પતિના મિત્ર સાથે જ પત્નીએ બાંધ્યા સંબંધો, પહેલા પતિ રડ્યો, ને અંત એવો આવ્યો કે જેની કલ્પના પણ ના કરી શકો

ભોપાલના ટીટી નગર વિસ્તારમાં પત્નીની બેવફાઈથી પરેશાન યુવકે ગુરુવારે રાત્રે ફાંસો ખાઈ લીધો હતો. પતિના મોતના સમાચાર મળતાં શુક્રવારે સવારે ઘરે પહોંચેલી પત્નીએ પેટ્રોલ છાટી પોતાના શરીર પર આગ ચાંપી દીધી હતી. સારવાર દરમિયાન બપોરે તેનું પણ મોત નીપજ્યું હતું. પોલીસે યુવક પાસેથી સુસાઇડ નોટ મળી આવી છે. તેમાં તેણે પત્નીના આશિક (સાગર બાબા) માટે લખ્યું છે કે, તેણે સાગર બાબાને પગે લાગીને પત્ની અને બાળકને મળવા માટે આજીજી કરી હતી પરંતુ તે માન્યો નહીં. સાગર બાબાએ જીવન નષ્ટ કરી નાખ્યું. હું પત્ની, સાગર બાબાને કારણે આત્મહત્યા કરી રહ્યો છું. બંનેએ 2014માં લવ મેરેજ કર્યા હતા. પોલીસ હવે સાગરની શોધમાં છે.

જૈન મંદિરની સામે પીએચઈ કોલોનીમાં રહેતો 26 વર્ષિય અક્ષય સોમકુંવર ઉર્ફે ગોલુ બલ્લભ ભવનમાં લિફ્ટ ઓપરેટર હતો. ગુરુવારે રાત્રે રાત્રિભોજન પછી તે રૂમમાં ગયો હતો. રાત્રે લગભગ 12.30 વાગ્યે તેની માતા કુસુમ બાઈએ જોયું કે અક્ષય ગળે ફાંસી ખાઈને લટકી રહ્યો છે. કુસુમ બાઈએ તરત જ પાડોશીઓની મદદથી તેને જેપી હોસ્પિટલમાં સારવાર અર્થે પહોચાડ્યો. અહીંના ડોકટરોએ અક્ષયને મૃત જાહેર કર્યો.

દરમિયાન શુક્રવારે સવારે અક્ષયની પત્ની સુધાને પતિના મોતની જાણ થઈ હતી. તે ઘરે પહોંચી અને અગાસી પર ગઈ. જ્યાંથી તે પેટ્રોલ લઈને પોતાની જાતને આગ ચાંપી દીધી. સાસુ કુસુમ બાઈ અને સંબંધીઓએ તેને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન બપોરે તેનું પણ મોત નીપજ્યું હતું.

દીકરાને પણ આગ ચાંપવાનો પ્રયત્ન કર્યો હતો: સુધા પોતાને આગ લગાવ્યા બાદ પોતાના ચાર વર્ષના દીકરાને પણ આગ લગાવવા માગતી હતી. પરિવારજનોએ માંડ દીકરાને ખેંચીને બચાવ્યો હતો. અક્ષયના ભાઈ નિલેશે જણાવ્યું કે સુધાના કારણે તેના ભાઈએ આત્મહત્યા કરી. ભાઈએ સુસાઇડ નોટમાં સુધાના બોયફ્રેન્ડનો પણ ઉલ્લેખ કર્યો છે પરંતુ પોલીસે પરિવારને સુસાઇડ નોટ વાંચવા દીધી ન હતી.

દોસ્તી કરીને પત્ની સાથે સંબંધો વધાર્યા: અક્ષય અને સાગર બંને મિત્રો હતા. અક્ષયના માધ્યમથી જ તેની પત્ની સાથે મુલાકાત થઈ હતી. થોડા દિવસ પછી સાગર અને સુધા વચ્ચે નિકટતા વધી. અક્ષયને શંકા ગઈ અને તેણે પત્ની સાથે વાત કરી તો તેને હેરાન કરવા લાગી. અક્ષય જ્યારે પણ આ વિશે વાત કરવા માંગતો હતો ત્યારે સુધા અક્ષયને સાગરનું નામ આપીને ધમકાવતી હતી.

7 ઓક્ટોબરે અક્ષયને છોડીને જતી રહી: અક્ષયે 2014માં સુધા શુક્લા સાથે પ્રેમ વિવાહ કર્યા હતાં. તેમનો 4 વર્ષિય દીકરો પણ છે. ત્રણ-ચાર વર્ષથી સુધાનો પ્રેમ સંબંધ વિસ્તારમાં સાગર નામના યુવકસાથે શરૂ થયો હતો. અક્ષય આ વાતથી નારાજ હતો. સુધા 7 ઓક્ટોબરે બાળકને સાગર સાથે ઘરેથી લઈ ગઈ હતી. તે તેની સાથે પંચશીલ નગરમાં રહેતી હતી.

error: Content is protected !!