DSP અને પૂર્વ સરપંચે મળીને મહિલાની સાથે કર્યો ગેંગરેપ, પછી માગી માફી, કહ્યુ- માફ કરી દો નહી તો અમે…

આપણા દેશમાં મહિલાઓની સુરક્ષાના તમામ દાવા કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં મહિલાઓ સુરક્ષિત નથી. આ આપણા સમાજનું એક કડવું સત્ય છે. હા, ઘણી વખત એ જ લોકો સ્ત્રીઓની ઓળખ છીનવી લેવાનું કામ કરે છે. જેની ઉપર સમાજને સુરક્ષિત રાખવાની જવાબદારી છે. હવે કલ્પના કરો કે, જો એક જવાબદાર વ્યક્તિ મહિલાઓ ઉપર ખરાબ નજર રાખશે. તો પછી મહિલાઓની આબરૂ કેવી રીતે સુરક્ષિત રહેશે? હવે તમે વિચારી રહ્યા હશો કે આખરે આવું કેમ કહી રહ્યા છીએ, તો ચાલો મુદ્દાની વાત પર આવીએ.

જણાવી દઈએ કે સસ્પેન્ડેડ નાયબ પોલીસ અધિક્ષક અને પૂર્વ સરપંચ વિરુદ્ધ ગેંગરેપનો કેસ નોંધવામાં આવ્યો છે. જી હા, રાજસ્થાનના કોટા પોલીસના ડીએસપી અને પૂર્વ સરપંચ પર ગેંગરેપનો આરોપ છે. પીડિત મહિલા કોન્સ્ટેબલે આ અંગે બોરખેડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તો, તમને જણાવી દઈએ કે ડીએસપી વિજય શંકર શર્મા ભૂતકાળમાં પણ આવા આરોપોનો સામનો કર્યો છે.

ઉલ્લેખનીય છે કે બે મહિના પહેલા ડીએસપીને તેમના ખરાબ વર્તનને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તો, મહિલા કોન્સ્ટેબલે ફરિયાદમાં કહ્યું કે કોટા ગ્રામીણ વિસ્તારના સસ્પેન્ડેડ ડીએસપી વિજય શંકરે તેની સાથે બળાત્કાર કર્યો છે. એટલું જ નહીં, પીડિતાએ કહ્યું કે ડીએસપી અને પૂર્વ સરપંચ બદ્રી આર્ય તેને મથુરા અને વૃંદાવન લઈ ગયા, જ્યાં તેઓએ સાથે મળીને સામૂહિક બળાત્કાર કર્યો.

મહિલા કોન્સ્ટેબલે પોતાની ફરિયાદમાં કહ્યું કે કોટા પોલીસના સસ્પેન્ડેડ ડીએસપી વિજય શંકર શર્માએ તેની સાથે બળાત્કાર કર્યો હતો. તો પીડિત મહિલાનો આરોપ છે કે આ ઘટના બાદ સસ્પેન્ડેડ ડીએસપી વિજય શંકર શર્મા તેના ઘરે આવ્યા અને તેની માફી માંગી અને માફ નહીં કરે તો આત્મહત્યા કરવાની ધમકી આપી.

તો જણાવી દઈએ કે પીડિત મહિલા કોન્સ્ટેબલે 26 નવેમ્બરના રોજ કેસ દાખલ કર્યો હતો, સાથે જ જણાવ્યું હતું કે 12 નવેમ્બરના રોજ તે ટ્રેન દ્વારા મથુરા પહોંચી હતી, જ્યાં બદ્રી આર્યએ મહિલાને ફોન કરીને રેલ્વે સ્ટેશન બોલાવી હતી. તે જ સમયે ડીએસપી વિજય શંકર શર્મા પણ તેમની સાથે હતા. જે બાદ તેઓ મહિલાને ડરાવીને તેને મથુરાથી જતીપુરા લઈ ગયા અને આ દરમિયાન બંનેએ તેની સાથે ધર્મશાળામાં ગેંગરેપ કર્યો.

જણાવી દઈએ કે પોલીસે કેસ નોંધ્યા બાદ તપાસ શરૂ કરી છે. તો, કોટા શહેરના પોલીસ અધિક્ષક ડૉ. વિકાસ પાઠકે આ સમગ્ર મામલાની પુષ્ટિ કરી છે. એસપીએ કહ્યું કે કોટા શહેરના નાયબ પોલીસ અધિક્ષક (સીઓ-2)ને આ મામલાની તપાસ સોંપવામાં આવી છે. 164 મહિલા કોન્સ્ટેબલના નિવેદનો નોંધવામાં આવ્યા છે અને પોલીસ અધિક્ષક ડો. પાઠકે જણાવ્યું હતું કે પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

error: Content is protected !!