સ્વર કોકિલા લતા મંગેશકરનાં અંતિમ સંસ્કારમાં ઉમટી પડ્યું બોલીવુડ, જુઓ તસવીરો

સ્વર કોકિલા ભારત રત્ન લતા મંગેશકરે હવે આપણી વચ્ચે નથી. આજે રવિવારે સવારે બ્રીચ કેન્ડી હોસ્પિટલ ખાતે સ્વર કોકિલા ભારત રત્ન લતા મંગેશકરે અંતિમ શ્વાસ લીધા હતા. અખંડ હિંદુસ્તાનનો કંઠ હવે સદાયને માટે મૌન થઈ ગયો છે. સ્વર કોકિલા ભારતરત્ન લતા મંગેશકરનો પાર્થિવ દેહ હવે કાયમને માટે પંચ મહાભૂતમાં વિલીન થઈ ચૂક્યો છે. તેમનો પાર્થિવ દેહ લગભગ 1-10 વાગ્યે બ્રીચ કેન્ડી હોસ્પિટલથી તેમના પેડર રોડ સ્થિત નિવાસસ્થાન ‘પ્રભુકુંજ’ ખાતે લઈ જવામાં આવ્યો હતો.

મુંબઈના શિવાજી પાર્ક મેદાન ખાતે તેમના પાર્થિવ દેહના સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પાર્થિવ દેહ લગભગ 1-10 વાગ્યે બ્રીચ કેન્ડી હોસ્પિટલથી તેમના પેડર રોડ સ્થિત નિવાસસ્થાન ‘પ્રભુકુંજ’ ખાતે લઈ જવામાં આવ્યો હતો.

જ્યાં અમિતાભ બચ્ચન, જાવેદ અખ્તર સહિતની હસ્તીઓએ લતાદીદીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ત્યારબાદ સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે ત્રિરંગામાં લપેટીને લતા મંગેશકરના પાર્થિવ દેહ શિવાજી પાર્ક લઈ જવામાં આવ્યો.

લતા મંગેશકરના વિશાળ પોસ્ટર સાથે ફૂલોથી શણગારેલા ટ્રકમાં તેમનો પાર્થિવ દેહ અંતિમ સફરે નીકળ્યો હતો. તેમની આ આખરી સફરમાં સામેલ થવા હજારો લોકો અશ્રુભીની આંખે ‘લતા દીદી અમર રહે’ના નારા સાથે ચાલ્યા હતા. લોકોએ પોતાનાં ઘરનું સ્વજન ગુમાવ્યું હોય એવી ભાવના સાથે શબવાહિનીના ટ્રક સાથે સાથે કદમ મિલાવ્યા હતા.

ત્યારબાદ સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે ત્રિરંગામાં લપેટીને લતા મંગેશકરના પાર્થિવ દેહ શિવાજી પાર્ક લઈ જવામાં આવ્યો. હજારો લોકોએ ભીની આંખે લતા દીદીની અંતિમ સફરમાં સાથ આપ્યો હતો.

તેમની અંત્યેષ્ઠિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, શાહરુખ ખાન, સચિન તેંડુલકર, શંકર મહાદેવન, જાવેદ અખ્તર, રણબીર કપૂર સહિતની હસ્તીઓ હાજર રહી હતી. તેમણે પણ પોતપોતાની શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને લતાદીદીનાં અંતિમ દર્શન કર્યાં હતાં.

PM નરેન્દ્ર મોદીએ પણ મુંબઈના શિવાજી પાર્ક ખાતે પહોંચીને લતા મંગેશકરના પાર્થિવ દેહને પોતાની અંજલિ આપી અને લતાદીદીના શોકાતુર પરિવારજનોને પોતાની સાંત્વના પાઠવી હતી.

શિવાજી પાર્ક ખાતે બંદૂકોની સલામી સાથે લતા મંગેશકરને તેમના ભાઈ હૃદયનાથ મંગેશકરે તેમને મુખાગ્નિ આપ્યો હતો. સાંજે 7.16 વાગ્યે લતાજી પંચતત્વમાં વિલીન થયા હતા. હૃદયનાથને તેમના દીકરા અને લતાદીદીના ભત્રીજા આદિત્યએ ટેકો આપ્યો હતો.

error: Content is protected !!