ગરીબ ખેડૂતનો દિકરો કોન્સ્ટેબલથી સીધો જ બની ગયો IPS ઓફિસર, પિતાની આંખમાથી હરખના આંસુ સરી પડ્યા

રાજસ્થાનઃ એક કોન્સ્ટેબલ જે 10 પાસ પર ભરતી કરવામાં આવે છે જ્યારે એક આઇપીએસ ઓફિસર બનવા માટે ગ્રેજ્યુએશન અને વર્ષોની તૈયારીનો સમય લાગે છે. આવું અમે તમને એટલા માટે જણવી રહ્યાં છીએ કે કારણ કે એક એવી વ્યક્તિની કહાની સામે આવી છે જે પોલીસ સેવામાં ભરતી તો કોન્સ્ટેબલ પદ પર થયો હતો પરંતુ તેનું લક્ષ્ય બીજું જ કંઇક હતું. આ યુવાએ પોતાની મહેનત અને લગનના જોરે IPS ઓફિસરનું પદ મેળવી લીધું.

કોન્સ્ટેબલની નોકરી કરતાં કરતાં જ તેણે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું પછી UPSCની પરીક્ષા આપી. અમે વાત કરી રહ્યાં છીએ રાજસ્થાનના વિજય સિંહ ગુર્જરની જેઓએ 2018ની UPSC પરીક્ષાને પાસ કરી IPS કેડર મેળવ્યું હતું. પરંતુ આ એટલું સરળ પણ ન હતું. તેઓ ભણવામાં સામાન્ય હતા આથી તેઓનું કહેવું છે કે જો હું કરી શકું તો કોઇપણ કરી શકે છે.

વિજય સિંહ ગુર્જર રાજસ્થાનના ઝૂનઝૂનુ જિલ્લાના રહેવાસી છે. તેઓ પોતે સાધારણ ખેડૂત પરિવારમાંથી આવે છે. તેઓએ મહેનત કરી દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલના પદ પર પોતાના પરિવારમાંથી પ્રથમ નોકરી કરનાર વ્યક્તિ બન્યા હતા. તેમનું શિક્ષણ ગામની જ સરકારી હિન્દી મીડિયમ સ્કૂલમાં થઇ હતી.

પિતા ખેતી કરી પરિવારનો ખર્ચ ચલાવતા હતા. પિતાના આ કામમાં વિજય પણ મદદ કરતાં હતા. તેઓ 4 વાગ્યે ઉઠી ખેતરોમાં કામ કરવા જતા હતા. પછી 7 વાગ્યે ઘરે પરત ફરી સ્કૂલ જતા હતા. તેમના ઘરની પરિસ્થિતિ સારી ન હતી. એવામાં તેઓએ ઉંટોને જોડવા માટે તાલિમ આપતાં હતા. તેઓ ઉંટને પુષ્કર મેળામાં વેંચવાનું પણ કામ કરતાં હતા જેનાથી ઘરનુ ગુજરાન ચાલતું હતું. પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેઓ 10માં ધોરણ બાદ વધુ શિક્ષણ મેળવી શક્યા નહીં અને નોકરીની શોધમાં લાગી ગયા.

જ્યારે તેઓ નોકરી શોધી રહ્યાં હતા ત્યારે સરકારી નોકરીની પણ તૈયારી કરી રહ્યાં હતા. તેમના એક મિત્ર દિલ્હી પોલીસમાં હતા જેણે જણાવ્યું કે દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલની ભરતી માટે ફોર્મ ભરવાનું શરૂ થયું તો તેઓએ એપ્લાય કર્યું અને તૈયારી શરૂ કરી. જેની તૈયારી માટે તેઓએ જીવ રેળી દીધો. જ્યારે પરીક્ષાનું પરિણામ આવ્યું તો તેઓ ખુબ જ સારા માર્ક્સ સાથે સિલેક્ટ થયા હતા.

વિજયએ સંસ્કૃત વિષય હતો જેના કારણે તેઓ પોતાને જ એક નબળા વિદ્યાર્થી સમજતા હતા. પરંતુ પ્રથમ પ્રયાસમાં જ તેઓએ દિલ્હી પોલીસની પરીક્ષા પાસ કરી તો પોતાની જાત પર વિશ્વાસ વધી ગયો. પરિવાર માટે કોન્સ્ટેબલની નોકરી પર એક મોટી નોકરી હતી. પરંતુ વિજય અહીં અટક્યા નહીં તેઓએ આગળ વધવાનું નક્કી કર્યું.

તેઓએ સબ ઇન્સ્પેક્ટર પદ માટે ફરી પરીક્ષા આપી અને સફળ થયા. ત્યારબાદ તેઓએ 2014માં યુપીએસસીની તૈયારી શરૂ કરી અને ચોથા પ્રયાસમાં જ પરીક્ષા પાસ કરી ઇનકમ ટેક્સ ઓફિસર બની ગયા. પરંતુ હજુ પણ તેઓ સંતુષ્ઠ ન હતા અને IAS બનવાનું ધ્યેય નક્કી કર્યું. 2017માં પોતાના પાંચમાં પ્રયાસમાં 574 રેન્ક મેળવ્યો.

ત્યારબાદ તેઓને ઇન્ડિયન પોલીસ સર્વિસ અલોટ કરવામાં આવી. કોન્સ્ટેબલથી સીધો જ IPS ઓફિસર બનતા પિતાની આંખમાથી હરખના આંસુ સરી પડ્યા હતા. પોતાની સફળતા માટે તેઓ પોતાના પિતાનો આભાર વ્યક્ત કરે છે જેઓએ વિપરીત પરિસ્થિતિઓમાં પણ તેઓને ભણાવ્યા. તેઓએ શિક્ષણ માટે ખુદને ક્યારેય નબળા ગણ્યા નહીં અને સતત આગળ વધતા ગયા. આજ તેઓની સફળતાનો મંત્ર પણ છે.

error: Content is protected !!