કરીના કપૂરને કોરોના થયો, સાથે પાર્ટી કરનાર બેસ્ટફ્રેન્ડ અમૃતા અરોરાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો

મુંબઈ: ભારતમાં ધીમે ધીમે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર તથા અમૃતા અરોરા બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કરીના તથા અમૃતા અરોરા બેસ્ટ ફ્રેન્ડ્સ છે. હાલમાં બંને સાથે પાર્ટી એન્જોય કરતાં જોવા મળ્યા હતા.

અમૃતા-કરીના સુપરસ્પ્રેડર હોવાની શક્યતા
BMCના અધિકારીના જણાવ્યા પ્રમાણે, કરીના તથા અમૃતા અરોરા સુપર સ્પ્રેડર હોવાની શક્યતા છે, કારણ કે બંને એક્ટ્રેસે છેલ્લાં થોડાં દિવસથી બોલિવૂડની ઘણી પાર્ટી એટેન્ડ કરી હતી. BMCએ કોન્ટેક્ટ્સ ટ્રેસિંગ શરૂ કર્યું છે અને તેમાંથી કેટલાંક સેલેબ્સના રિપોર્ટ આજે (13 ડિસેમ્બર) આવી શકે છે.

સંપર્કમાં આવનારા તમામના ટેસ્ટ થયા
કરીના તથા અમૃતાનો રિપોર્ટ પોઝિટિવ આવતા જ બોલિવૂડ સેલેબ્સે ચિંતામાં મૂકાઈ ગયા છે. કરીના તથા અમૃતાના સંપર્કમાં આવનારા તમામ લોકોનો RTPCR ટેસ્ટ કરાવવાનો આદેશ BMC (બૃહ્નમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન)એ આપ્યા છે. BMCએ તમામ લોકોને ટ્રેક કરી રહ્યા છે, જે છેલ્લાં કેટલાંક સમયથી કરીના-અમૃતા સાથે પાર્ટીમાં હતાં. BMCના સાઉથ ઝોનના અધિકારીએ કરીના-અમૃતાને કોરોના થયો હોવાની વાત કન્ફર્મ કરી હતી.

કરન જોહર-રિયા કપૂરની પાર્ટીમાં હતા​​​​​​
ઉલ્લેખનીય છે કે કરીના કપૂરે પોતાની ગર્લ ગેંગ સાથે પાર્ટી કરી હતી. આ પાર્ટીમાં કરિશ્મા કપૂર, મલાઈકા અરોરા, મસાબા ગુપ્તા પણ હતા. આ પાર્ટી અનિલ કપૂરની દીકરી રિયા કપૂરના ઘરે 7 ડિસેમ્બરે યોજાઈ હતી. આ ઉપરાંત કરન જોહરના ઘરે યોજાયેલ એક પાર્ટીમાં પણ કરીના કપૂર જોવા મળી હતી.

આ વર્ષે દીકરાને જન્મ આપ્યો
કરીના કપૂરે 21 ફેબ્રુઆરી, 2021ના રોજ બીજા દીકરા જેહને જન્મ આપ્યો હતો. કરીનાના દીકરાનું નામ જહાંગીર અલી ખાન છે. આ નામ અંગે વિવાદ પણ થયો હતો. કરીનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે આમિર ખાન સાથે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળશે.

આ સેલેબ્સને પણ હાલમાં જ કોરોના થયો
ઉલ્લેખીય છે કે તાજેતરમાં જ સાઉથ સુપરસ્ટાર કમલ હાસન, બોલિવૂડ એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકર તથા તનિષા મુખર્જીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનું જોખમ વધી રહ્યું છે. દેશની તુલનાએ મહારાષ્ટ્રમાં સૌથી વધુ દર્દીઓ છે. મુંબઈમાં કલમ 144 લગાવવામાં આવી છે. મહારાષ્ટ્રમાં 17 લોકોને આ વેરિયન્ટનો ચેપ લાગ્યો છે અને તેમાંથી 8 લોકો સાજા થઈ ગયા છે.

error: Content is protected !!