કિંજલ દવે બાદ કીર્તિદાન ગઢવીનો ધમાકો, બર્થડે પર પત્નીએ ગિફ્ટ કરી ખૂબ જ સુંદર અને કરોડોની લક્ઝુરિયર્સ કાર, કીર્તિદાન થઈ ગયા ભાવુક

પોતાના સૂરથી આખા ગુજરાતને ઘેલું લગાવનાર ડાયરાકિંગ કીર્તિદાન ગઢવીનો બર્થડે ગઈ કાલે એટલે કે 23 ફેબ્રુઆરી હતો. કિર્તીદાન ગઢવીનો જન્મ 23 ફેબ્રુઆરી 1975ના દિવસે આણંદ જિલ્લાના વાલોર ગામમાં થયો હતો. કીર્તિદાન ગઢવીને તેના બર્થડે પર પત્ની સોનલે કીર્તિદાનને શાનદાર કાર toyotavellfire કાર ગિફ્ટ કરી છે. ગુજરાતમાં ગણ્યા ગાઠ્યા લોકો પાસે જ આ કાર હશે. આ કારની અંદાજિત કિંમત 1 કરોડ રૂપિયા જેટલી છે.

આ કાર લૂકમાં ખૂબ જ રીચ છે. એક મહિનાની અંદર ત્રીજા સિંગર્સે બાન્ડ ન્યુ કાર ખરીદી છે. આ પહેલાં જીજ્ઞેષ કવિરાજ અને કિંજલ દવેએ મર્સિડિઝ કાર ખરીદીને ધમાકો મચાવ્યો હતો.

કીર્તિદાન ગઢવીએ પરિવાર સાથે એકદમ સાદાઈથી જન્મ દિવસ ઉજવ્યો હતો. રાજકોટ સ્થિત તેમના ઘરમાં કીર્તિદાને પરિવારના લોકોની હાજરીમાં જન્મ દિવસ ઉજવ્યો હતો. આ સમયે તેમણે પુત્રો ક્રિષ્ના અને રાગ અને પત્ની સોનલ ગઢવીને કેક ખવડાવી હતી.

કીર્તિદાનના બર્થ-ડે નિમિત્ત જીજ્ઞેશદાદાએ ઘરે પધારીને તેમને આશીર્વાદ આપ્યા હતા. પતિ કીર્તિદાનના બર્થડે પર પત્ની સોનલે ખૂબ જ કિંમતી અને શાનદાર કાર ગિફ્ટ કરી છે.

જણાવી દઈએ કે પત્ની સોનલ ગઢવીએ કીર્તિદાન ગઢીવીને TOYOTAVELLFIRE કાર ગિફ્ટ આપી છે. પત્નીએ ખૂબ જ સુંદર કાર ગિફ્ટમાં આપતાં કીર્તિદાન પણ ગદગદિત થઈ ગયા હતા. કીર્તિદાન ગઢવીએ પોતાના ઘરની બહાર કાર ઉભી રાખી તસવીરો પણ પડાવી હતી.

કીર્તિદાનના પત્ની અને પરિવારે બાન્ડ ન્યુ કાર પર ચાંદલા કરી પૂજા કરી હતી. વ્હાઈટ કલરની અલગ જ ડિઝાઈનની કાર કીર્તિદાન ગઢવીની પર્સનાલિટી સાથે મેચ થતી હતી. નોંધનીય છે કે કીર્તિદાન ગઢવી પાસે પહેલાંથી મર્સિડિઝ, ફોર્ચ્યુનર જેવી એકથી એક ચડિયાતી કાર છે.

કીર્તિદાનને ગિફ્ટમાં મળેલી TOYOTAVELLFIRE કારની ડિઝાઈન યુનિક છે. આ કારની ઓન રોડ અંદાજિત કિંમત 1 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. આ સેવન સિટર ફેમિલી કાર છે. અંદર ખૂબ જ સ્પેસ એ આ કારની ખાસિયત છે. આ કારની લંબાઈ અંદાજે 16 ફુટ છે .

કીર્તિદાનની આજની સફળતામાં વર્ષોનો સંઘર્ષ છૂપાયેલો છે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે, સુખમાં બાળક મોડું મોટું થાય છે પણ દુઃખમાં વહેલું મોટું થઈ જાય છે. મેં એટલો સંઘર્ષ કર્યો છે કે મારી જગ્યાએ કોઈ બીજો કલાકાર હોત તો આ ફિલ્ડ છોડીને જતો રહ્યો હોત.

કીર્તિદાને જીવનના ખૂબ સંઘર્ષ કર્યો છે. કિર્તીદાન ગઢવીનો જન્મ 23 ફેબ્રુઆરી 1975ના દિવસે આણંદ જિલ્લાના વાલોર ગામમાં થયો હતો. તેમણે 12મું પાસ કર્યાં બાદ વલ્લભ વિદ્યાનગર ખાતે પોતાની કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.

ત્યાર બાદ કિર્તીદાન ગઢવી સંગીતની તાલીમ માટે એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ માટે ગયા હતા. સંગીતની તાલીમ લીધા બાદ તેમણે એક મ્યુઝિકલ કોલેજમાં નોકરી પણ કરી હતી બાદમાં ઈશુદાન ગઢવી સાથે બે વર્ષ સુધી અલગ અલગ લોકડાયરામાં નાના મોટા કાર્યક્રમો પણ કર્યા હતા.

આજે કીર્તિદાન ડાયરા કિંગ તરીકે ઓળખાય છે. અમુક ગીત અમુક કલાકારો માટે બનેલા હોય છે. એ જ રીતે ‘મોગલ છેડતાં કાળો નાગ’ એ કીર્તિદાનનું બ્રાન્ડ સોંગ ગણાય છે. બોલિવૂડ મ્યુઝિક ડિરેક્ટર સચીન-જીગરના ‘લાડલી’ આલ્બમમાં કીર્તિદાનના અવાજને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.

વાત કરીએ કીર્તિદાનને પરિવારની તો કીર્તિદાનને પત્ની સોનલ, અને બે પુત્રો ક્રિષ્ના અને રાગ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ડાયરાના વધુ પોગ્રામના કારણે કીર્તિદાન બાદમાં રાજકોટ શિફ્ટ થયા હતા. કીર્તિદાન ગુજરાતી લોકસાહિત્યને વધુ આગળ લઈ જવા માગે છે. તેમણે કહ્યું હતું કે જે રીતે પંજાબી અને અન્ય પ્રાદેશિક લોકસાહિત્યને દુનિયા સાંભળે છે, એ જ રીતે તેઓ ગુજરાતી લોકસાહિત્યને આગળ લઈ જવા ઈચ્છે છે.

error: Content is protected !!