કેટરીના કૈફે હાથમાં મહેંદી લગાવીને સસરા સાથે ભાંગડા કર્યાં, વિકીએ પણ ઠુમકા લગાવ્યા, જુઓ તસવીરો

મુંબઈ: કેટરીના કૈફ તથા વિકી કૌશલે 9 ડિસેમ્બરના રોજ રાજસ્થાનના સવાઈ માધોપુરની હોટલ સિક્સ સેન્સમાં લગ્ન કર્યાં હતાં. કેટ-વિકીએ સૌ પહેલાં વેડિંગ પછી હલ્દી અને હવે મહેંદી સેરેમનીની તસવીરો શૅર કરી હતી. વિકી તથા કેટે ફેશન ડિઝાઇનર સબ્યસાચીના આઉટફિટ પહેર્યાં હતાં. કેટ-વિકીએ મહેંદી સેરેમનીની તસવીરો સો.મીડિયામાં શૅર કરી હતી.

કેટ-વિકીએ સો.મીડિયામાં તસવીરો શૅર કરી
કેટરીના તથા વિકીએ સો.મીડિયામાં મહેંદી સેરેમનીની તસવીરો શૅર કરી હતી. બંનેએ પંજાબી સોંગ ‘મહેંદી તા સજદી જે નચે સારા તબ્બર…’ કેપ્શનમાં આપ્યું હતું. કેટરીનાએ સસરા શામ કૌશલ સાથે ભાંગડા કર્યાં હતાં.

તસવીરોમાં કેટ-વિકીની મહેંદી સેરેમની….

હાલમાં માલદીવમાં હનીમૂન મનાવી રહ્યા છે
લગ્ન બાદ બંને જયપુર આવ્યા હતા અને અહીંથી દિલ્હી ગયા હતા. બંને દિલ્હી એટલા માટે ગયા હતા, કારણ કે એરપોર્ટ પર તેમને કોઈ ઓળખી ના જાય.

વિકી-કેટ 14 ડિસેમ્બર સુધી માલદીવમાં રહેશે. 15 ડિસેમ્બરથી કેટરીના કૈફ ‘ટાઇગર 3’નું શૂટિંગનું શરૂ કરશે. 20 ડિસેમ્બરથી વિકી પણ શૂટિંગ સ્ટાર્ટ કરશે.

કેટ-વિકીની હલ્દી સેરેમની તથા લગ્ન તસવીરોમાં જુઓ…

error: Content is protected !!