સાળી કચરો ફેંકવા ગઈ અને છરી લઈને તૂટી પડ્યો બનેવી, તરફડિયા મારી મારીને મોતને ભેટી, ધ્રુજાવી દેતો બનાવ

ગુજરાતમાં એક હચમચાવી દેતો શોકિંગ બનાવ સામે આવ્યો છે. જેમા એક બનેવીએ જ ચપ્પુના ઘા ઝીંકી સાળીને મોતને ઘાટ ઉતારી દીધી છે. આ બનાવને પગલે સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. સવારે કચરો ફેંકવા ગયેલી 35 વર્ષીય સાળી પર બનેવીએ માથાકૂટ કરી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટનાને પગલે સમગ્ર શહેરમાં હડકંપ મચી ગયો છે. હાલ પોલીસે આરોપીની શોધખોળની તપાસ શરૂ કરી છે.

આ હત્યાનો બનાવ જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલી સિલ્વર સોસાયટીમાં બન્યો છે. મહિલા ઉપર તેણીના જ બનેવીએ કોઇ કારણસર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. બાદમાં સારવાર દરમિયાન જી. જી. હોસ્પિટલમાં મોત નિપજયા બાદ હુમલાનો બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે હોસ્પિટલ અને સ્થળ પર પહોચી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલા આરોપીની સાળી થતી હોવાનું બહાર આવ્યું છે.

અગાઉ પણ કોઈપણ કારણોસર બન્ને વચ્ચે અવારનવાર માથાકૂટ થતી હોય જે બાબતે આજે હત્યાનું રૂપ લીધું હોવાનું મનાઈ રહ્યું છે. મૃતકનું નામ 35 વર્ષીય કરીમા સીપાહી અને આરોપીનું નામ ફિરોઝ ઉર્ફે મુન્નો એમ જાણવા મળ્યું છે. જ્યારે હાલ તો બનેવીએ જ ચપ્પુના ઘા ઝીંકી સાળીને મોતને ઘાટ ઉતારી દેતાં જામનગર શહેરમાં ભારે ચકચાર મચી ગઇ છે.

વાત કરીએ આ બનાવની તો મળતી માહિતી મુજબ જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલા સિલ્વર સોસાયટી વિસ્તારમાં રહેતાં કરીમાબેન શકીલભાઈ સીપાહી (ઉ.વ.35) નામની મહિલા આજે સવારે તેના ઘર નજીક કચરો ફેંકવા ગયા હતાં તે દરમિયાન તેમના જ બનેવી ફિરોઝ ઉર્ફે મુન્નાએ કોઇ કારણસર મહિલા ઉપર હાથમાં તેમજ શરીરે ચપ્પુના ઘા ઝીંકી જીવલેણ હુમલો કરતા મહિલા લોહીલુહાણ હાલતમાં સ્થળ પર જ ઢળી પડયા હતાં.

ઘવાયેલી મહિલાને તાત્કાલિક ધોરણે 108 મારફતે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યાં હતાં. જ્યાં મહિલાને સારવાર આપવામાં આવે તે પહેલા જ મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આમ જીવલેણ હુમલાના બનાવમાં ઘવાયેલી મહિલાનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ વાતની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલે અને ઘટનાસ્થળે પહોચી ગયો હતો.

પોલીસે હોસ્પિટલે પહોંચીને મહિલાના મૃતદેહનો કબ્જો લઈને પીએમ માટે મોકલી આપ્યો હતો અને હત્યાનો ગુનો નોંધી ભાગી ગયેલા હત્યારા બનેવીને ઝડપી લેવા માટે ચક્રો તેજ કર્યા હતાં. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક કરીમા આરોપી ફિરોઝ ઉર્ફે મુન્નાની સાળી થતી હતી. પોલીસે હત્યા કયા કારણોસર નિપજાવવામાં આવી? તે અંગેની પણ તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર અગાઉ મુન્નો પણ જામનગરમાં રહેતો હતો પણ બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હોય તે શહેર છોડી બીજે રહેવા જતો રહ્યો હતો. ત્યાંથી સવારે આવી સાળી પર હુમલો કરતા તેનું મોત નિપજ્યું છે. હાલ સાળીની હત્યા કરી નાસી ગયેલા બનેવીને શોધવા પોલીસે ચક્રો તેજ કર્યા છે. તો બીજી તરફ ચકચારી હત્યાના આ બનાવને લઇને જામનગરમાં ભારે ચકચાર મચી ગઇ છે.

error: Content is protected !!