અમદાવાદી યુવતીને પૂછ્યું- ‘સેક્સ કેવી રીતે કરીશ?’ યુવતીએ કહ્યું- ‘હું જાતે… ‘ વાંચીને ચોંકી જશો

‘હું ગુજરાતના એક રૂઢીવાદી પરિવારમાંથી આવું છું, પરંતુ મેં ક્યારેય એવો પુરુષ જોયો નથી અને મને મારા જીવનમાં એવો કોઈ પુરુષ મળ્યો નથી કે જેણે પોતાના શબ્દો સાર્થક કર્યા હોય. મેં હંમેશાં જોયું છે કે પુરુષ ક્યારેય પોતાની વાત પર અડગ હોતા નથી. આ જ કારણે મેં મારી જાત સાથે લગ્ન કર્યા અને ટેક્નોલોજીની સાથે આખું જીવન એકલા જ પસાર કરવાનું નક્કી કર્યું. મારે કોઈ પુરુષની જરૂર નથી, કારણ કે હું જાતે કમાઉં છું. મારા પગ પર ઊભી છું અને મારા સપનાઓ પૂરાં કરી રહી છું તો પછી મને પુરુષની કેમ જરૂર પડે?

ગુજરાતી યુવતીએ બધાને ચોંકાવી દીધા છે. અમદાવાદમાં જન્મેલી અભિનેત્રી કનિષ્કા સોનીએ પોતાની જાત સાથે લગ્ન કર્યા છે. . તસવીરમાં તે સિંદૂર તથા મંગળસૂત્ર સાથે જોવા મળી હતી. કનિષ્કાની આ પોસ્ટ બાદ અનેક સો.મીડિયા યુઝર્સે ટ્રોલ કરી હતી. હવે એક્ટ્રેસે જડબાતોડ જવાબ આપ્યો છે.

કેમ પોતાની જાત સાથે લગ્ન કર્યા?
કનિષ્કાએ સો.મીડિયામાં સાડા છ મિનિટનો વીડિયો શૅર કર્યો છે. તેણે વીડિયોમાં કહ્યું હતું, ‘મારા ધ્યાનમાં એ વાત આવી કે મને બહુ જ અજીબોગરીબ કમેન્ટ્સ આવી રહી છે. મારી પર એવી કમેન્ટ્સ થાય છે કે મેં સાયન્સને પાછળ મૂકી દીધું. હું કોની સાથે ફિઝિકલ રિલેશન માણીશ? તો પ્રામાણિક રીતે કહું તો તમને સાયન્સ અંગે કંઈ જ ખબર નથી. ટેક્નોલોજી ઘણી જ આગળ નીકળી ગઈ છે. આ રીતે તો યુવતીને કોઈની જરૂર નથી. કોઈ પુરુષની જરૂર નથી અને સૌથી મોટી વાત હું તમને કહું તો નાનપણથી મારું લગ્ન કરવાનું સપનું છે.’

આ કારણે પુરુષો પસંદ નથી
વધુમાં કનિષ્કાએ ઉમેર્યું હતું, ‘હું અત્યારે દુબઈમાં છું. ખુશ છું. લગ્ન પછી યુવતીઓ ખુશ રહેતી નથી. 90% યુવતીઓ સાથે આમ થાય છે. લગ્નના 10 મહિના બાદ ડિવોર્સ થઈ જાય છે. કોઈને પતિ મોલેસ્ટ કરે છે તો કોઈની આંખ ફોડી નાખે છે. આવું 15-16 વર્ષ સાથે રહ્યા બાદ થાય છે. બે-બે સંતાનો બાદ થાય છે. જે યુવતીઓ પ્રામાણિક, ઘરેલુ હોય છે, તેમની સાથે પણ થાય છે. મેં આ બધું જોયું છે. આથી જ મને પુરુષો પર વિશ્વાસ નથી. લોકો કહે છે કે બધા એવા હોતા નથી, પરંતુ હું જ્યાં-જ્યાં ગઈ છું, જે લોકોને મળી છું. આ જ જોયું છે. પરિવાર માત્ર તસવીરમાં જ ખુશ જોવા મળે છે.’

કોઈ જોખમ લેવા તૈયાર નથી
કનિષ્કાએ આગળ વાત કરતાં કહ્યું હતું, ‘મને ઇન્ડિયન કલ્ચર બહુ જ ગમે છે અને સિંદૂર-મંગળસૂત્ર તેનો જ એક હિસ્સો છે. આથી જ હું કોઈ વ્યક્તિ પોતાની વાત પર અડગ હોય તેની રાહ જોઈ શકું તેમ નથી. હું આ વાતનું રિસ્ક લેવા માગતી નથી.’

ટ્રોલ્સને જવાબ આપ્યો
કનિષ્કાએ આગળ કહ્યું હતું, ‘જો ભારતીય સંસ્કૃતિની વાત કરીએ તો મેં મારા જીવનમાં દેવીના પાત્રો ભજવ્યા છે. 2008-09માં દૂરદર્શન પર ‘સંકટમોચન હનુમાન’ સિરિયલ આવતી હતી. મેં કેટલાં બધા દેવીના પાત્રો ભજવ્યા હતા, ત્યારે તમે ધ્યાન પણ આપ્યું નહીં. આજે તમે મારી એક પોસ્ટ પર આટલી બધી કમેન્ટ કરો છો. મેં સાઉથના બિગ સ્ટાર્સ સાથે ફિલ્મ કરી, જાહેરાતો કરી, પરંતુ ત્યારે કોઈએ મને કંઈ જ ના કહ્યું. મેં આઇટમ નંબર્સની ઑફર્સ ઠુકરાવી, કારણ કે હું ભારતીય સંસ્કૃતિમાં માનું છું. મેં એમ વિચાર્યું કે જો હું આઇટમ સોંગ્સ કરીશ તો મારો પરિવાર ને લોકો શું વિચારશે. મારી ઇમેજ શું બનશે? હું હંમેશાં મારી ઇમેજ અંગે સજાગ રહી છું. જ્યારે મેં મારી જાત માટે એક નિર્ણય લીધો ત્યારે તમે લોકો તેમાં દખલગીરી કરો છો. મારા નિર્ણયને ખોટો કહો છો.’

લગ્ન માત્ર ફિઝિકિલ રિલેશન માટે નથી
વીડિયો શૅર કરીને કનિષ્કાએ કહ્યું હતું, ‘મને ખ્યાલ છે કે તમે લોકો મારા સેલ્ફ મેરેજના નિર્ણય અંગે બહુ બધા સવાલ કરી રહ્યા છો. હું વાસ્તવમાં ઇન્ડિયન કલ્ચરમાં વિશ્વાસ ધરાવું છું અને આથી જ મેં એકલા રહેવાનું નક્કી કર્યું છે. લગ્ન માત્ર ફિઝિકલ રિલેશન માટે નથી, પરંતુ પ્રેમ ને પ્રામાણિકતા માટે હોય છે. કેટલાંક લોકો એમ પણ કહી રહ્યા છે મેં નશામાં કે ગાંજો પીને તે પોસ્ટ શૅર કરી છે, પરંતુ હું તમને કહી દઉં કે હું દિલથી ભારતીય છું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લાંબા સમયથી કામ કરું છું, પરંતુ મેં ક્યારેય દારૂ પીધો નથી અને નશીલા પદાર્થો પણ લીધા નથી. મને આનંદ છે કે હું હાલમાં હોલિવૂડમાં કરિયર બનાવવામાં ફોકસ કરી રહી છું.’

અમદાવાદમાં જન્મ થયો
કનિષ્કાનો જન્મ 16 ઓગસ્ટ, 1989માં અમદાવાદમાં થયો છે. તેણે શાહીબાગની કેન્દ્રીય વિદ્યાલયમાંથી સ્કૂલિંગ કર્યું છે અને યુનિવર્સિટી ઑફ મુંબઈમાંથી માસ્ટર તથા પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. 2007માં કનિષ્કાએ સિગિંગથી કરિયર શરૂ કરી હતી. ‘ફિઅર ફેક્ટર ખતરો કે ખિલાડી 2’ની ગ્રાન્ડ ફિનાલેમાં અક્ષય કુમાર સાથે જોવા મળી હતી. ત્યારબાદ 2013માં તમિળ ફિલ્મ ‘પથયેરમ કોડી’થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે સાઉથની વિવિધ ફિલ્મમાં જોવા મળી હતી. ટીવી સિરિયલ્સમાં પણ કામ કર્યું છે, જેમાં ‘દો દિલ એક જાન’, ‘પવિત્રા રિશ્તા’, ‘દિયા ઔર બાતી’, ‘દેવો કે દેવ મહાદેવ’ સામેલ છે.

error: Content is protected !!