દેશના મોટા મસાલા કારોબારીની પત્નીનું શંકાસ્પદ હાલતમાં મોત, ફંદા પર લટકતો હતો મૃતદેહ

કાનપુરના અશોક નગરમાં શુક્રવારે મોડી રાત્રે મસાલાના વેપારીની પત્નીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું. તેનો મૃતદેહ બાથરૂમમાં દુપટ્ટાના ફાંદાથી લટકતો મળી આવ્યો હતો. લાશ જોઈ પતિ અને સાસુ નાસી છૂટ્યા હતા. જ્યારે મૃતકના સંબંધીઓ ત્યાં પહોંચ્યા ત્યારે ઘટનાની જાણ થઈ.

સંબંધીઓએ સાસરિયાઓ પર હત્યા કરીને લાશને લટકાવી દેવાનો આરોપ લગાવ્યો હતો. શનિવારના રોજ પોસ્ટમોર્ટમ પછી, સંબંધીઓએ લગભગ ત્રણ કલાક સુધી આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ સાથે મૃતદેહ રાખીને રસ્તો રોક્યો હતો.

જ્યારે અધિકારીઓ માંડ માંડ તેમને સમજાવી શક્યા ત્યારે સ્વજનો મૃતદેહ લઈ ગયા. મોડી રાત્રે, સર્વેલન્સની મદદથી, પતિ અને સાસુની લખનૌમાં સંબંધીના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. નઝીરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના અશોક નગરમાં રહેતો સૂર્યાંશ ખરબંદા મસાલાનો વેપાર કરે છે.

તેમની પાસે દેશની સૌથી મોટી મસાલા કંપની MDHની સમગ્ર યુપીમાં એજન્સી છે. સૂર્યાંશના લગ્ન 9 ફેબ્રુઆરી 2019ના રોજ કાકાદેવીના રાણીગંજની રહેવાસી આંચલ ગ્રોવર (25) સાથે થયા હતા. આંચલના પિતા પવન ગ્રોવરના જણાવ્યા અનુસાર, શુક્રવાર સાંજથી લગભગ 11 વાગ્યા સુધી તેણે આંચલ અને તેના સાસરિયાઓને ઘણી વખત ફોન કર્યા પરંતુ કોઈએ જવાબ આપ્યો નહીં.

ત્યારબાદ આંચલના માતા-પિતા અને ભાઈ તેના સાસરે પહોંચ્યા. આંચલનો પતિ સૂર્યાંશ કે સાસુ નિશા ઘરમાં ન હતા. નોકરાણી અને ગાર્ડ સાથે વાત કર્યા બાદ પરિવારજનો ઘરમાં પ્રવેશ્યા. રૂમનો દરવાજો ન ખુલતાં માતા રીનાએ તરત જ પોલીસને જાણ કરી હતી.

ઘટનાસ્થળે પહોંચેલા પોલીસકર્મીઓએ બારીનો કાચ તોડી અંદર પ્રવેશ કર્યો અને જોયું કે બાથરૂમમાં પંખાની મદદથી આંચલનો મૃતદેહ લટકતો હતો. આંચલના પિતા પવને તેના પતિ અને સાસુ સહિત આઠ વિરુદ્ધ દહેજ હત્યા સહિત અન્ય કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો.

આંચલના મૃત્યુથી તેનો પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. કેટલાક લોકો ખૂબ ગુસ્સામાં હતા. શનિવારે તેઓ બધા તેના ઘરમાં પ્રવેશ્યા. કેટલીક વસ્તુઓ પણ તોડી નાખી. બહાર પાર્ક કરેલી BMW કારની પણ તોડફોડ કરવામાં આવી હતી. જોકે, ત્યાં હાજર પોલીસકર્મીઓએ તેમને તોડફોડ કરતા અટકાવ્યા હતા. આંચલના મોત માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

મોર્ચરીમાં એડીસીપી દક્ષિણ મનીષ સોનકર, એસીપી નઝીરાબાદ, એસીપી ગોવિંદ નગર, બાબુપુરવા સહિત પાંચ પોલીસ સ્ટેશનનું એક ફોર્સ હાજર હતુ. લગભગ 2.15 કલાકે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ પછી પરિજનોએ મૃતદેહ લેવાનો ઈન્કાર કરી દીધો હતો. તેઓએ શબઘર બહાર રોડ પર લાશો મૂકીને વિરોધ શરૂ કર્યો. આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરી હતી. એડીસીસી પરિવારના સભ્યોને સમજાવવામાં વ્યસ્ત હતા. લગભગ ત્રણ કલાક બાદ પરિવારજનો આશ્વાસન પર સહમત થયા અને પછી મૃતદેહ ઉપાડ્યો હતો.

પવને હત્યા કરીને લાશને લટકાવવાનો આરોપ લગાવ્યો છે. FIRમાં આંચલના પતિ સૂર્યાંશ, તેની માતા નિશા, ફુઆ ભરત ગ્રોવર, ફોઈ મીનાક્ષી, ફોઈ અન્નુ ખુલ્લર, નણંદોઈ પુનીત કોટવાણી, નણંદ નિકિતા કોટવાણી અને તાન્યા ગ્રોવરને આરોપી તરીકે ગણાવ્યા છે. તેમની સામે દહેજ હત્યા, કાવતરું, મારપીટ, ધાકધમકી, દુર્વ્યવહાર અને દહેજ પ્રતિબંધ કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ફાંસીની પુષ્ટિ થઈ છે. શરીર પર અન્ય કોઈ ઘા કે ઈજાના નિશાન જોવા મળ્યા નથી.

error: Content is protected !!