અનિલ અંબાણીના મોટા દીકરાએ ગુજરાતી ગર્લફ્રેન્ડ કૃશા સાથે લગ્ન કર્યા, લાલ કપડામાં લાગતી રૂપરૂપના અંબારસમી, જુઓ તસવીરો

બિઝનેસમેન અનિલ અંબાણી અને ટીના અંબાણીના મોટા પુત્ર અનમોલ અંબાણીએ ગર્લફ્રેન્ડ કૃષા શાહની સાથે લગ્ન કર્યા છે. બંનેના લગ્ન રવિવારે થયા હતા. બંનેના લગ્ન સાથે જોડાયેલા ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. ફોટામાં અંબાણી પરિવારની નવી વહું કૃષા શાહ લાલ કપડામાં ખૂબ જ સુંદર લાગી રહી છે. કૃષાએ લાલ લેધાની સાથે હેવી જ્વેલરી પહેરી હતી. જ્યારે વરરાજા અનમોલ સફેદ શેરવાનીમાં હેન્ડસમ દેખાયા હતા.

અનમોલ અને કૃશાના લગ્નનું સેલિબ્રેશન સનડાઉનર પાર્ટીની સાથે શરૂ થયું હતું. 18 ફેબ્રુઆરીએ કપલની મેહંદી સેરિમની યોજાઈ હતી. તેની તસ્વીર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. આ સિવાય કૃશા શાહની હલ્દી અને ચૂડા સેરેમનીની તસ્વીરો પણ બહાર આવી છે.

સનડાઉનર પાર્ટી અને મહેંદી રસ્મ પછી 19 ફેબ્રુઆરી 2022ના રોજ હલ્દી રસ્મનું આયોજન કરવામાં આવ્યું હતું. કૃષા શાહની બહેન નૃતિ શાહે પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર બહેનની હલ્દી સેરેમનીના ઘણા વીડિયો શેર કર્યા છે.

વીડિયોમાં નૃતિ પોતાની બહેનને હળદર લગાવતી દેખાઈ રહી છે. સ્કાઈ બ્લૂ કલરના કુર્તા-પાયજામામાં કૃશા ખૂબ જ સિંપલ લાગી રહી છે. જ્યારે તેની બહેન યલો કલરના સૂટમાં દેખાઈ રહી છે.

હલ્દી પછી કૃશા શાહની ચૂડા સેરેમનીની રસ્મ કરવામાં આવી હતી. નૃતિએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં કૃશા ચાદરની નીચે પોતાના બ્રાડ્સમેડ્સની સાથે દેખાઈ રહી છે. તેમણે ફ્લોરલ કલીરા પહેર્યું હતું.

આ સિવાય એક ફોટો પણ શેર કરવામાં આવ્યો છે. જેમાં કૃશાને ચૂડો પહેરાવામાં આવી રહ્યો છે. પિંક કલરના ડ્રેસ અને ફુલોની જ્વેલરીમાં કૃશા ખૂબ સુંદર લાગી રહી છે.

આ પહેલા અનમોલ અને કૃશાની મહેદી સેરેમનીની તસ્વીરો પ્રકાશમાં આવી હતી. જેમાં બંને હાથમાં હાથ નાંખીને ડાન્સ કરતા દેખાઈ રહ્યાં હતા. કૃશા મલ્ટીકલરના લેધામાં ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. જ્યારે ઓફ વ્હાઈટ કુર્તા-પાયજામામાં અનમોલ ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યાં હતા.

કૃશા શાહ કોણ છે?
કૃશા શાહ lovenotfear નામથી મેન્ટલ હેલ્થ અવેરનેસ કેમ્પેન ચલાવી રહી છે. જે કોરોના પછીના મનોવૈજ્ઞાનિક ફરેફારો પર આધારિત છે. તે Dyco નામની સંસ્થાની ક્રિએટર અને ફાઉન્ડર છે.

કૃશાએ સોશિયલ પોલીસી એન્ડ ડેવલોપમેન્ટમાં લંડન સ્કુલ ઓફ ઈકોનોમિક્સમાંથી માસ્ટર્સ ડિગ્રી લીધી છે. આ સિવાય તેણે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી પોલિટિકલ ઈકોનોમીમાં બેચલર કોર્સ કર્યો છે.

ઉલ્લેખનીય છેકે અનમોલ અને કૃષા એક-બીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યાં છે. થોડા મહિનાઓ પહેલા જ બંનેએ સગાઈ કરીને પોતાના સંબંધ અંગેનો ખુલાસો કર્યો હતો. સગાઈની વીટી દેખાડતો બંનેનો ફોટો પણ ખૂબ જ વાઈરલ થયો હતો.

error: Content is protected !!