પ્રેમીના લગ્ન રોકવા પરિણીત પ્રેમિકા ખેલ્યો ખૂની ખેલ, માસૂમ ભાણાની હત્યા કરી લાશને કોથળમાં ભરી ફેંકી દીધી

એક કંપારી છોડાવી દેતી ઘટના સામે આવી છે. વાંચીને જ હચમચી જશો. આમ તો પ્રેમ જીવન જીવતા શીખવે છે, પરંતુ કેટલાક લોકો પ્રેમમાં એટલા આંધળા થઈ જાય છે કે તેઓ કંઈપણ કરવા માટે તૈયાર થઈ જાય છે. આવો જ એક દર્દનાક કિસ્સો રાજસ્થાનના જોધપુરમાં સામે આવ્યો છે. અહીં એક પરિણીત મહિલાએ તેના પ્રેમીના લગ્ન રોકવા માટે તેના 12 વર્ષના બાળકની ક્રૂરતાથી હત્યા કરી નાખી.

બાળકનો દોષ માત્ર એટલો જ હતો કે તે તેના પ્રેમીનો ભાણિયો હતો. ભાણિયાના મૃત્યુ પછી તેના પ્રેમીના લગ્ન ફોક થઈ જશે તે વિચારીને મહિલાએ તેને મોતને ઘાટ ઉતારી દીધો. હત્યા કર્યા બાદ લાશને પ્લાસ્ટિકની કોથળીમાં બંધ કરીને બહાર ઝાડીમાં ફેંકી દીધી હતી.

આ છે સમગ્ર મામલો
જોધપુર ગ્રામીણ પોલીસ અધિક્ષક અનિલ કયાલે જણાવ્યું હતું કે સાથિન ગામની પરિણીત મહિલા સંતોષ અને દિનેશને લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો. 12 ફેબ્રુઆરીના રોજ દિનેશના લગ્ન થવાના હતા, તેની ગર્લફ્રેન્ડ સંતોષને આ વાતની ખબર પડી.

પ્રેમીના લગ્ન રોકવા માટે તેણે તેના ભાણિયા નરેશ કુમાર પુત્ર કલ્લા રામની હત્યા કરી હતી. આરોપી મહિલાએ પ્લાન બનાવીને 12 વર્ષના માસૂમને ઘરે બોલાવી અને તેના મોં પર ઓઢણી બાંધીને તિક્ષ્ણ હથિયાર વડે મોઢા અને માથા પર ઘા કરીને તેનો જીવ લીધો.

મૃતદેહને લોટની થેલીમાં બંધ કરીને ઝાડીઓમાં ફેંકી દેવામાં આવ્યો હતો. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે.

error: Content is protected !!