દુષ્કર્મ બાદ માતા બનનારી 12 વર્ષની બાળકીએ બાળકને જન્મ આપ્યા બાદ લીધો U-ટર્ન, દુષ્કર્મ કરનારનું નામ જાણી….

જોધપુરઃ રાજસ્થાનના જોધપુર જિલ્લાના બાલેસર થાના વિસ્તારમાં એક રેપ પીડિતાએ બાળકને જન્મ આપ્યો છે. આ રેપ પીડિતાની ઉંમર માત્ર 12 વર્ષની છે અને તેણે પોતાના સ્કૂલના 3 સહવિદ્યાર્થીઓ પર રેપનો આરોપ લગાવ્યો હતો. જો કે હવે આ મામલે નવો વણાક આવી ગયો છે અને દુષ્કર્મ પીડિતાએ પોતાનું નિવેદન બદલી નાખ્યું છે.પીડિતાની ઉમ્મેદ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પીડિતાએ અહીં એક દીકરાને જન્મ આપ્યો છે.

બે દિવસ પહેલા બાલેસર વિસ્તારમાં રહેતી પીડિતાની તબીયત ખરાબ થઇ ગઇ હતી. ત્યારબાદ તેના પરિવારજનો તેણીને હોસ્પિટલ લઇને ગયા હતા. જ્યાં તેને દાખલ કરવામાં આવી. ત્યાં ડિલિવરી થતા બાળકનો જન્મ થયો. તો 12 વર્ષની બાળકી માતા બનતા તેના પરિવારમાં હડકંપ મચી ગયો અને પરિવારજનો આ વાત સાંભળી દંગ રહી ગયા. પરિવારજનોને એ વાતનો અંદાજ પણ ન હતો કે તેની પુત્રી ગર્ભવતી છે. પુત્રી માતા બનવાના સમાચાર મળતાં જ પરિવારજનો તુરંત પોલીસ સ્ટેશન દોડી ગયા અને ફરિયાદ નોંધાવી.

પોલીસની શરૂઆતની પુછપરછમાં પીડિતાએ પોતાની સાથે સ્કૂલમાં ભણતા ત્રણ વિદ્યાર્થીઓ પર અપહરણ કરી રેપ કર્યાનો આરોપ લગાવ્યો હતો. પીડિતાએ જણાવ્યું કે અંદાજે 8 મહિના પહેલા તેની સાથે સ્કૂલમાં ભણતા ત્રણ વિદ્યાર્થીઓએ તેનું અપહરણ કરી સુમસામ મકાનમાં લઇ ગયા હતા. ત્યાં તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું. બે વિદ્યાર્થી મકાન બહાર ધ્યાન રાખતાં હતા. પીડિતાના આ નિવેદન બાદ પોલીસે ત્રણેય વિદ્યાર્થીઓની ઓળખ કરી લીધી અને તમામની ધરપકડ પણ કરી લીધી.

જો કે ઉમ્મેદ હોસ્પિટલમાં ડિલિવરી બાદ પીડિત બાળકીએ બાલેસર થાના પોલીસના તપાસ કરતાં અધિકારીઓ સામે પોતાનું નિવેદન ફેરવી નાખ્યું. નિવેદન બદલતા કહ્યું કે તેની સાથે દુષ્કર્મ એ ત્રણ વિદ્યાર્થીઓએ નહીં પરંતુ તેના કઝીન ભાઇએ કર્યું છે. પોલીસે આ મામલે પકડેલા ત્રણેય બાળકોને છોડી મૂક્યા છે. હવે પોલીસ નવેસરથી તપાસ કરી રહી છે. પોલીસે હવે પીડિતાના ચચેરે ભાઇની ધરપકડ કરી લીધી છે અને તેની પુછપરછ કરી રહી છે.

error: Content is protected !!