કીર્તિ પટેલે ફરી એકવાર લખણ ઝળકાવ્યા, ગોવાથી સુરત આવતી ફ્લાઈટમાં એર હોસ્ટેસ ગાળો ભાંડી ઢીબી નાખી

સુરતની કીર્તિ પટેલ થોડા સમય પહેલા ટિકટોકથી ફેમસ થઈ હતી. કીર્તિ પટેલ ફરી વિવાદમાં સપડાઈ છે. ગઈકાલે અમદાવાદની યુવતીએ માર માર્યાની ફરિયાદ નોંધાવ્યા બાદ આજે ફરી એરહોસ્ટેસ પર હુમલો કરી કીર્તિ પટેલે ફરી લખણ ઝળકાવ્યા છે. સુરતમાં સોશિયલ મીડિયાની સ્ટાર કીર્તિ પટેલ પર ડુમસ પોલીસે એરહોસ્ટેસ પર હુમલો અને ધમકી આપવાના પ્રકરણમાં ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ગોવાથી સુરત આવતી ફ્લાઇટમાં મહિલા ક્રુ મેમ્બર સાથે માસ્ક ન પહરવાને લઈ ઝગડો કરી કીર્તિ પટેલે મારા મારી કરતા એર હોસ્ટેસ ઘવાય હોવાનું પણ જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, બે વર્ષ પહેલા કીર્તિ પટેલ પુણામાં હત્યાના પ્રયાસમાં લાજપોર જેલમાં જઈ આવી છે.

કીર્તિ પટેલ ટિકટોકથી સોશિયલ મીડિયામાં સ્ટાર બની હતી. કીર્તિ પટેલ સામે અગાઉ પણ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનાઓમાં કીર્તિ પટેલે પોલીસને પોતાનો જવાબ પણ લખાવ્યો છે.

એટલું જ નહીં પણ ગોવા-સુરત-જયપુર ફ્લાઈટમાં તમામ મુસાફરો સામે થયેલા અપમાનને લઈ એરહોસ્ટેસ એ જયપુરથી સુરત આવી નોકરી પરથી રાજીનામું પણ આપી દીધું હોવાની ચર્ચાઓ આવી રહી છે. જોકે હાલ ડુમસ પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે.

એપી સોમૈયા (પીઆઇ ડુમસ) એ જણાવ્યું હતું કે ઘટના બાદ એરહોસ્ટેસની ફરિયાદ દાખલ કરી છે. તપાસ PSI PK રાઠોડને સોંપાય છે. ચોક્કસ તપાસમાં જે કંઈ પણ બહાર આવશે એટલે કાયદેસરની કાર્યવાહી કરીશું.

થોડા સમય પહેલા ટિકટોક સ્ટાર તરીકે જાણીતી બનેલી સુરતની કીર્તિ પટેલનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. અમદાવાદની એક યુવતીએ કીર્તિ પટેલ સામે લોખંડની પાઈપથી માર માર્યો હોવાની ગત રોજ ફરિયાદ સેટેલાઈટ પોલીસમાં નોંધાવી હતી. હવે આ સમગ્ર મામલે પોલીસે કીર્તિ પટેલ તથા તેના બે સાથીદારો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

બે વર્ષ પહેલા ટિકટોક સ્ટાર કીર્તિ પટેલનો એક ઘુવડ સાથેનો ટિકટોક વિડ્યો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. વાઈલ્ડ લાઈફ પ્રોટેકશનમાં આવતુ સંરક્ષિત વન્ય જીવ ઘુવડ સાથે રમત કરતા વીડિયો બનાવીને ટીકટોક પર મૂક્યો હતો.

જેના પગલે સુરત વન વિભાગ દ્વારા 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેની રસીદ સાથેનો વીડિયો પણ કિર્તી પટેલે બનાવી સોશિયલ મીડિયામાં મૂક્યો હતો.

બે વર્ષ પહેલા પહેલા કિર્તી પટેલે ઘોડા પર બેસીને એક વીડિયો બનાવ્યો હતો જેમાં તેણીએ કહ્યું કે, છે કોઇ મરદનો દીકરો કે, હું ઘોડા પર બેસીને આવું અને તે હાથી પર બેસીને મારી સાથે લગ્ન કરવા આવે?

તેણીના આ વીડિયો બાદ વિવાદ સર્જાયો હતો અને ઘણા બધા લોકોએ તેનો વિરોધ કર્યો હતો તો વળી કેટલાકે તેની નિંદા પણ કરી હતી. ત્યારે કિર્તી પટેલે ઘુવડ સાથે વીડિયો બનાવતા તે પણ વિવાદનું કારણ બન્યો છે અને કેટલાક એનિમલ લવર્સે તેણીની સામે કાર્યવાહી કરવા માટે માગણી કરી છે.

error: Content is protected !!