કિશન ભરવાડની હત્યા મામલે લોક સાહિત્ય કલાકારો આકાર પાણીએ જાણો કોણે શું કહ્યું?

ધંધૂકામાં માલધારી સમાજના યુવક કિશન ભરવાડની હત્યાનો રોષ ધીમે ધીમે આખા ગુજરાતમાં પ્રસરી રહ્યો છે. ગુજરાતમાં લોકો ઠેર-ઠેર રેલી અને બંધ પાળીને પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. આ હત્યાના પડઘા હવે ગુજરાતની બહાર પણ પડ્યા હતા. ગઈકાલે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે ફેસબૂક પર પોસ્ટ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

હવે આ હત્યામાં ગુજરાતના લોક કલાકારોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. લોક સાહિત્યકાર માયાભાઈ આહીર, રાજભા ગઢવી અને દેવાયત ખવડએ આકાર પાણીએ વાત કરી હતી.

માયાભાઈ આહિર: માયાભાઈ આહિરે જણાવ્યું હતું કે, કિશન હત્યાકાંડને વખોડી કાઢી હતી અને અમે કિશન ભરવાડના પરિવારની સાથે છીએ અને હંમેશા સાથે રહીશું. હત્યારાઓને કડકમાં કડક સજા કરવા માટેની પણ માંગ કરી છે. કિશન માત્ર ભરવાડનો દીકરો નહોતો સમગ્ર હિન્દુસ્તાનનો લાડકવાયો દીકરો હતો.

દેવાયત ખવડ: લોકસાહિત્યકાર દેવાયત ખવડે પણ સમગ્ર ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. દેવાયત ખવડે સોશિયલ મીડિયામાં પોતાનો વીડિયો અપલોડ કરી જણાવ્યું હતું કે, ભરવાડ પરિવારને ન્યાય અપાવવા સર્વ સમાજ એક થાય. હિન્દુ સંસ્કૃતિના રક્ષણ માટે જ્ઞાતિના વાદ દૂર કરી સૌને એક થવા અપીલ કરું છું. આ દેશ પણ નબળો નથી અને આ દેશનો દેવ પણ નબળો નથી. કુરુક્ષેત્રના મેદાનમાં પણ ભગવાન કૃષ્ણએ જ નારો લગાવ્યો હતો. જરૂર પડ્યે આપણે શાસ્ત્રો અને શસ્ત્રનો ઉપયોગ કરી આગળ વધવાની તૈયારી દાખવી જ્ઞાતિ-જાતિ ભૂલી હિન્દુ થઇ ખભે ખભો મિલાવી આગળ વધીશું.

રાજભા ગઢવી: ભારતની અખંડતા તોડવા માટે ઘણ વાર પ્રયત્નો કરવામાં આવ્યા છે, તેમ છતાં પણ બધા નિષ્ફળ રહ્યા છે. રાજભા ગઢવીએ ગુજરાત પોલીસ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીનો પણ આભાર માન્યો હતો કે તેમણે ગણતરીના સમયમાં આરોપીઓની ધરપકડ કરી લીધી. રાજભાએ આગળ કહ્યું કે વિધર્મીઓ દ્વારા અશાંતિ રૂપી બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો છે, પણ પોલીસ દ્વારા સરસ કામગીરી કરવામાં આવી રહી છે અને આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લેવામાં આવ્યા છે.

રાજભા ગઢવીએ આગળ કહ્યું કે હવે આપણે બધાએ એક થવું પડશે. અને આપણા નામમાં પણ ભારતીય લખવું પડશે.આ ઉપરાંત તેમણએ અન્ય સમાજના આગેવાનોને પણ આગળ આવવા જણાવ્યું હતું અને તેમેના સમાજની અંદર જે લોકો અશાંતિ ફેલાવી રહ્યા છે તેમને રોકવા રાજભાએ અપીલ કરી હતી.

હેમંત ચૌહાણ: જાણીતા ભજનિક હેમંત ચૌહાણે જણાવ્યું હતું કે, ધંધૂકામાં ઘટના બની છે તે ખૂબ જ દુઃખદાયી છે. કિશનભાઈ ભરવાડના પરિવારને હું આશ્વાસન આપું છું, કિશનભાઈના આત્માને ભગવાન શાંતિ આપે તેવી મારી પ્રાર્થના છે. સરકાર પણ આ બાબતમાં ઝડપી પગલા લે તેવી મારી વિનંતી છે. પોલીસે હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવી જોઇએ.

error: Content is protected !!