‘માટલા ઉપર માટલું’ ગીતથી રાતોરાત ફેમસ થનાર જીગર ઠાકોર કોણ છે ? શુ કરે છે માતા-પિતા?

અમદાવાદ: હિન્દી સોંગ ‘ચાંદ વાલા મુખડા’ એ આજકાલ દેશભરમાં ધૂમ મચાવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મની વાત કરીએ તો ઈન્સ્ટાગ્રામ પર આ સોંગની રેકોર્ડબ્રેક રીલ્સ બની છે. આ સોંગ ગાયું છે ગુજરાતના બે સિંગર દેવ પગલી અને જીગર ઠાકોરે. આ સોંગથી નાનકડો જીગર ઠાકોર રાતોરાત ફેમસ થઈ ગયો છે ત્યારે એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂ સામે આવ્યો છે. આ ઈન્ટરવ્યૂમાં પહેલીવાર જીગર ઠાકોર વિશેની ઘણી બધી અજાણી વાતો બહાર આવી છે.

દેશભરમાં ફેમસ થનાર જીગર ઠાકોર કોણ છે?
સિંગર જીગર ઠાકોર બનાસકાંઠાના નાનકડા ગામ મડાણાનો વતની છે. ગરીબ પરિવારમાં જન્મેલા જીગરના પિતાનું નામ સોરાબજી ઠાકોર છે. જીગર ઠાકોરના પિતાને પણ સિંગર બનવું હતું પરંતુ સંજોગોવસાત બની શક્યા નહીં.

જીગર ઠાકોરે ગાવાની શરૂઆત કેવી રીતે કરી?
‘ચાંદ વાલા મુખડા સોંગ’થી દેશભરમાં જાણીતા બનેલા જીગર ઠાકોરે 8 વર્ષની ઉંમરે ગાવાની શરૂઆત કરી હતી. એક વખત પોતાના પિતા સાથે પાટણ જતો હતો. આ દરમ્યાન રસ્તામાં અચાનક જીગરે ‘મણિયારો’ સોંગ ગાયું હતું. જીગરનો અવાજ સાંભળી સોરાબજી ઠાકોરને લાગ્યું કે પોતાનું સિંગર બનવાનું અધુરું સપનું જીગર પુરુ કરી શકે તેમ છે. આથી જીગર પાસે દરરોજ બે કલાક ગાવાની પ્રેક્ટિસ કરાવવાની શરૂઆત કરે છે.

જીગર ઠાકોરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
સોશિયલ મીડિયામાં જીગર ઠાકોરનો એક વીડિયો વાયરલ થયો હતો. મણિરાજ બારોટની સ્ટાઈલમાં ગાતા જીગરને હવે લોકો ઓળખવા લાગ્યા હતા. શિહોરી ડિજીટલ યૂટ્યુબ ચેનલના માલિક ભરતભાઈ ઠાકોરે જીગરને લઈ સ્ટૂડિયોમાં સોંગ તૈયાર કરાવ્યું અને પછી રિલીઝ કર્યું. જીગર ઠાકોરનું પહેલું સોંગ રિલીઝ થયું ત્યાર બાદ પાછું વળીને જોયું નથી.

‘માટલા ઉપર માટલું’ સોંગથી લોકપ્રિયતા વધી
‘માટલા ઉપર માટલું’ સોંગમાં દેવ પગલી સાથે જીગર ઠાકોર પહેલીવાર નવા અંદાજમાં જોવા મળ્યો. આ સોંગથી જીગર આખા ગુજરાતમાં જાણતો બની જાય છે. આ ગીતને મહિનાનો સમય પણ થયો નહોંતો કે ‘ચાંદ વાલા મુખડા’ હિન્દી સોંગ આવ્યું જેણે જીગરને દેશભરમાં જાણીતો બનાવી દીધો.

જીગર પોતાની આવકથી પાકું ઘર બનાવે છે
દેશભરમાં ઓળખ મળ્યા બાદ જીગર ઠાકોરે પોતાની ફી વધારી દીધી છે. આથી દર મહિને સારી એવી આવક થઈ રહી છે ત્યારે જીગરના પોતાના ગામમાં પાકું ઘર ચણાવી રહ્યો છે.

જીગર ટૂંક સમયમાં કાર ખરીદશે
જીગર ઠાકોર નાની ઉંમરે જ પોતાના પૈસે કાર ખરીદશે. જીગરની ઈચ્છા છે કે પોતે Brezza કાર ખરીદશે. ઉલ્લેખનિય છે કે જીગરના પિતાને ‘મેના પ્રીત ઘેલી’ ફિલ્મમાં ગીત ગાવાની ઓફર મળી હતી. તેઓને અકસ્માત નડતા ગાવાનું સપનું અધુરું રહી ગયું હતું. જોકે જીગર ઠાકોર પિતાનું સપનું પુરું કરવાની સાથે ગૌરવ પણ વધાર્યું છે.

error: Content is protected !!