઈ છૂમંતર

કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વિના લગ્ન કરવા માટે તલપાપડ એવા યુવકો અને તેમના પરિવારજનો માટે આંખ ઊઘાડનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ કિસ્સો ઉમરેઠ તાલુકાના સુંદલપુરામાં બન્યો છે. જેમાં લગ્ન કરી આપતી ગેંગ દ્વારા લગ્નના બે દિવસમાં જ લૂંટેરી દુલ્હન અને તેના સાગરિતો રોકડ અને દાગીના મળી કુલ રૂપિયા 2.11 લાખ લઈ ફરાર થઈ ગયા હતા. શખ્સો પ્રિ પ્લાનિંગ પ્રમાણે મકાન ભાડે રાખ્યા બાદ મકાનમાલિકના પુત્રને જ શિકાર બનાવ્યો હતો.

ઉમરેઠનાં સુંદલપુરા ગામે કૈલાસબેન ઝાલા પોતાના પતિ સાથે રહે છે. તેમને સંતાનોમાં બે પુત્ર તથા બે પુત્રી છે. જેમાં બે પુત્રી તથા મોટા પુત્રનાં લગ્ન થયા છે જ્યારે નાના પુત્ર અજયનાં લગ્ન બાકી છે. તે મંજુસર જીઆઈડીસીમાં નોકરી કરે છે. અંદાજે છ માસ અગાઉ રાઠોડ રાજુભાઈ ભાઈલાલભાઈ નામનો એક શખ્સ સુંદલપુરા ડેરી પાસે ભાડે મકાન શોધવા આવ્યો હતો. જ્યાં તેણે ઝાલા ફુલાભાઈ સામંતભાઈનું મકાન ભાડે લીધું હતું.

પડોશમાં રહેતા લોકો પાસે ઉઠક-બેઠક કરી સબંધ ઉભા કર્યા બાદ વાત-વાતમાં કૈલાસબેનને સંતાનની પૂછપરછ કરી હતી. જેમાં તેમને નાના પુત્ર અજયનું લગ્ન હજુ બાકી હોવાનું જણાવ્યું હતું. રાજુએ તેની ભત્રીજી મનીષા ઉર્ફે પ્રિયા હજુ કુંવારી હોવાનું જણાવી તેની સાથે ગોઠવવા કહ્યું હતું. અજય અને મનીષા વચ્ચે મુલાકાત ગોઠવી હતી. જેમાં બંનેએ એકબીજાને પસંદ કર્યા હતા. લગ્નનાં ખર્ચનાં રૂપિયા 80 હજાર અને પાંચ તોલા સોના-ચાંદીના દાગીના આપવા પડે તેમ જણાવી રૂપિયા 80 હજાર રોકડા તથા સોના-ચાંદીના દાગીના અને જમણવારનો ખર્ચ મળી કુલ રૂપિયા 2.10 લાખનો ખર્ચ કર્યો હતો.

દરમિયાન, ગત 15મી જૂનના રોજ તેમના લગ્ન કર્યા હતા. બે દિવસ નવવધુ રોકાયા બાદ રાત્રિના સમયે નવવધુ તેમજ અન્ય શખ્સો ફરાર થઈ ગયા હતા. તેણી પતિ અજયનો રૂપિયા 18 હજારનો મોબાઈલ પણ લઈ ગઈ હતી. આ અંગે ભોગ બનનાર યુવકના પરિવરાજનોએ મનીષા ઉર્ફે પ્રિયા રાઠોડ, રાજુ ભાઈલાલ, રાઠોડ અતુલ રાજેશ, રાઠોડ મંજુલા રાજુ તથા રાઠોડ સંગીતા અતુલ (તમામ રહેવાસી ફીણાવ તા.ખંભાત) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી છે.

રાત્રે થાક લાગ્યો છે તેમ કહી માત્ર વાતો જ કરાવી
નવવધુ મનીષા ઉર્ફે પ્રિયાએ લગ્ન થયા એ િદવસે તેમજ બીજા દિવસે પણ થાક લાગ્યો છે તેમ કહી યુવકને માત્ર વાતો કરાવી ઊંઘાડી દીધો હતો. બાદમાં ત્રીજા દિવસે તેમણે રાજુભાઈને ત્યાં જમવા જવાનું છે તેમ કહી લઈ ગયા હતા અને ત્યાંથી જ તેઓ ફરાર થઈ ગયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

error: Content is protected !!