‘ધ કપિલ શર્મા શો’ ની સપનાએ ખરીદી મર્સિડિઝ કાર, જીવે છે આવી લક્ઝૂરિયસ લાઇફ, જુઓ તસવીરો

કૃષ્ણા અભિષેક ટીવી ઇન્ડસ્ટ્રીના જાણીતા કોમિડયન્સમાંથી એક છે. કૃષ્ણા અભિષેક ટીવી શો ‘ધ કપિલ શર્મા શો’માં સપનાનું પાત્ર ભજવે છે. આ પાત્ર દર્શકોને ઘણું જ પસંદ આવ્યું છે. હાલમાં જ કૃષ્ણા અભિષેકે બ્રાન્ડ ન્યૂ મર્સિડિઝ કાર લીધી હતી. જોકે, કૃષ્ણા પાસે ત્રણ લક્ઝૂરિયસ કાર્સ છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કૃષ્ણા અભિષેક પત્ની કાશ્મીરા શાહ તથા બાળકો સાથે મુંબઈના અંધેરી વેસ્ટ સ્થિત ઓબેરોય સ્પ્રિંગ્સમાં રહે છે. અહીંયા અન્ય બોલિવૂડ સેલેબ્સ પણ રહે છે.

મુંબઈ ઉપરાંત કૃષ્ણા અભિષેકે કેલિફોર્નિયામાં પણ ઘર લીધું છે. 2017માં કૃષ્ણાની બહેન આરતી સિંહે કેલિફોર્નિયા સ્થિત ઘરની તસવીર શૅર કરી હતી. બે માળનું આ ઘર ભવ્ય છે.

કઈ કઈ કાર છે?
કૃષ્ણા અભિષેકે હાલમાં જ મર્સિડિઝ બેન્ઝ GLE ખરીદી હતી. આ કારની અંદાજિત કિંમત 84 લાખથી એક કરોડ છે. કોમેડિયન પાસે આ ઉપરાંત ઓડી 3 છે, જેની કિંમત 45-50 લાખ રૂપિયા છે. 50 લાખની ઓડી Q5 પણ છે. મર્સિડિઝ બેન્ઝ CLA 200 છે. આ કાર 36 લાખ રૂપિયા છે.

‘ધ કપિલ શર્મા શો’ની ફી
‘ધ કપિલ શર્મા’ના એક એપિસોડ દીઠ કૃષ્ણા અભિષેકને 10-12 લાખ રૂપિયા મળે છે. આ ઉપરાંત કૃષ્ણા અભિષેક વિવિધ શો તથા ફિલ્મમાંથી કમાણી કરતો હોય છે.

કૃષ્ણાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેણે ‘કોમેડી સર્કસ 2’, ‘કોમેડી સર્કસ મહા સંગ્રામ’, ‘કોમેડી સર્કસ કે સુપરસ્ટાર્સ’ જેવા શોમાં કામ કર્યું છે. આ ઉપરાંત કૃષ્ણાએ ‘બોલ બચ્ચન’, ‘ક્યા કૂલ હૈ હમ’, ‘એન્ટરટેઇનમેન્ટ’ જેવી ફિલ્મમાં પણ કામ કર્યું છે. કૃષ્ણા અભિષેક છેલ્લે 2020માં ફિલ્મ ‘ઓ પુષ્પા આઇ હેટ ટિયર્સ’માં જોવા મળ્યો હતો.

error: Content is protected !!