ગુજરાતમાં અહીં ગેસ્ટ હાઉસમાંથી કુટણખાનું ઝડપાયુ, 2 યુવતી અને એક ગ્રાહક કઢંગી હાલતમાં રંગેહાથ ઝડપાયા

ગુજરાતમાં વધુ એક જગ્યાએ પોલીસે દરોડા પાડી ગેસ્ટહાસમાં ચાલતો દેહ-વ્યાપારના કાળા કારોબારને ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર પાટણ શહેરનાં રેલવે સ્ટેશનથી કોલેજ રોડ જવાનાં માર્ગે આવેલા દેવદર્શન કોમ્પ્લેક્ષમાં ચાલતા કિસ્મત ગેસ્ટહાસમાં પાટણ એસ.ઓ.જી. પોલીસે રેડ કરીને ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસને રેડ દરમિયાન બે મહિલાઓ અને એક પુરુષ પણ મળી આવ્યો હતો.

બે મહિલાઓ સાથે એક ગ્રાહક મળ્યોઃ પાટણ એસ.ઓ.જી. પી.એસ.આઇ. જે.જી. સોલંકી તથા સ્ટાફે રાજમહેલ રોડ પર આવેલા દેવદર્શન કોમ્પ્લેક્ષમાં તેનો સંચાલક બહારથી સ્ત્રીઓ બોલાવીને દેહવ્યાપાર કરતો હોવાથી બાતમી મળી હતી. જે આધારે પોલીસે અત્રેનાં બીજા માળે આવેલા કિસ્મત ગેસ્ટહાઉસમાં રેડ કરી હતી.

રેડ દરમિયાન રૂમોમાંથી બે મહિલાઓ મળી આવી હતી. તથા એક પુરુષ પણ મળ્યો હતો. હોટલનાં સંચાલકની હોટલનાં સંચાલક મુસ્તાક ઇસ્માઇલભાઇ હાજીભાઇ (રહે. કિમ્બુવા તા સરસ્વતી જિ પાટણ)ની અટકાયત કરી તેની સામે ગુનો નોંધ્યો હતો.

error: Content is protected !!