ગુજરાતમાં અહીં પોશ વિસ્તારમાંથી સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું પકડાયું, એકથી એક ચડિયાતી 20 યુવતીઓ ઝડપાઈ

સુરતમાં વેસુ વીઆઇપી રોડ પર આગમ શોપિંગ વર્લ્ડની પાસે મહાલક્ષ્મી ડ્રીમ્સના બીજા માળે ક્રિયા સ્પામાં આયુર્વેદિક મસાજ પાર્લરના નામે ચાલતા સેક્સ રેકેટનો ઉમરા પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે જણાવ્યાનુસાર, રવિવારે બપોરે ઉમરા પોલીસના ડી સ્ટાફને સ્પામાં વૈશ્યાવૃત્તિ ચાલતી હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસે ડમી ગ્રાહકને 2 હજાર રૂપિયા આપી સ્પામાં મોકલ્યો હતો. જેમાં સેક્સ રેકેટ ચલાવતા સ્પાના માલિક, મેનેજર અને 6 ગ્રાહકો રંગરેલિયા મનાવતા ઝડપાયા હતા. જ્યારે સેક્સ રેકેટમાં કામ કરતી 20 મહિલાઓને પણ મુક્ત કરવામાં આવી હતી.

પોલીસે રેડ કરી ત્યારે 16 લલના 10 કેબિનમાં હતી અને અન્ય કેબિનમાંથી 3 લલના અને 3 ગ્રાહકો કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. ઉપરાંત અન્ય એક મહિલા બીજી કેબીનમાંથી મળી આવ્યા હતા. રેડ દરમિયાન પોલીસે સ્પામાંથી રોકડ 20,960 રૂપિયા કોન્ડોમ નંગ-158 અને મોબાઇલ મળી કુલ 30960નો મુદામાલ કબજે કર્યો છે.

સ્પામાં લલનાઓ સાથે રંગરેલિયાં મનાવવા આવેલા 6 ગ્રાહકો પૈકી હીરાના 2 વેપારીઓ તથા એક-એક એમ્બોઈડરી અને જરીના વેપારી છે. બાકીનો એક રિક્ષાચાલક તો બીજો સિક્યુરિટી ગાર્ડ છે.

છેલ્લા ચારેક મહિનાથી અનુરાગ તિવારી તેના સાગરિતો સાથે મળીને સ્પા ચલાવતો હતો. સ્પામાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. આ કેમેરાની ડીવીઆરની જો ઉમરા પોલીસ તપાસ કરાવે તો મોટા ઘરના નબીરાઓની પોલ ઉઘાડી પડી શકે છે.

વેસુ વિસ્તારના સ્પામાંથી જે 20 લલનાઓ પકડાઈ હતી. તેમાંની 15 યુવતીઓ કોલકત્તાની છે. તે ઉપરાંત બે ઉત્તરપ્રદેશની અને એક મહારાષ્ટ્રની છે. બે યુવતીઓ સુરતની છે.

ગ્રાહક પાસેથી 2 હજાર લઈ મહિલાઓને 1 હજાર આપતા
લલનાઓને સ્પામાં દેહવ્યાપારના ધંધામાંથી 50 ટકા રકમ આપવામાં આવતી હતી. સ્પામાં ગ્રાહકો પાસેથી 2 હજાર રૂપિયા વસૂલવામાં આવતા હતા. જેમાંથી એક હજાર રૂપિયા લલનાને આપવામાં આવતા હતા. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયમાં વેસુ વિસ્તારમાંથી સ્પા કે પાર્લરના નામે ચાલતાં ઘણા કૂટણખાના પકડાયા છે.

પકડાયેલા આરોપીઓ
અનુરાગ ક્રિષકુમાર તિવારી (30) (સ્પાનો માલિક) (રહે, અપેક્ષાનગર, પાંડેસરા), વિક્કી સતીશ ચૌધરી(19) (સ્પાનો મેનેજર) (રહે, ભીમનગર આવાસ, પાંડેસરા), હિમાશું રોહિતસીંગ રાજપુત(39)(ગ્રાહક) (રિક્ષાચાલક)(રહે, સાંઇનગર, નવાગામ), સુનિલ રામજસ યાદવ (22) (ગ્રાહક)(જરીકામ) (રહે, યાદવનગર, ઉધના), હરીશ રાજબહાદુર પાલ (22) (ગ્રાહક)(સિક્યુરીટી ગાર્ડ)(રહે, વોચમેનની રૂમમાં, નંદીની-1, વેસુ), યોગેશ નીમ્બા માલી (24) (ગ્રાહક) (ડાયમંડ)(રહે, વીરામનગર સોસા, ડભોલી) અને પંકજ જયરાજસીંગ રાજપુત(34)(ગ્રાહક) (એમ્બોઇડરી)(રહે, શીવશંકરનગર, પાંડેસરા).

ડીંડોલીમાં પણ રેડ કરવામાં આવી
સુરતના ડીંડોલી વિસ્તારમાં ડીંડોલી પોલીસ દ્વારા દેહવ્યાપારમાં સામેલ લલના પર રેડ કરવામાં આવી હતી. ઘણા સમયથી માર્ક પોઇન્ટમાં દેહવેપારનો કારોબાર ધમધમતો હતો. ડીંડોલી પોલીસને સૂત્રો દ્વારા માહિતી મળતા કરી રેડ હતી. રેડમાં લલના અને ગ્રાહક સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. રેડ બાદ માર્ક પોઇન્ટના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

વેસુ વિસ્તારના સ્પામાંથી જે 20 લલનાઓ પકડાઈ હતી. તેમાંની 15 યુવતીઓ કોલકત્તાની છે. તે ઉપરાંત બે ઉત્તરપ્રદેશની અને એક મહારાષ્ટ્રની છે. બે યુવતીઓ સુરતની છે. આ લલનાઓને સ્પામાં દેહવ્યાપારના ધંધામાંથી 50 ટકા રકમ આપવામાં આવતી હતી. સ્પામાં ગ્રાહકો પાસેથી 2 હજાર રૂપિયા વસૂલવામાં આવતા હતા. જેમાંથી એક હજાર રૂપિયા લલનાને આપવામાં આવતા હતા. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયમાં વેસુ વિસ્તાર માંથી સ્પા કે પાર્લરના નામે ચાલતાં ઘણા કૂટણખાના પકડાયા છે.

error: Content is protected !!