Oops Momentનો શિકાર બની કરીના કપુર, બ્લાઉઝે આપી દીધો દગો, લોકો જોતા જ રહી ગયા, જુઓ તસવીરો

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર અવારનવાર લાઈમલાઈટમાં રહે છે. કરીના એક ગ્લેમ અને સ્ટાઇલિશ અભિનેત્રી તરીકે જાણીતી છે. તે ઘણા વર્ષોથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે અને એકથી વધુ ફિલ્મોમાં કામ કરી રહી છે. તેના ચાહકોની સંખ્યા પણ લાખોમાં છે. કરીનાએ બોલિવૂડના તમામ મોટા સુપરસ્ટાર્સથી લઈને ન્યૂકમર સાથે કામ કર્યું છે. આ અભિનેત્રી દર વખતે પોતાના લુક સાથે એક્સપરીમેન્ટ કરતી રહે છે. પરંતુ કેટલીકવાર ફેશન તેને ભારે પડી જાય છે. એકવાર સેક્સી આઉટફિટ કેરી કરતી વખતે એક્ટ્રેસ Oops Momentનો શિકાર પણ બની છે.

વાસ્તવમાં એક ફંક્શન દરમિયાન કરીનાના બ્લાઉઝે તેને દગો આપ્યો હતો. આ ફંક્શનમાં કરીના વ્હાઇટ કલરની સાડી પહેરીને પહોંચી હતી, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. જેમાં વેસ્ટની પાસે ગોલ્ડન અને પાલવમાં બ્લુ બોર્ડર દેખાતી હતી. તેના સેક્સી લુકને કારણે બધા તેની તરફ જોઈ રહ્યા હતા.

આ ઈવેન્ટ તેના પિતરાઈ ભાઈ અરમાન જૈનની ફિલ્મના મ્યુઝિક લોન્ચ માટેની હતી. આમાં માત્ર કરીના જ નહીં પરંતુ કરિશ્મા કપૂરથી લઈને લગભગ આખો કપૂર પરિવાર પહોંચી ગયો હતો. જ્યારે એક્ટ્રેસ પોતાનો સપોર્ટ શો કરવા ત્યાં પહોંચી તો કેમેરા તેની તરફ ફરી ગયા. આ દરમિયાન તેનાં બ્લાઉઝે દગો આપી દીધો હતો. જે બાદ કરીનાએ તેના બ્લાઉઝને સેફ્ટી પિન દ્વારા હેન્ડલ કર્યું હતું. તે ફંક્શનની કરીનાની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

જણાવી દઈએ કે, સામાન્ય રીતે કોઈ પણ ઈવેન્ટમાં એક્ટ્રેસની સાથે તેની ટીમ પણ હાજર હોય છે, જે આ રીતે દેખાતા પહેલા આવી ક્ષણને હેન્ડલ કરે છે. પરંતુ એવું લાગે છે કે પિતરાઈ ભાઈ સાથે જોડાયેલી ઈવેન્ટને કારણે બેબોએ વધુ ધ્યાન ન આપ્યું અને તેના કારણે મોટી ચૂક થઈ ગઈ.

વાસ્તવમાં, કરીનાનો લુક આગળથી ખૂબ જ સારો દેખાઈ રહ્યો હતો પરંતુ તે પીન પાછળ લગાવ્યા બાદ તેનો લુક બગડી ગયો. જો કે, આ બધા પછી પણ, કરીનાએ તેના બ્લાઉઝને ખૂબ જ સમજદારીથી સંભાળ્યું અને પૂરા આત્મવિશ્વાસ સાથે ફંક્શનમાં હાજરી આપી.

તમને જણાવી દઈએ કે કરીના કપૂરે આ વર્ષે બીજા પુત્રને જન્મ આપ્યો છે. તેના પુત્રના જન્મના થોડા સમય પછી, તે ફરીથી કામ પર પાછી ફરી છે. અભિનેત્રી તેના બીજા પુત્રના જન્મથી જ વિવાદોમાં ફસાયેલી છે. તેણે પુત્રનું નામ મુસ્લિમ શાસક જહાંગીરના નામ પરથી રાખ્યું. જેના કારણે લોકોએ તેને ખૂબ ટ્રોલ કરી હતી. નોંધનીય છે કે તેમના મોટા પુત્રનું નામ તૈમૂર છે, આ નામ પર પણ ઘણો વિવાદ થયો હતો.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કરીના જલ્દી જ ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે આમિર ખાન લીડ રોલમાં છે, તેણે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. આ પહેલા પણ બંને સાથે કામ કરી ચુક્યા છે. આવી સ્થિતિમાં, ચાહકો બંનેને ફરીથી સાથે જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મ આ વર્ષે ક્રિસમસના પર રિલીઝ થવા જઈ રહી છે.

error: Content is protected !!