આ રાજાના પ્રેમમાં હતાં લતા મંગેશકર, બંને કરવા માગતા હતા લગ્ન પણ આ કારણે…

દુનિયા સ્વર કોકિલા લતા મંગેશકરના અવાજની દીવાની છે, પરંતુ તેમના અંગત જીવન અંગે ઘણાં ઓછા લોકો જાણે છે. તેમણે જીવનભર લગ્ન કર્યા નહીં, પરંતુ તેઓ પ્રેમથી પણ દૂર રહી શક્યાં નહીં. પ્રેમ પણ એવો કે આખું જીવન તેના નામે કરી દીધું. તેમને રાજસ્થાનના ભૂતપૂર્વ ડૂંગરપુર રાજ પરિવારના રાજ સિંહ સાથે પ્રેમ થયો હતો. રાજ તેમને પ્રેમથી મિટ્ઠુ બોલવાતાં હતાં.

બંને ક્રિકેટના શોખીન હતા
લતા મંગેશકર અને રાજ સિંહ ડૂંગરપુરની મિત્રતા ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ તેનો અંદાજો તેમને પણ હતો નહીં. રાજ લતાના ગીતોના દીવાના હતાં. તેઓ હંમેશાં પોતાના ખિસ્સામાં ટેપ રેકોર્ડર રાખતાં અને તેના ગીતો સાંભળતાં હતાં. લતાજીને પણ ક્રિકેટનો શોખ હતો. તેઓ ઘણીવાર રાજને ક્રિકેટ રમતાં જોવા માટે ગ્રાઉન્ડ પર પહોંચી જતાં હતાં. બંને અવારનવાર મળતાં હતાં.

પહેલી મુલાકાતમાં જ પ્રેમ થઈ ગયો
રાજ 1959માં લૉ ભણવા માટે મુંબઈ ગયાં હતાં. તેઓ ક્રિકેટ રમવાના પણ શોખિન હતાં. તેઓ 1955થી રાજસ્થાન રણજી ટીમના સભ્ય હતાં. મુંબઈના ક્રિકેટ મેદાનમાં લતાના ભાઈ હ્રદયનાથ મંગેશકર સાથે મુલાકાત થઈ. તેમના ભાઈ મોટાભાગે રાજને પોતાની સાથે ઘરે લઈને આવતાં હતાં.

રાજ સિંહને પહેલી જ મુલાકાતમાં લતા સાથે પ્રેમ થઈ ગયો હતો. ધીમે-ધીમે વાત શરૂ થઈ. લતા રિકોર્ટિંગમાં વ્યસ્ત રહેતાં હતાં. વ્યસ્ત શિડ્યુઅલને કારણે વધારે મળવાનું થતું નહીં. જોકે, રાજ તેમના ગીતો સાંભળીને તેમની ખામી પૂરી કરી લેતાં હતાં. ખાલી સમય મળતાં જ બંને મળતાં હતાં.

બંને લગ્ન કરવા માગતા હતા
રાજ અને લતા એકબીજાને ખૂબ પસંદ કરતા હતા. બંને લગ્ન કરવા ઇચ્છતા હતા. રાજે એકવાર તેમના માતા-પિતાને કહ્યું હતું કે, કોઈ સામાન્ય છોકરી તમારા રાજવી પરિવારની વહુ નહીં બને. લતામાં અનેક ગુણો હતા, પરંતુ તે એક સામાન્ય પરિવારમાંથી હતી.

રાજ પરિવાર સામે હારી ગયા. લગ્ન ન થયા પછી પણ બંનેએ એકબીજાનો સાથ આપ્યો. અનેક ચેરિટીમાં સાથે કામ કર્યું. જો કે, બંનેનો પ્રેમ માત્ર એક યાદ બનીને રહી ગયો છે.

કોણ હતા રાજ સિંહ?
રાજ સિંહનો જન્મ 19 ડિસેમ્બર 1935ના રોજ રાજસ્થાનના ડૂંગરપુરમાં એક રાજવી પરિવારમાં થયો હતો. તેઓ ડૂંગરપુરના મહારાજા લક્ષ્મણ સિંહના નાના પુત્ર હતાં. રાજ સિંહે 1955 થી 1971 સુધી 86 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. તેઓ 16 વર્ષ સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યા અને લગભગ 20 વર્ષ સુધી BCCI સાથે સંકળાયેલાં હતાં. 12 સપ્ટેમ્બર 2009ના રોજ તેમનું અવસાન થયું.

error: Content is protected !!