મૃતક કિશન ભરવાડનો FB પોસ્ટ બાદ માંફી માગતો વિડીયો થયો વાયરલ, જાણો શું કહ્યું હતું કિશને?

ગુજરાતનાં ધંધૂકા શહેરના કિશન શિવાભાઈ બોળિયા (ભરવાડ) યુવકની હત્યાનાં કેસમાં એક પછી એક અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે, ત્યારે ફરી એકવાર સોશિયલ મીડિયા પર કિશન ભરવાડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સૂત્રોના મુજબ જણાવ્યા મુજબ કિશન ભરવાડે FBમાં (સોશિયલ મીડિયા) અન્ય ધર્મની લાગણી દુભાઈ હોય એવો વીડિયો પોસ્ટ કર્યો હતો અને આજ કારણે બે શખ્સો દ્વારા કિશન ભરવાડને શબક શિખવવા તેની હત્યા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ધંધૂકાના કિશન ભરવાડને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો, જેને પગલે શહેરમાં અજંપાભરી સ્થિતિ સર્જાતાં જોતજોતાંમાં લોકોનાં ટોળેટોળાં ઊતરી પડ્યાં હતાં અને શહેર સંપૂર્ણપણે બંધ થઇ ગયું હતું. આ ઘટના પગલે શહેરના જિલ્લાની પોલીસનાં ધાડેધાડાં ઉતારી દેવામાં આવ્યાં હતાં. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે. આ હત્યા અંગે ધંધૂકા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આરોપીને શોધવા જિલ્લા પોલીસવડા અને ડી.વાય.એસ.પી દ્વારા જુદી જુદી સાત ટીમ બનાવી હત્યારાઓને શોધવા ચારેતરફ પોલીસની ટીમ રવાના કરી દેવામાં આવી હતી

આ ઘટનાની સૌથી દુઃખની વાત તો એ છે કે માત્ર 20 દિવસની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. આ ઘટનાની જાણ થતાં જ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પરિવારની રુબરુ મુલાકાત લીધી હતી તેમજ મૃતક યુવકને પુષ્પાંજલી અપર્ણ કરી અને કહ્યું હતું કે હું ઝડપી ન્યાયની ખાતરી આપું છું. અને ગુજરાતમાં બીજી વખત આવી ઘટના ન બને તેવી કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવશે અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

હાલમાં જ સોશિયલ મીડિયામાં પર મૃતક યુવાન કિશન ભરવાડની હત્યા બાદ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કિશન ભરવાડ કહી રહ્યો છે કે ફેસબુકમાં મે વિડીયો અપલોડ કર્યો અને તેના લીધે કોઈની લાગણી દુભાઈ હોય તો હું માંફી માંગું છું અને દિલગીરી છું. કિશન ભકવાડની માફી માંગવા છતાં પણ આરોપીઓ દ્વારા તેમની ક્રૂરતા પૂર્વક હત્યા કરવામાં આવી છે, ગુજરાતમાં આ શરમજનક ઘટના બની કહેવાય કે માત્ર એક વિડિયોના લીધે કોઈ વ્યક્તિનો પોતાનો જીવ ગુમાવ્યો હોય. ત્યારે ખરેખર જાણીને દુઃખ થાય છે.

મિડીયા અહેવાલો અનુસાર મૃતક યુવાન કિશન ભરવાડની હત્યા કરવાનું કાવતરું ઘડનારો મૌલવી ઝડપાઈ ગયો છે. ધંધૂકા પોલીસે મૌલવી ઐયુબ જાવરવાલાની ધરપકડ કરી છે. આ પહેલાં પોલીસે કિશન પર ફાયરિંગ કરનારા બે આરોપીની ધરપકડ કરી હતી. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ યુવાનોની અંદર કટ્ટરપંથીપણાનું ઝેર ભરનારા મૌલવીની અમદાવાદમાંથી ધરપકડ કરાઈ છે. એક રિવોલ્વર અને પાંચ કારતૂસ આ મૌલવીએ યુવાનોને આપ્યાં અને આ રિવોલ્વર વડે કિશનની હત્યા કરવામાં આવી હતી.

ઉચ્ચ પોલીસ અધિકારી મુજબ, મૌલવીએ હત્યારાઓને આર્થિક મદદ કરી હોવાની સાથે અન્ય મદદ પણ કરી હતી. યુવકની હત્યા માટે પ્રી-પ્લાન હતી તેમજ હત્યારાને મદદ કરવા માટે આગોતરું આયોજન હતું અને મૃતક યુવકની ટિપ પણ આપી હતી. આરોપીની પૂછપરછમાં બે મૌલવીની વાત સામે આવી છે, આ યુવાનોની અંદર કટ્ટરપંથીપણાનું ઝેર ભરનારા એક મૌલવીની અમદાવાદમાંથી ધરપકડ કરાઈ છે. હવે આ કેસમાં વધુ ચોંકાવનારી વિગત સામે આવે એવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, ધંધૂકા શહેરના સુંદરકૂવા વિસ્તારમાં 25 જાન્યુઆરીના સાંજના સમયે કિશન શિવાભાઈ બોળિયા (ભરવાડ) પર બાઈક પર આવેલા બે શખસ ફાયરિંગ કરી નાસી છૂટ્યા હતા. આ ઈજાગ્રસ્ત કિશનને RMS હોસ્પિટલ ખાતે લઇ જવાતાં ડોકટરે તેને મૃત ઘોષિત કર્યો હતો. આ હત્યાને પગલે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં અને શહેરની દુકાનો ટપોટપ બંધ થઇ ગઈ હતી.

આ હત્યાને પગલે મૃતક યુવાનનાં પરિવારજનોએ જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની જાહેરાત કરતાં સંતો, મહંતોના કહેવાથી પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો. જ્યારે આ મૃતક યુવકની સ્મશાનયાત્રામાં ઠેરઠેરથી હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને હત્યારાને તાત્કાલિક ઝડપી તેમની સામે કાર્યવાહીની માગ કરી હતી.

error: Content is protected !!