46 વર્ષની ઉંમરે અર્જુન કપૂરના બાળકની માતા બનવા માગે છે મલાઈકા, એક્ટરે પણ આપ્યો આવો જવાબ

અર્જુન કપુર અને મલાઈકા અરોડા છેલ્લા ઘણા વર્ષોથી રિલેશનશિપમાં છે. ઉંમરમાં અંતરને લઈને બંનેને ઘણા ટ્રોલ કરવામાં આવે છે. તેમ છતાં બંનેએ પોતાની રિલેશનશિપ કાયમ બનાવીને રાખી છે. તમને જણાવી દયે કે બંને હંમશા એક સાથે ફિલ્મી પાર્ટીઓ, પબ્લિક ઈવેંટ્સ, શોઝ અને ફેમેલી ફંક્શનમાં સાથે સાથે જોવા મળી રહ્યાં છે.

જો કે ઘણા લોકો આ બંનેની જોડીને પસંદ કરતા નથી. કારણ મલાઈકલા અર્જુન કરતા 10 વર્ષ મોટી છે. આ જ કારણે તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થાય છે. જો કે તેઓને આ વાતને લઈને કોઈ ફરક પડતો નથી. જો કે બોલિવૂડમાં આ પ્રકારના ઘણા એક્ટર અને એક્ટ્રેસ છે.

જેઓએ પોતાનીથી નાની ઉંમરના અથવા તો મોટી ઉંમરના લોકો સાથે લગ્ન કર્યા છે. પણ જો કોઈ સૌથી વધુ ટ્રોલ થયું હોય તો અને તે પણ માત્ર રિલેશનશિપમાં રહેવાના કારણએ તો તે આ જોડી છે. પણ હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન મલાઈકાએ કેટલાક ખુલાસા કર્યા છે. જેને સાંભળીને આ બંનેને ટ્રોલ કરનાર લોકો સક્રીય થઈ ગયા છે. આવો જાણીએ તેને ઈન્ટરવ્યુ દરમિયાન શું કહ્યું હતું.

તમને જણાવી દયે કે પોતાના અને અર્જુન સાથેના સંબંધને લઈને વાત કરતા મલાઈકા અરોડાએ કહ્યું કે તે અર્જુન સાથે એક બેબી જરૂર ઈચ્છે છે. 46 વર્ષની થયેલી મલાઈકા માતા બનવાની ઈચ્છા રાખે છે. અને અર્જુન સાથે પોતાનુ ફેમેલી બનાવવાનું સપનું જોવે છે.

જ્યારે તેને અર્જુન સાથે લગ્ન કરવા વિશે જણાવ્યું હતું કે અમે અમારા સંબંધમાં એક સાથે એક જ કદમથી આગળ વધી રહ્યાં છીએ. જેથી હવે તેના વિશે વધુ કંઈક કહી શકાઈ નહીં.

આટલુ જ નહીં એક ઈન્ટરવ્યુમાં અર્જુને કહ્યું કે તે પોતાના પ્રોફેશનલ અને પર્સનલ લાઈફમાં ઘણી ખુશ છે. આ સિવાય તેને કોન્ફિડન્સમાં આવીને કહ્યું હતું કે તે સિક્રેટ લગ્ન કરીને કોઈને હૈરાન નહીં કરે. જ્યારે પણ લગ્ન કરશે તો તે બધાને ચોક્કસથી જણાવશે. જો કે ઘણા લોકોએ આ બંનેના સંબધને લઈને ટ્રોલ પણ કર્યા છે. તલાક બાદ મલાઈકા અર્જુન કપૂર રિલેશનશિપમાં છે. જ્યારે અરબાઝ ખાન જોર્જિયો એંડ્રેનિયા સાથે રિલેશનમાં છે.

error: Content is protected !!