લગ્નનાં માત્ર 15 દિવસ બાદ પતિએ છોડી દીધો સાથ, દુઃખના ડુંગરો વચ્ચે આ ગુજરાતી મહિલા બની IAS ઓફિસર

આઈએએસ અધિકારી કોમલ ગણાત્રાની જીવન કથા પ્રેરણાદાયક છે. તેણીએ આઈએએસ અધિકારી બનવા માટે સખત મહેનત કરી હતી અને આ સખત મહેનતના આધારે તે લોકો સમક્ષ પોતાની ઓળખ સ્થાપિત કરવામાં સફળ રહી છે. કોમલ ગણાત્રાએ નાનપણથી આઈએએસ અધિકારી બનવાનું સપનું જોયું હતું. પરંતુ જ્યારે તે મોટી થઈ તો તેમનો સંબંધ પરિવારના સભ્યોએ નક્કી કરી નાંખ્યો. જેના કારણે તેને પોતાના સપના સાથે સમાધાન કરવું પડ્યું.

કોમલ ગણાત્રાના લગ્ન 26 વર્ષની ઉંમરે થયા હતા. પરંતુ તેમના લગ્ન થોડા સમયમાં જ તૂટી પડ્યાં. જોકે, લગ્નજીવન તૂટ્યા પછી પણ તેણે પોતાના જુસ્સાને જાળવી રાખ્યો અને આઈએએસ અધિકારી બનવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

કોમલ ગણાત્રા તેના માતાપિતા અને ભાઈ સાથે ગુજરાતમાં રહેતી હતી. તેના માતાપિતા પાસે NRI છોકરાનો સંબંધ આવ્યો હતો. જેને તેણે સ્વીકારી લીધો. માતાપિતાના કહેવાથી કોમલ લગ્ન માટે સંમત થઈ ગઈ. કોમલનાં લગ્ન નક્કી થયાં હતાં તે સમયે તે યુપીએસસીની તૈયારી કરી રહી હતી. લગ્ન બાદ તેણે પતિ શૈલેષ સાથે ન્યુઝીલેન્ડ જઈને રહેવાનું હતુ. એટલા માટે તેણે પોતાનું ભણવાનું વચ્ચે જ છોડી દીધુ હતુ.

વાસ્તવમાં, યુપીએસસીની તૈયારીની સાથે, જ્યારે તે જીપીએસસીની તૈયારી કરી રહી હતી. તે સમયે તેમની ઉંમર લગભગ 26 વર્ષની હતી. આ દરમિયાન, તેના લગ્ન ન્યુઝીલેન્ડના એનઆરઆઈ શૈલેષ સાથે નક્કી થયા. શૈલેષે તેને કહ્યું હતું કે લગ્ન પછી તેને ન્યુઝીલેન્ડમાં આવીને રહેવું પડશે.

આને કારણે તે પેપર પાસ થયા પછી પણ ઇન્ટરવ્યૂ આપી શકી નહીં. તો જ્યારે તેના લગ્નના 15 દિવસ પછી તેનો પતિ ન્યુઝીલેન્ડ ગયો હતો, તો તે ક્યારેય ત્યાંથી પાછો ફર્યો નહીં. કોમલે તેના વિશે જાણવાનો ઘણો પ્રયાસ કર્યો પણ કંઈ કામ થયુ નહીં. લાંબા સમય સુધી કોમલ તેમને શોધતી રહી. પરંતુ તે નિષ્ફળ રહી.

તેના પતિ વિશે કંઇ જાણ ન થતા તે પિયર જતી રહી હતી. પરંતુ સબંધીઓના મ્હેણા-ટોણાથી કંટાળીને તેણે પોતાનું પિયર છોડી દીધુ અને અલગ રહેવા લાગી. તેણીએ તેના માતાપિતાના ઘરથી 40 કિ.મી. દૂર આવેલા ગામમાં રહીને અભ્યાસ શરૂ કર્યો હતો. ત્યાં તેમણે પ્રાથમિક શિક્ષક તરીકે કામ શરૂ કર્યું.

જે ગામમાં તે રહેતી હતી ત્યાં અંગ્રેજી છાપુ કે મેગેઝીન આવતુ ન હતુ. એટલે તેને 150 કિલોમીટર દૂર અમદાવાદ ઓપ્શનલ સબજેક્ટનાં કોચિંગ માટે જવું પડતુ હતુ. તેણે કુલ ચારવાર પરીક્ષા આપી, જેમાં તે ત્રણવાર પરીક્ષામાં ફેલ થઈ હતી. પરંતુ ચોથીવાર 2012માં તેણે યુપીએસસીની પરીક્ષા પાસ કરી લીધી હતી.

આજે તે આઈએએસ અધિકારી બનીને દેશની સેવા કરી રહી છે. તેમના જીવનની કહાની તે લોકો માટે પ્રેરણાદાયક છે જેઓ જીવનની મુશ્કેલીઓમાંથી બહાર નીકળી જાય છે અને તેમના સપનાને પૂર્ણ કરવામાં સમર્થ નથી.

error: Content is protected !!