સુરતમાં વધુ એક હિચકારી ઘટના, 8 વર્ષના માસૂમ બાળક સાથે પાડોશીએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું

સુરતમાં વધુ એક જઘન્ય ઘટના ઘટી છે. સુરતના લિંબાયતમાં 8 વર્ષના બાળકને પાડોશીએ પોતાના રૂમમાં લઈ જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યું આચર્યું હતું. રૂમની બહાર બાળકની માતા અને આરોપીની માતા દરવાજો ખોલવા કહેતા છતા પણ હવસખોરે ખોલ્યો ન હતો. લિંબાયત પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, લિંબાયતમાં શ્રમજીવી પરિવાર રહે છે. પરિવારમાં પતિ માનસિંગ(નામ બદલ્યું છે) પત્ની રીનુ( નામ બદલ્યું છે)15 વર્ષની દીકરી અને 8 વર્ષનો દીકરો રાજ(નામ બદલ્યું )છે. રાજ ધો-4 માં અભ્યાસ કરે છે.

બુધવારે બપોરે રીનુએ રાજને શાકભાજી લેવા મોકલ્યો હતો. ત્યારે આરોપી નિલેશ ચૌહાણ (27 વર્ષ રહે. એસએમસી આવાસ, નારાયણનગર -2 લિંબાયત) બળજબરીપૂર્વક રાજનો હાથ પકડીને તેના રૂમમાં લઈ ગયો હતો.

રાજે જવાની ના પાડતા તેને જાનથી મારવાની ધમકી આપી હતી. રાજની સાથે રમતા બાળકોએ રીનુને કહ્યું કે, નિલેશ રાજને બળજબરીથી લઈ જાય છે. તેથી રીનુ નિલેશના ઘરે જઈ રૂમનો દરવાજો ખખડાવ્યો પરંતુ તેને દરવાજો ખોલ્યો ન હતો.

પોલીસને જાણ કરાતા પોલીસ આવી ત્યારે નિલેશે દરવાજો ખોલ્યો હતો. રીનુની ફરિયાદ લઈને લિંબાયત પોલીસે આરોપી નિલેશની ધરપકડ કરી હતી. આરોપીની માતાએ નિલેશને આ કૃત્ય કરતાં રોકયો હતો છતાં તેની વાત માની ન હતી.

error: Content is protected !!