સર્જરી કરી લલિતામાંથી બન્યો લલિત, હવે લગ્ન કરી જીવે છે આવું જીવન, જુઓ તસવીરો

મુંબઈઃ લિંગ પરિવર્તન સર્જરીને સમાજમાં આજેપણ ઘણા સામાન્ય લોકોના વિચારથી પરે છે. જે વ્યક્તિ લિંગ પરિવર્તન કરાવે છે તેને શારીરિક અને માનસિક રૂપથી મજબૂત થવું પડે છે. આ પ્રક્રિયામાંથી પસાર થયા બાદ શરીરમાંઅનેક શારીરિક અને હાર્મોનલ બદલાવ આવે છે. જ્યારે તમે આ સર્જરી કરાવો છો તો એક અલગ જ ઓળખ સાથે તમારું નવું જીવન શરૂ થાય છે. એવામાં તમારા સંબંધીઓ, મિત્રો, સમાજ અને અન્ય લોકોની શું પ્રતિક્રિયાએ હોય છે તે મહદઅંશે એ વ્યક્તિના વિચાર અને માનસિકતા પર નિર્ભર કરે છે. જો કે જે લોકોને લાગે છે કે તેઓ એક ખોટા જેન્ડરની બોડીમાં ફંસાઇ ગયા છે તો આગળ જઇને લિંગ પરિવર્તન સર્જરી કરાવવાનું વિચારે છે.

લલિતા સાલવે આવી જ એક મહિલા છે જે 3 સ્ટેજ લિંગ પરિવર્તન સર્જરીમાંથી પસાર થઇ છે અને સંપૂર્ણ રીતે પુરુષ બની ગઇ છે. લલિતા મહારાષ્ટ્રના બીડ જિલ્લાના માજલગામ તહેસીલના રાજેગામમાં કોન્સ્ટેબલની નોકરી કરે છે. ચાર વર્ષ પહેલા લલિતાને અનુભવ થયો કે તેના શરીરમાં કંઇક પરિવર્તન આવી રહ્યું છે.

એવામાં જ્યારે તે મેડિકલ ટેસ્ટ માટે ગઇ તો તેને જાણવા મળ્યું કે તેની બોડીમાં Y chromosomesની માત્રા વધુ છે. તમારી જાણકારી પ્રમાણે જણાવી દઇએ કે DNAમાં XY chromosomes વધુ હોય છે જ્યારે મહિલાઓમાં XX chromosomesની માત્રા વધુ જોવા મળે છે.

લલિતાને જ્યારે જાણવા મળ્યું કે તેના શરીરમાં Y chromosomesની માત્રા વધુ છે તો તેણીએ લિંગ પુનર્મુલ્યાંકન સર્જરી કરાવી સંપૂર્ણ રીતે પુરુષ બનવાનો નિર્ણય લીધો. આ માટે લલિતાને અલગ અલગ સમયે ત્રણ SRS (sex reassignment surgery)માંથી પસાર થવું પડ્યું હતું. તેઓએ પ્રથમ સર્જરી 2018માં મુંબઇની the state-run St George’s Hospitalમાં કરાવી અને બાકીની બે સર્જરી પણ બાદમાં કરાવી લીધી. આવી રીતે ગત વર્ષે લલિતા સંપુર્ણ રીતે પુરુષમાં બદલાઇ ગઇ અને તઓએ પોતાનું નામ લલિત સાલ્વે રાખી લીધું.

હવે હાલમાં જ લલિતે ઔરંગાબાદની રહેતી એક મહિલા સાથે લગ્ન કર્યા છે. મીડિયા સાથે વાતચીતમાં લલિતાએ કહ્યું કે 3 સ્ટેજ લિંગ પરિવર્તન સર્જરી બાદ મને નવું જીવન મળ્યું છે. લગ્ન બાદ મેં નવા જીવનની શરૂઆત કરી છે અને હું તેનાથી ખુબ જ ખુશ છું. મારા લગ્નથી પરિવાર અને સંબંધીઓ ખુશ છે.

તો સોશિયલ મીડિયા પર લોકો લલિતને આ લગ્ન માટે ખુબ જ શુભકામના આપી રહ્યાં છે. આ લગ્નનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે .

મહિલા કોન્સ્ટેબલમાંથી પુરુષ કોન્સ્ટેબલના રૂપમાં ફરીથી નોકરી મેળવવામાં લલિતને થોડી મુશ્કેલી જરૂર પડી હતી પરંતુ પોલીસ ડિપાર્ટમેન્ટે હવે તેને પુરુષ કોન્સ્ટેબલ તરીકે સ્વીકાર કરી લીધો છે. લલિત એ તમામ લોકો માટે પ્રેરણા છે જે આ પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થવા માગે છે.

error: Content is protected !!