અકસ્માતમાં કારનો નીકળી ગયો કચ્ચરઘાણ, સાસુ – વહુ, પૌત્ર અને દિયરના કમકમાટીભર્યા મોત

એક ભયાનક અકસ્માતમા હસતો ખેલતો પરિવાર વેર વિખેર થઈ ગયો છે. નખત્રાણા તાલુકાના ધાવડાથી દેવપરને જોડતા માર્ગ પર સોમવારે રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાવા પામ્યો હતો, મોડી રાત્રે થયેલા ગમખ્વાર અકસ્માતમાં દવાખાને જતા ગોસ્વામી પરિવારનાં ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે. બનાવની જાણ થતા મોટી સંખ્યામાં પરિવારજનો અને અગ્રણીઓ બનાવ સ્થળે તેમજ હોસ્પિટલમાં દોડી ગયા હતા.

બનાવની મળતી પ્રાથમિક માહિતી મુજબ નખત્રાણાના ગોસ્વામી પરિવારની બાળકીને ખેંચની બીમારી છે અને જેની માંડવીના ખાનગી તબીબની દવા ચાલુ છે. અલબત્ત, ગત રાત્રે બાળકીને ખેંચનો હુમલો આવતાં પરિવારજનો કાર મારફત બાળકીના ઈલાજ માટે માંડવી જતા હતા.

આ દરમિયાન રાત્રે 12 વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. કાર માર્ગ પર ઊભેલી ટ્રક પાછળ અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં સાસુ, વહુ, પૌત્ર અને દિયરના ગંભીર ઈજાઓ પહોંચવાથી મૃત્યુ નીપજ્યા છે.

જ્યારે જેની દવા લેવા જતા હતા એ બાળકી અને તેના પિતા ચેતન ગોસ્વામીને ઇજા પહોંચતાં હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. ચેતન ગોસ્વામી અને તેમના કાકા પરેશ ગોસ્વામી હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે.

અકસ્માત મૃત્યુ પામેલા હતભાગીઓનાં નામ
કસ્તુરબેન દિનેશભારથી ગોસ્વામી (ઉં.વ. 53 વર્ષ)
સંગીતાબેન ચેતનભારથી (ઉં.વ. 25 વર્ષ)
પરેશભારથી બચુભારથી (ઉં.વ. 50 વર્ષ)
મનભારથી ચેતનભારથી (ઉં.વ. 3 વર્ષ)

error: Content is protected !!