આવી દેખાય છે જેઠાલાલની રિયલ લાઈફ ફેમિલી, પત્ની છે ટેડી બિયર જેટલી ક્યૂટ, જુઓ તસવીરો

ટીવી પર હાલનાં દિવસોમાં ઘણા કોમેડી શો આવે છે, પરંતુ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની વાત જ એક અલગ છે. આ શોનો પોતાનો એક અલગ ચાહકવર્ગ છે. આ શો વર્ષ 2008માં શરૂ થયો હતો. ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ શોની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી. શોનું દરેક પાત્ર ઘરે-ઘરે પ્રખ્યાત છે. તેમાંથી ‘જેઠાલાલ’ તો હદ કરતા વધારે ફેમસ છે. આ પાત્ર ટીવી અને સમાચારની સાથે સાથે સોશિયલ મીડિયા પર મીમના રૂપમાં છવાયેલું રહે છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં જેઠાલાલનું પાત્ર નિભાવનાર અભિનેતાનું નામ દિલીપ જોશી છે. આમ તો દિલીપ જોશી ઘણા સમયથી અભિનયની દુનિયામાં સક્રિય છે. પરંતુ તેમને ઘરે ઘરે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલનું પાત્ર ભજવ્યા પછી જ ઓળખ મળી. આજે દરેક લોકો તેને ખૂબ સારી રીતે જાણે છે.

જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીની ફિલ્મ કરિયરની વાત કરીએ તો તેઓ સૌથી પહેલાં સલમાન ખાનની ફિલ્મ ‘મેને પ્યાર કિયા’માં દેખાયા હતા. તે બાદ તેઓ નાના-મોટા રોલમાં જોવા મળ્યા હતા. આમ તો તેમણે સલમાન ખાન અને માધુરી દિક્ષિતની ફિલ્મ ‘હમ આપકે હે કોન’માં પણ કામ કર્યુ છે. ફિલ્મમાં તે માધુરીના કઝિન ભોલા પ્રસાદ બન્યા હતા. આ ફિલ્મમાં તેમનો રોલ ઘણો પસંદ કરવામા આવ્યો હતો. તેઓ અન્ય પણ ઘણી ફિલ્મોમાં સપોર્ટિંગ એક્ટર તરીકે કામ કર્યુ છે.

જોકે, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એક એવો શો છે જેમાં તેઓ લીડ એક્ટર તરીકે કામ કરી રહ્યા છે. તેમના વગર આ શોની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. જેઠાલાલની પ્રોફેશનલ લાઈફ વિશે તો તમે ઘણું જાણી લીધુ છે. તો ચાલો જાણીએ હવે તેમના ખાનગી જીવન વિશે. જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીનો જન્મ 26 મે 1968માં ગુજરાતનાં પોરબંદરમાં થયો હતો.

જેઠાલાલ 53 વર્ષનાં છે અને બે બાળકોનાં પિતા છે. તેમણે જયમાલા નામની મહિલા સાથે લગ્ન કર્યા છે. આ લગ્નથી તેમને એક પુત્રી નિયતી જોશી અને એક પુત્ર રિત્વિક જોશી છે.

દિલિપ જોશોની પત્ની જયમાલા લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. જેઠાલાલ પોતાની રિયલ લાઈફ પત્નીને પ્રેમ કરે છે. આ બંને એકબીજાની ઘણી નજીક છે. જયમાલાનાં પતિ એટલે દિલિપ જોશી ટીવીની દુનિયાનાં જાણીતા કલાકાર છે પરંતુ તેમછતાં તેમની પત્નીને હેડલાઈન્સમાં રહેવું અથવા શો ઓફ કરવાનું પસંદ નથી.

દિલીપ જોશી અને તેમની વાઈફ જયમાલાની જોડી જોવામાં બહુજ પ્રેમાળ અને કયૂટ લાગે છે. દિલીપ જોશી એક ફેમિલીમેન છે. તેમના માટે પરિવાર જ બધુ છે. તેઓ પોતાના પરિવારને હંમેશા પ્રાથમિકતા પર રાખે છે. સોશિયલ મીડિયાા પર તે પોતાની પત્ની અને બાળકોના ફોટા પણ શેર કરતા રહે છે.

error: Content is protected !!