પતિ પ્રેમિકા સાથે હોટલમાં કરતો હતો ગંદુકામ, પત્નીએ વીડિયો ઉતારી કરી દીધો વાઈરલ

પતિ પત્ની વચ્ચે વિશ્વાસ અને વફાદારી હોવી ખુબ જરૂરી હોય છે. બંનેમાંથી કોઈ એક પણ અવિશ્વાસુ નીકળે તો લગ્ન જીવન તુટી જાય છે. પતિ જ્યારે પણ પત્ની સાથે ચીટિંગ કરે છે તો તે આ વાતને છુપાવવાની કોશિશ કરી છે. પણ કહેવાય છેને કે હકિકત વધુ સમય સુધી છુપાઈને રહેતી નથી. એકાના એક દિવસ તો જરૂરથી બહાર આવે છે. એક દિવસ તો પતિના કારનામાની પોલ તો ખુલ્લી જ જાય છે. હવે રાજસ્થાનની રાજધાની જયપુરમાંથી સામે આવેલી ઘટનાને જ લઈ લો…

અહિંયા એક CRPF કમાન્ડન્ટ પોતાની પત્નીથી છુપાઈને પ્રેમિકા સાથે હોટલમાં રંગેરેલિયા મનાવી રહ્યો હતો. પરંતુ તેની પત્નીએ તેને રંગે હાથ પકડી લીધો હતો. જે બાદ જે ડ્રામા થયો હતો. તે ડ્રામાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

આ આખી ઘટના જયપુરની હોટલ રોયલ પ્લાઝાની છે. અહિંયા એક CRPF કમાન્ડન્ટ પોતાની પત્નીને દગો આપીને જોધપુરમાં રહેતી પોતાની ગર્લફ્રેન્ડ સાથે ફિઝિકલ રિલેશન બનાવી રહ્યો હતો. જો કે પત્નીને પહેલેથી જ પતિ પર શંકા હતી. તે ઘર પર કલાકો સુધી કોઈ સાથે વાતચીત કરતો રહેતો હતો. જ્યારે તેની પત્ની આ વિશે પૂછતી તો તે વાતને ટાળી દેતો હતો. પત્નીને શંકા હોવાથી તે ઘણા દિવસોથી પતિનો પીછો કરતી હતી. જ્યારે તેને પતિને જયુપરની હોટલમાં પોતાની પ્રેમિકા સાથે જોયો તો તેને પોતાના ભાઈઓને ત્યાં બોલાવ્યા હતા.

જે બાદ હોટલના રૂમની માસ્ટર ચાવીથી પત્નીએ પતિના રૂમનો દરવાજો ખોલ્યો હતો અને અંદરના નજારાને જોઈને સૌ દંગ રહી ગયા હતા. તેનો પતિ પોતાની પ્રેમિકા સાથે નિર્વસ્ત્ર હાલતમાં સુતો હતો. પત્નીએ આ ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો. પતિની પ્રેમિકા જોધપુરની સરકારી સ્કુલની વરિષ્ઠ શિક્ષિકા હતી. તે પણ વીડિયોમાં નિર્વસ્ત્ર જોવા મળી રહી છે. પ્રેમિકાએ જયપુરના શાસ્ત્રી નગર પોલીસ સ્ટેશનમાં CRPF કમાન્ડન્ટની પત્ની અને તેના ભાઈઓ વિરૂદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે.

તેને પ્રેમીની પત્ની અને ભાઈઓ વિરૂદ્ધ મારપીટનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ તેને આરોપ લગાવ્યો છે કે CRPF કમાન્ડન્ટની પત્ની અને તેના ભાઈઓએ મારો નિર્વસ્ત્ર હાલતમાં મારો વીડિયો બનાવ્યો છે અને તેને જાણી જોઈને આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. હવે આ વીડિયો તેના સંબંધી સુધી પહોંચી ગયો છે. જેના કારણે તેની ઘણી બદનામી થઈ છે.

શાસ્ત્રી નગર પોલીસ વિસ્તારના પોલીસના જણાવ્યા અનુસાર આ સમગ્ર ઘટનામાં CRPF ઓફિસરની પત્ની સહિત 6 સામે કેસ નોંધાયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે પત્નીએ આ પહેલા પણ ઘણી વખતે પતિને રંગે હાથ ઝડપી લેવા માટે કોશિશ કરી હતી. પણ ગત 10 જુને તે સફળ રહી હતી. હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે.

error: Content is protected !!