મંદિરેથી પરત આવતી સગીરાને છરીના ઘા મારી ને પતાવી દીધી, કારણ વાંચીને હચમચી જશો

ખેડાના માતરના ત્રાજમાં એકતરફી પ્રેમમાં પડેલા શખ્સે કિશોરીને જાહેરમાં રહેંસી નાંખી હતી. માતરના ત્રાજમાં કિશોરી બહેનપણીઓ સાથે મંદિરે દર્શન કરવા ગઇ હતી અને ઘરે પરત ફરતી વખતે તે કોલ્ડ્રિંક્સ લેવા માટે ઉભી રહી હતી. એ વખતે એકતરફી પ્રેમમાં પડેલો શખ્સ ત્યાં આવી પહોંચ્યો હતો અને કોઇ કંઇ સમજે એ પહેલા જ છરી લઇને કિશોરી પર તૂટી પડ્યો હતો. કિશોરીનું ગળું કાપ્યા બાદ હાથના ભાગે પણ છરીના ઘા ઝીંક્યા હતા.

સારવાર મળે એ પહેલાજ કિશોરીનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને આરોપીને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના પરિવારજનોએ હત્યારાને જાહેરમાં સજા થાય એવી માગ કરી છે. આ સમગ્ર હત્યા પાછળનું કારણ અકબંધ છે. પોલીસ સમગ્ર ઘટના મામલે તપાસ ચલાવી રહી છે.

આરોપી કિશોરીના એકતરફી પ્રેમમાં હતો
બનાવ અંગે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ જણાવ્યું છેકે, માતરના ત્રાજ ગામનો રાજુ ઉર્ફે રાજેશ પટેલે કાગળ કાપવાના કટરથી કૃપાને ગળાના ભાગેથી રહેંસી નાખી હતી અને હાથના ભાગે માર મારી મોત નીપજાવ્યું છે. આરોપી રાજુ ઉર્ફે રાજેશ પટેલની ભત્રીજી અને મૃતક કિશોરી બંને બહેનપણી હતી અને અવાર-નવાર ઘરે આવતી હતી. જે દરમિયાન સામાન્ય વાતચીત થતાં રાજેશ કિશોરીના એકતરફી પ્રેમમાં પડ્યો હતો.

કિશોરી રાજેશને ઇગ્નોર કરવા લાગી
પૂછપરછ દરમિયાન આરોપી રાજેશ પટેલે પોલીસને જણાવ્યું હતું કે, ભત્રીજી અને મૃતક કિશોરી બંને સાથે ભણતા હતા. નાનપણથી કિશોરી સાથે આરોપી પરિચયમાં હતો. છેલ્લા કેટલાક સમયથી કિશોરીને રાજેશ પટેલના બદ ઇરાદાને જાણ થઇ હતી અને આરોપીની ભત્રીજીના ઘરે આવવાનું પણ બંધ કર્યું હતું. કિશોરી ઘરે આવતી બંધ થતાં આરોપીને એવું લાગ્યું હતું કે તે તેને ઇગ્નોર કરી રહી છે તેથી આવેશમાં આવીને આ કૃત્યને અંજામ આપ્યો હતો. આ બાબતે આરોપીનો ઇન્ટ્રોગેશન હાલ ચાલુ છે અમારે ટીમ સંપૂર્ણપણે તપાસ કરી રહી છે અને પરિવારજનોને ન્યાય મળે તે રીતે કામગીરી ચાલુ છે.

લોહીનાં ખાબોચિયાં ભરાયાં
બુધવારની સમી સાંજે ગામમાં મંદિરથી બહેનપણીઓ સાથે 16 વર્ષીય કૃપા દર્શન કરી પરત ઘરે આવી રહી હતી. આ દરમિયાન બસ સ્ટેન્ડ પાસે આવેલી કોલ્ડ ડ્રિંક્સની દુકાને ઠંડું પીણું ખરીદવા ગઈ હતી. આ સમયે એકાએક ગામના 46 વર્ષીય રાજુ ઉર્ફે રાજેશ મગનભાઈ પટેલે કોઈ કારણસર કૃપાને કોઈ ધારદાર હથિયાર વડે ગળું કાપી નાખ્યું હતું.

આટલેથી ન અટકતાં તેણે હાથ પર છરીના ઘા માર્યા હતા લોહીથી લથપથ કિશોરી ગંભીર રીતે ઘવાઈ હતી. દુકાન પાસે જ લોહીનાં ખાબોચિયાં ભરાયાં હતાં. ઘટના બાદ આસપાસના લોકોએ હત્યારા રાજુને ઝડપી પાડી માતર પોલીસના હવાલે કર્યો છે. બીજી બાજુ કૃપા પટેલને સારવાર અર્થે ખેડા ખાતેની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ તેને સારવાર મળે એ પહેલાં જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

હત્યા પાછળનુ કારણ અકબંધ
બનાવના પગલે ગામમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક પોલીસ સહિત જિલ્લા પોલીસવડાનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. માતર પોલીસે ફરિયાદના આધારે રાજુ નામના શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ આ શખસે કયા કારણસર હત્યા કરી છે એ અકબંધ છે. પોલીસે આરોપીની પૂછપરછ કરી રહી છે. બીજી બાજુ હત્યારા શખસને જાહેરમાં સજા થાય એવી ગ્રામજનોએ માગ કરી છે.

આરોપીનું બેકગ્રાઉન્ડ
46 વર્ષિય શખ્સ રાજુ ઉર્ફે રાજેશ મગનભાઈ પટેલ પોતે પોતાની માતા સાથે રહે છે. ઉપરના માળે તેનો મોટોભાઈ રહે છે. થોડા વર્ષો અગાઉ રાજુ ઉર્ફે રાજેશ પટેલના ડિવોર્સ થઈ ગયા હતા. તેને સંતાનમાં કોઈ નથી. રાજુ ઉર્ફે રાજેશ નજીક આવેલી ખાનગી કંપનીમાં નોકરી પણ કરે છે. પરંતુ આવી ક્રૂર ઘટનાને અંજામ આપતા તેની માનસિકતા છતી થાય છે. એક તરફી આકર્ષણમાં દીકરીની હત્યા કરી દેતા સમગ્ર ગામ સહિત જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.

error: Content is protected !!