ફૂટબોલ સ્ટાર મેસીની લાઈફસ્ટાઈલ છે એકદમ લક્ઝૂરિયસ, આ રીતે ઠાઠમાઠથી જીવે છે જિંદગી

અર્જેંટીનાના સુપરસ્ટાર ફુટબોલ ખેલાડી લિયોનેસ મેસી તાઉમ્ર બાર્સિલોના ક્લબ માટે રમે છે. પરંતુ હવે આ ક્લબે તેના કોન્ટ્રાક્ટને આગળ વધાર્યો નથી. જે બાદથી મેસી નો 21 વર્ષ જુનો બાર્સિલોના ક્લબ સાથેનો સંબંધ તુટી ગયો છે. આવો જાણીએ મોર્ડન સમયમાં સૌથી સારા ફુટબોલર્સમાં શુમાર મેસની લગ્ઝરી લાઈફસ્ટાઈવ વિશે….

દુનિયાભરના ફુટબોલ ખેલાડીઓની લક્ઝરી લાઈફસ્ટાઈલ રહી છે. પરંતુ મેસી તુલનાત્મકરૂપથી થોડી સિમ્પલ લાઈફ જીવવાનું પસંદ કરે છે. મેસી આમ તો અર્જેંટીનામાં જન્મેલો છે. પરંતુ બાર્સિલોના ક્લબ માટે તે છેલ્લા ઘણા વર્ષોથી રમતો હોવાથી તેને સ્પેનમાં પોતાનું ઘર અને પોતાનો બિઝનેસ બનાવેલો છે.

બાર્સિલોનાના Castelldefelsમાં આવેલુ મેસીનું ઘર ખુબ જ સુંદર છે. આ આખુ ક્ષેત્ર નો-ફ્લાઈ ઝોનમાં પણ છે. મેસીના આ ઘરમાં એક ફુટબોલ પિચ, સ્વીમિંગ પુલ, ઈંડોર જિમ અને એ સિવાય બાળકો માટે પ્લેગ્રાઉન્ડ પમ છે.

આ ઘરની સામે બાલેરિક સમુદ્ર જોઈ શકાઈ છે. આ સ્પેશ્યલ સી-વ્યૂ વાળા ઘરની કિંમત 5.5 મિલિયન પાઉંડ્સ એટલે કે લગભગ 55 કરોડ રૂપિયા છે.

મેસી પાસે પોતાનું ખુદનું પ્રાઈવેટ જેટ પણ છે. જેની કિંમત 1 અરબ 23 કરોડ રૂપિયા છે. મેસીએ પોતાના પ્રાઈવેટ જેટની પાછળ 10 નંબર ખલાવેલો છે. આ જેટને અર્જેંટીનાની એક કંપનીએ તૈયાર કર્યું છે. જેના પર મેસીએ પોતાની પત્ની એંટોનેલા અને તેના બાળકો થિયાગો, સિરો અને મતેઓનું નામ લખાવ્યું છે.

આ જેટમાં ઘણા સ્પેશલ ફિચર્સ છે. આ જેટમાં કિચન, બે બાથરૂમ અને 16 લોકોના બેસવાની સુવિધઆ છે. આ સિવાય તેની પાસે આ જેટમાં 6 એવી ચેર છે કે જેને ફોલ્ડ કરીને બેડ બનાવી શકાઈ છે. જો કે આ પ્રાઈવેટ જેટ મેસીએ ખરીદ્યું નથી પણ તેને લીઝ પર લીધુ છે.

મેસીએ હોટલમાં પણ રોકાણ કર્યું છે. મેસી પાસે 4 સ્ટાર હોટલ છે. જેમાં 77 બેડરૂમ છે અને તે હોટલ સમુદ્રથી માત્ર 100 મીટર દુર છે. અહિંયા એક દિવસ રોકાવાના 105 પાઉંડ્સ છે. આ સિવાય હોટલની છત પર એક સ્કાઈ બાર પણ બનેલું છે. જેના પરથી શહેરનો શાનદાર વ્યુ જોવા મળે છે.

આ હોટલમાં ઘણી લક્ઝરી સુવિધાઓ પણ છે. મેસીએ આ સિવાય ઈબીઝા, બેક્વેરા, એંડોરા અને મેલોર્કામાં પણ હોટલ ખરીદી છે. મેસીને કારનો પણ શોખ છે. મેસી પાસે માસેરોટી કાર છે જે તેને ખુબ પ્રિય છે.

error: Content is protected !!