ધીરૂભાઈ અંબાણીનાં બે સગા ભાઈઓ અને તેમના સંતાનો આજે કઈ હાલતમાં જીવે છે? જાણો રસપ્રદ વિગતો

ધીરુભાઈ અંબાણી વ્યવસાય જગતમાં એવું એક નામ છે, જેને કોઈ પરિચયની જરૂર નથી. તે બિઝનેસ જગતમાં બાદશાહ તરીકે પણ ઓળખાય છે. જો કે, ધીરુભાઇ અંબાણીના કેટલા ભાઈઓ હતા અને પરિવાર આજકાલ શું કરે છે તે વિશે બહુ ઓછા લોકો જાણે છે. આવી સ્થિતિમાં, અમે અહીં ધીરુભાઇ અંબાણીના ભાઈઓ અને તેમના પરિવાર વિશેની માહિતી પણ આપી રહ્યા છીએ. આવો જાણીએ શું કરે છે રિલાયન્સ કંપનીનો પાયો નાખનારા ધીરુભાઈ અંબાણીના બે સગા ભાઈઓ અને તેમના સંતાનો? કઈ સ્થિતિમાં રહે છે અને કેવું જીવે છે જીવન?

ધીરુભાઇ અંબાણીના પિતાનું નામ હીરાચંદ ગોરધનભાઇ અંબાણી હતું. તે વ્યવસાયે શિક્ષક હતા. ધીરુભાઇ અંબાણીના માતાનું નામ જમનાબેન હતું. તે ગૃહિણી હતા. ધીરૂભાઇ અંબાણીને ચાર ભાઇ-બહેન હતાં. તેમના ભાઈઓના નામ રમણીકભાઇ અને નાથુભાઇ હતા, જ્યારે તેમની બહેનોનાં નામ ત્રિલોચનાબેન અને જસુમતીબેન હતું.

રમણીકભાઇ અને તેમનો પરિવાર
રમણીકભાઇ, જે ધીરુભાઇ અંબાણીના મોટા ભાઇ હતા, પદ્માબેન સાથે તેમણે લગ્ન કર્યા હતા. વિમલ અંબાણી રમણીકભાઇ અંબાણીના પુત્ર છે, જેમના નામ પર અમદાવાદ નજીક નરોડા ખાતે વર્ષ 1970માં વિમલ બ્રાન્ડની શરૂઆત કરવામાં આવી હતી. તેની સ્થાપનામાં વિમલ અંબાણીના પિતા રમણીકભાઇની મહત્વની ભૂમિકા હતી. વર્ષ 2014 સુધી તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડનો ભાગ પણ હતા.

રમણિકભાઇ 90 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી બોર્ડમાંથી હટ્યા ત્યારે મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીને તે પછી બોર્ડમાં શામેલ કરવામાં આવ્યા. 28 ઓગસ્ટે રમણિકભાઇએ વિશ્વને વિદાય આપી હતી. રમણિકભાઇ અને પદ્મબેનને ત્રણ પુત્રી અને એક પુત્ર છે. તેમની પુત્રીઓનાં નામ નીતા, મીના અને ઇલા છે, જ્યારે તેમના પુત્રનું નામ વિમલ અંબાણી છે. વર્ષ 2001માં રમણીકભાઇનાં પત્ની પદ્મબેનનું નિધન થયું હતું. ત્યારબાદ રમણીકભાઇ તેમના બાળકો અને પૌત્રો સાથે રહેતા હતા.

વિમલ અંબાણી કરોડોનો બિઝનેસ કરે છે
વિમલ અંબાણી ટાવર ઓવરસીઝ લિમિટેડની જવાબદારી સંભાળી રહ્યા છે. કંપની રીઅલ એસ્ટેટ રોકાણ તેમજ સ્ટાર્ટઅપ રોકાણો અને સ્ટોક બ્રોકરેજ ક્ષેત્રે કામ કરી રહી છે. વિમલ અંબાણી અગાઉ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કાપડ વિભાગના ચીફ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. ટાટા ઓવરસીઝ ઉપરાંત વિમલ અંબાણી પણ અનેક કંપનીઓ સાથે સંકળાયેલા છે.

તેઓ સિંટેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટરનું પદ પર છે, જે ટેક્સટાઇલ અને લેધર ગુડ્સનું કામ કરે છે. વિમલ અંબાણીએ સોનલ અંબાણી સાથે લગ્ન કર્યા હતા, તેમને અમર અંબાણી નામનો પુત્ર અને અંજલિ અંબાણી નામની પુત્રી છે. બંને હાલમાં અભ્યાસ કરે છે.

વિમલ અંબાણીની બહેનનું નામ ઇલા અંબાણી છે, જેણે રાજનેતા સૌરભ પટેલ સાથે લગ્ન કર્યા છે. સૌરભ પટેલ ગુજરાત સરકારમાં કેબીનેટ પ્રધાનની જવાબદારી સંભાળી રહ્યા છે.

નથુભાઇ અંબાણી અને તેમનો પરિવાર
ધીરુભાઇ અંબાણીના નાના ભાઈનું નામ નથુભાઇ અંબાણી છે. તેમણે સ્મિતાબેન સાથે લગ્ન કર્યાં હતાં. નાથુભાઇ અંબાણીના પુત્ર વિપુલ નથુભાઇ અંબાણી છે. વર્ષ 2009માં તેમણે પ્રીતિ અંબાણી સાથે લગ્ન કર્યા. વિપુલ અને પ્રીતિ ઘણી કંપનીઓમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે કામ કરી રહ્યા છે.

આમ, વિપુલ એક કેમિકલ એન્જિનિયર પણ છે. વિપુલે યુનિવર્સિટી ઓફ મેસાચુસેટ્સમાંથી પોતાનો અભ્યાસ કર્યો છે. વિપુલએ કારકિર્દીની શરૂઆત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની પ્રોજેક્ટ એન્ડ ઈન્ડસ્ટ્રીયલ એન્જીનિયરિંગ ગ્રુપથી કરી હતી. મેનેજિંગ ડિરેક્ટરની પોસ્ટમાં, તેમણે આ કંપનીમાં પોતાની જવાબદારીઓ ખૂબ સારી રીતે નિભાવી હતી. ત્યારબાદ વિપુલે ટાવર કેપિટલ એન્ડ સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડના નામે પોતાની એક કંપની બનાવી.

આમ, ધીરુભાઇ અંબાણીએ વ્યવસાયની દુનિયામાં જે પદ પ્રાપ્ત કર્યું અને તેમણે જે નામ બનાવ્યું, તેના ભાઈઓ તે પ્રકારનું પદ પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયા. આ જ કારણ છે કે દરેક લોકો તેમના ભાઈઓના નામ જાણતા નથી, પરંતુ લગભગ દરેક જણને આજે ધીરુભાઇ અંબાણીનું નામ ખબર છે.

error: Content is protected !!