બેગમ કરીના કપૂરની લાઈફસ્ટાઈલ છે એકદમ રજવાડી, આ રીતે ઠાઠમાઠથી જીવે છે જિંદગી, જુઓ તસવીરો

બોલિવૂડના ફેમસ કપલ્સની યાદીમાં ટોપ પર રહેલા સૈફ અલી ખાન અને કરીના કપૂર અવારનવાર એક અથવા બીજા કારણોસર હેડલાઇન્સમાં રહે છે. કરીના કપૂર (Kareena Kapoor) 41 વર્ષની થઈ ગઈ છે. તેનો જન્મ 21 સપ્ટેમ્બર 1980ના રોજ મુંબઇમાં રણધીર કપૂર અને બબીતાના ઘરમાં થયો હતો. તેની મોટી બહેન કરિશ્મા કપૂર પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી રહી ચૂકી છે. બૉલીવુડમાં ફિલ્મ ‘રેફ્યુજી’ (2000) થી એન્ટ્રી કરનારી કરીનાએ ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

જો આપણે કરીનાની સંપત્તિ વિશે વાત કરીએ, તો તેણી પાસે કરોડોનો વૈભવી બંગલો, લક્ઝરી કાર, કોરોડોનો પટૌડી પેલેસ છે. તે તો બધા જ જાણે છે કે કરીનાએ પોતાના કરતા 10 વર્ષ મોટા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા છે. કપલને બે પુત્રો છે.

બોલિવૂડના ફેમસ કપલની યાદીમાં સૈફ અને કરીનાનો સમાવેશ થાય છે. તે બંને તેમની ફિલ્મોને લઈને તો ચર્ચામાં રહે જ છે તેનાં કરતાં તેમની જીવનશૈલી વિશે વધુ ચર્ચામાં રહે છે. સંપત્તિની વાત કરવામાં આવે તો સૈફ-કરીના ઈન્ડ્સ્ટ્રીનાં ટૉપ સેલેબ્સના લિસ્ટમાં સામેલ થાય છે.

હરિયાણાના પટોડી ગામમાં સૈફ અલી ખાન અને કરીના કપૂરના પિતૃઓનો મહેલ છે, જે પટોડી પેલેસ તરીકે ઓળખાય છે, જેની કિંમત લગભગ 800 કરોડ હોવાનું કહેવાય છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે પટોડી પેલેસ બન્યાને લગભગ 86 વર્ષ થઈ ગયા છે. તેનું નિર્માણ 1935માં 8મા નવાબ ઈફ્તિખાર અલી હુસૈન સિદ્દીકીએ કરાવ્યું હતું. એટલું જ નહીં આ ઘરમાં લગભગ 150 રૂમ છે. અને એકસમયે 100થી વધુ નોકરો કામ કરતાં હતા.

સૈફ-કરીના મુંબઇમાં લક્ઝુરિયસ બંગલો ધરાવે છે, જેનું નામ ફોર્ચ્યુન હાઈટ્સ છે. તેની કિંમત લગભગ 48 કરોડ હોવાનું કહેવાય છે અને અહીં સૈફીના તેના પુત્ર તૈમુર સાથે રહે છે. જણાવી દઈએ કે બંગલાની સજાવટમાં એક રાજસી ઝલક જોવા મળે છે. આ ઘરમાં એક પુસ્તકાલય પણ છે, કારણ કે સૈફ અલી ખાનને પુસ્તકો વાંચવાનો શોખ છે.

સ્વિત્ઝર્લેન્ડને દુનિયાની સૌથી સુંદર જગ્યા કહેવામાં આવે છે, અહીં જવા અને રહેવાનું દરેકનું સપનું હોય છે અને આ સપનું સૈફ અને કરીનાએ પૂરું કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેએ સ્વિટ્ઝરલેન્ડમાં એક આલીશાન ઘર પણ ખરીદ્યું છે, જેની કિંમત લગભગ 33 કરોડ છે.

જો સમાચારોનું માનીએ તો તેમની પાસે ભોપાલમાં પણ અબજોની સંપત્તિ છે. તેની પાસે 1,000 એકર કિંમતી જમીન હોવાનું પણ કહેવાય છે, જ્યાં ફ્લેગ સ્ટાફ હાઉસ આવેલું છે. તે સ્પષ્ટ છે કે બંને પાસે મિલકતની કોઈ કમી નથી.

આ દંપતી પાસે ઘણી લક્ઝરી કાર પણ છે. તેની પાસે ઑડી ક્યૂ 7, બીએમડબ્લ્યુ 7 સિરીઝ, લેક્સસ એલએક્સ 470 સહિતના અન્ય કાર તેની ગેરેજમાં પાર્ક કરે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સૈફ અલી ખાનની પાસે પાંચ હજાર કરોડની પ્રોપર્ટી છે, તો બીજી તરફ કરીના કપૂરની પાસે લગભગ 450 કરોડની પ્રોપર્ટી છે. તે એક ફિલ્મ માટે 17 કરોડ રૂપિયા ફી લે છે.

ફિલ્મો ઉપરાંત સૈફ-કરીના જાહેરાત, એન્ડોર્સમેન્ટ, શો સહિતના અન્ય સોર્સિસમાં પણ જોરદાર કમાણી કરે છે.

તેઓએ એકબીજાને ત્રણ વર્ષ માટે ડેટ કર્યુ હતુ. સૈફે 2012માં કરીના સાથે લગ્ન કર્યા હતા. તેણે કરિનાને જે સગાઈની વીંટી પહેરાવી હતી, તેની કિંમત બે કરોડ રૂપિયા હતી. સૈફે 1.30 કરોડની કાર તૈમૂરને ભેટમાં આપી હતી. તૈમૂરને પહેલા જન્મદિવસ પર 1000 ચોરસ ફૂટમાં ફેલાયેલું જંગલ ભેટમાં આપવામાં આવ્યુ હતું.

error: Content is protected !!