કિંજલ દવેએ ખરીદી મર્સિડિઝ કાર, હવે આ સુપર લક્ઝુરિયર્સ કારમાં પાડશે વટ, જુઓ તસવીરો

ગુજરાતની ફેમસ સિંગર કિંજલ દવેએ ફરી ધમાકો મચાવ્યો છે. કિંજલ દવે નામ જ કાફી છે. ભાગ્યે જ કોઈ એવો ગુજરાતી હશે જે કિંજલ દવેને નહીં ઓળખતો હોય. ત્રણ વર્ષ પહેલાં ‘ચાર ચાર બંગડીવાળી’ ગીત ગાઈને રાતોરાત ગુજરાતીઓના દિલમાં વસી ગયેલી કિંજલનું જીવન ખૂબ સંઘર્ષમય વીત્યું છે. હવે સૌથી મોંઘી કાર ખરીદીને ફરી ચર્ચા જગાવી છે. નોંધનીય છે કે કિંજલ દવેએ દોઢ વર્ષ પહેલાં ઓક્ટોબર 2020માં કિયા કંપનીની સેલ્ટોસ કાર ખરીદી હતી.

ગુજરાતની ફેમસ સિંગર કિંજલ દવેએ ફરી ધમાકો મચાવ્યો છે. કિંજલ દવેએ સફેદ કલરની મર્સિડિઝ કાર ખરીદી છે. કિંજલ દવે એ સોશ્યલ મીડિયા સ્ટેટ્સમાં મર્સિડિઝ કારની એક તસવીર મૂકી છે. તેમજ પોતાના ફેસબુક પેજ પર તેની તસવીરો શેર કરી છે. તેમજ કિંજલ દવેના પતિ લલિત દવેએ પણ ન્યુ કારની તસવીરો સોશિયલ મિડીયામાં શેર કરી છે. ચાહકો તેમની શુભકામના પાઠવી રહ્યા છે.

કિંજલ દવેએ તેના સોશ્યલ મીડિયા સ્ટેટ્સમાં પિતા લલિતભાઈ દવે નવી મર્સિડિઝ કાર ચલાવતા હોય એવો વીડિયો પણ પોસ્ટ કર્યો છે. કારને ફુલોનો નવો હાર પહેરાવવામાં આવ્યો છે. લક્ઝુરિયર્સ કાર ચલાવવાની ખુશી લલિતભાઈના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે. જોકે હજી કિંજલ દવે પરિવાર તરફથી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે કિંજલ દવેએ થોડા દિવસ પહેલા તેના સ્ટેટ્સમાં mercedes GLS #added કરીને એક કારનો પોસ્ટ કર્યો છે. જેના કારણે ફેન્સ કિંજલ દવેએ આ કાર ખરીદી હોવાનું અનુમાન લગાવી રહ્યા હતા. mercedes GLS કારની કિંમત અંદાજે સવા કરોડ રૂપિયા જેટલી થવા જાય છે.

દોઢ વર્ષ પહેલાં ખરીદી હતી કિયા સેલ્ટોસ
નોંધનીય છે કે કિંજલ દવેએ દોઢ વર્ષ પહેલાં ઓક્ટોબર 2020માં કિયા કંપનીની સેલ્ટોસ કાર ખરીદી હતી. બ્લેક કલરની આ કાર કિંજલ દવે તેના પિતાને ગિફ્ટ કરી હતી. આ કારની કિંમત 18 લાખ આસપાસ છે. આ પહેલાં કિંજલ દવે પાસે ઈનોવા કાર હતી.

જીજ્ઞેશ કવિરાજે પણ 10 દિવસ પહેલાં ખરીદી હતી મર્સિડિઝ કાર
ઉલ્લેખનીય છે કે 10 દિવસ પહેલા સિંગર જીજ્ઞેશ કવિરાજે પણ મર્સિડિઝ કાર ખરીદી હતી. ખુદ જીજ્ઞેશ કવિરાજે પોતાા સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર નવી કારની તસવીરો પોસ્ટ કરી હતી. પરિવારે નવી કાર સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. તો એ પણ જાણીતું છે કે જીજ્ઞેશ કવિરાજે બે વર્ષ પહેલા ફોર્ચ્યુનર ખરીદી હતી.

તાજેતરમાં જ સિંગર કિંજલ દવે મંગેતર પવન જોષી સાથે મુંબઈ ગઈ હતી. તેઓ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટ પર પણ ગયા હતા. પવન જોષીએ સો.મીડિયામાં દિલીપ જોષી (જેઠાલાલ) સાથેની તસવીર શૅર કરી હતી.

કિંજલ દેવની સાથે તેનો ભાઈ આકાશ દવે પણ જોવા મળ્યો હતો. ત્રણેય સિરિયલમાં ગડા હાઉસ એટલે કે જેઠાલાલના ઘરે ગયા હતા અને હિંચકા પર બેસીને ફોટો પડાવ્યો હતો.

કિંજલ દવેનું ફિલ્મમાં કામ કરવાનું સપનું છે. કિંજલ યુટ્યૂબ પર પણ સક્રિય છે. કિંજલને ચહેર માતાજી અપાર શ્રદ્ધા છે. તે ગામડે આવેલા ચહેર માતાજીના મંદિર અવાર-નવાર દર્શન કરવા જાય છે. લાખો ચાહકોના દિલમાં રાજ કરનાર કિંજલ દવેએ એપ્રિલ 2018માં પવન જોશી સાથે સગાઈ કરી હતી.

કિંજલ દવેનો જન્મ વર્ષ 1999માં ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. હાલ અમદાવાદમાં રહેતા કિંજલના પિતા લલીતભાઈ એક સમયે હિરા ઘસવાનું કામ કરતાં હતા. કિંજલના પિતાને હિરા ઘસવામાંથી જે આવક થતી તેમાંથી ઘરનું ગુજરાન ચાલતું હતું. આખો પરિવાર એક રૂમ રસોડાવાળા મકાનમાં રહેતો. ગરીબી એટલી હતી કે ઘરમાં આખા દિવસમાં 200 ગ્રામ દૂધ આવતું, જેમાંથી બે વાર ચા બનતી.

પવન મૂળ પાટણ જિલ્લાના સરિયદ ગામનો વતની છે. કિંજલના મંગેતર પવન જોષીના પિતાનો બિઝનેસ બેંગલુરુમાં હોવાથી વર્ષો સુધી તે ત્યાં જ રહ્યો હતો. પરંતુ છેલ્લા બે વર્ષથી તે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રહે છે. પવન જોષીને મોડેલિંગ ફોટોનો બહુ શોખ છે.

કિંજલ દવેએ 100થી વધુ ગુજરાતી આલ્બમમાં પોતાનો અવાજ આપ્યો છે. કિંજલના દરેક ગીત યુટ્યૂબ પર રેકોર્ડબ્રેક વ્યૂ મેળવે છે. તેના વીડિયો જોનારાની સંખ્યા લાખોમાં હોય છે. કિંજલ દવે ગુજરાત બહાર પણ સ્ટેજ પોગ્રામ કરી પોતાના અવાજના જાદૂથી ગુજરાતીઓમાં આકર્ષણ ઉભું કર્યું છે. કિંજલ દવે આ વર્ષે અથવા આવતા વર્ષે લગ્ન કરે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. દિવસેને દિવસે કિંજલ દવેની લોકપ્રિયતા વધી રહી છે.

કિંજલ દવેના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેણે છેલ્લે ‘જીવી લે’ સોંગ ગાયું હતું. નોંધનીય છે કે 2018માં કિંજલે ‘દાદા હો દીકરી’થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. 2019માં તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ હતી.

error: Content is protected !!