હવસખોર શિક્ષકની 16 વર્ષની વિદ્યાર્થિની પર બગડી નજર, ફોસવાલી બે વર્ષ આચર્યું દુષ્કર્મ

અમદાવાદ: અમદાવાદ શહેરના થલતેજમાં આવેલી એલન નામના ખાનગી ટ્યૂશન ક્લાસના શિક્ષકે વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું છે. મયંક દીક્ષિત નામના શિક્ષકે વર્ષ 2016થી 2018 દરમિયાન ક્લાસીસની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું હતું. એ બાદ યુવતીના લગ્નની વાત આવે ત્યારે આરોપી શિક્ષક વીડિયો વાઇરલ કરવાની ધમકી આપીને બ્લેકમેઈલ કરતો હતો. એ અંગે યુવતીએ પોલીસ ફરિયાદ કરતાં વસ્ત્રાપુર પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી છે.

થલતેજમાં આવેલા એલન ક્લાસીસમાં મયંક દીક્ષિત નામનો શિક્ષક ભણાવતો હતો. વર્ષ 2016 દરમિયાન 16 વર્ષની સગીરા પણ ક્લાસીસમાં ભણતી હતી. એ દરમિયાન લંપટ શિક્ષકની નજર પીડિતા પર પડી હતી. શિક્ષક મયંક દીક્ષિત તેના પર સતત 2018 સુધી દુષ્કર્મ આચરતો રહ્યો હતો.

એ બાદ યુવતીને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું. યુવતીના લગ્ન નક્કી થયા બાદ લગ્ન ન કરે એ માટે શિક્ષકે યુવતીને બ્લેકમેઈલ કરવાનું ચાલુ રાખ્યું હતું. યુવતીથી સહન ન થતાં તેણે સમગ્ર મામલે પરિવારને જાણ કરી હતી. એ બાદ પરિવારે શિક્ષક વિરુદ્ધમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી આજે આરોપી મયંક દીક્ષિતની ધરપકડ કરી છે. આરોપી મયંક દીક્ષિત અગાઉ એલન ક્લાસીસમાં ફરજ બજાવતો હતો અને અત્યારે બાયજુસ ક્લાસીસમાં ભણાવે છે. આરોપીની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!