પત્નીથી વધુ પસંદ હતી સાળી, તેને જ રાખવા માંગતો હતો સાથે, ના માની તો આવ્યો ખોફનાક અંજામ

રાજસ્થાનની રાજધાની જયપુરમાં 15 વર્ષીય સગીરા પર જ્વલનશીલ પદાર્થ ફેંકીને હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. નાબાલિક કિશોરી પર જેના જીજાજીએ જ આ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. એસિડ ફેકવાના કારણે પીડિતાનો ચહેરો, પીઠ અને ગરદન સહિતનો ભાગ દાઝી ગયો છે. ઘટના બાદ ફરાર જીજાને શોધવા માટે પોલીસ ધંધે લાગી છે.

SMS હોસ્પિટલમાં દાખલ પીડિતા કહ્યું કે તેનો પરિવાર મુળ મધ્યપ્રદેશનો રહેવાસી છે અને પિતા કરધની વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં કામ કરે છે. પોતાની મોટી બહેનનો પતિ તેના પર ગંદી નજર રાખતો હતો. મોટી બહેન જીજાજીને પસંદ ન હતી. જેથી જીજાજી તેની મોટી બહેન સાથે મારપીટ કરતો રહેતો હતો.

પીડિતા કહ્યું કે તેનો જીજાજી તેને પત્ની બનાવીને રાખવા માંગતો હતો. જેના માટે તેને દબાવ પણ કર્યો હતો. 17 ઓગસ્ટના પીડિતા જ્યારે ઘરમાં એકલી હતી ત્યારે જીજાજી ઘરે આવ્યા હતા અને પીડિતાને જબરજસ્તીથી પોતાની સાથે લઈ જવાની કોશિશ કરી રહ્યો હતો. પણ તેને ના પાડી દીધી હતી. ત્યારે જીજાજીએ એક બોટલ ખોલીને તે બોટલ પીડિતા પર ફેંકી દીધી હતી.

કરધની ક્ષેત્રમાં એસિડ ફેકવાની ઘટનાને લઈને હાહાકાર મચી ગયો છે. આખરે જીજાજી આવું જ્વલનશીલ પદાર્થ લાવ્યો ક્યાંથી. પોલીસનું કહેવું છે કે જ્યારે આરોપી પકડાશે ત્યારે જ સમગ્ર ઘટનાની જાણ થશે.

error: Content is protected !!