એક નવી પહેલ…! નાની બહેનો બની જવતલીયો, મોટી બહેનના લગ્નમાં જવતલ હોમી ભાઈની ફરજ નિભાવી
આજકાલ ચારોકોર લગ્નની સિઝન ચાલી રહી છે, લોકો ઘામધૂમથી લગ્નપ્રસંગ સંપન્ન કરી લગ્નની મજા માણી રહ્યા છે. ત્યારે એક સરસ મજાના મનને ઠંડક મળે એવા સારા સમાચાર સામે આવ્યા છે. એક પરિવારને ત્યાં લગ્ન પ્રસંગ યોજાયો હતો. સામાન્ય રીતે દિકરીઓનાં લગ્ન પ્રસંગે તેમના ભાઈઓ જવતલ હોમતા હોય છે. પરંતુ આ પરિવારે જુના રિવાજોને તિલાજંલિ આપી છે અને બહેનનાં લગ્નમાં બહેનોએ જ જવતલ હોમ્યા હતા.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ માળિયામાં ભાગવત આચાર્ય શાસ્ત્રી કેતનભાઈ પેરાણીની પુત્રી તુલજા બહેનનો લગ્ન પ્રસંગ યોજાયો હતો. જો કે, તુલજા બહેનને ભાઈઓ પણ છે પરંતુ જૂના રિતરીવાજોને તિલાંજલી આપવા માટે પરિવારે નિર્ણય લીધો હતો.
અને તુલજા બહેનની બહેનો દ્રષ્ટિ, હસ્તી, નિરાલી, ધર્મીબેને મંગળફેરા સમયે જવતલ હોમી ભાઈઓની ફરજ અદા કરી હતી. અને સમાજને એક નવો રાહ ચિધ્યો હતો. પરિવારની આ પહેલને ગ્રામજનોએ પણ આવકારી હતી.