પતિ ગમતો નહોતો તો પત્નીએ બીજે ચક્કર ચલાવ્યું અને પછી જે કર્યું તે કોઈને વિશ્વાસમાં ના આવ્યું

શારીરિક સંબંધને કારણે એક ચોંકાવારી ઘટના સામે આવી છે. યુપીના ઈજ્જતનગર પોલીસ સ્ટેશનના એક કર્મચારી નગર નિવાસી અવઘેશ ઈન્ટર કોલેજમાં પ્રવક્તા હતાં. અવઘેશની પત્ની વિનીતા પોતાના પતિથી ઉંમરમાં 10 વર્ષ નાની હતી જેના કારણે તે તેના પતિને પંસદ કરતી નહોતી. આ સાથે જ આગરામાં રહેતા એક યુવક સાથે તેના શારીરિક સંબંધો બંધાયા હતાં.

અવઘેશના ચરિત્ર પર શંકા કરતાં વીનિતાએ પૂછપરછ પર સ્વીકાર કર્યો કે તેનું આગરામાં રહેતા એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો અને તેની સાથે તેણે અવધેશની હત્યાની યોજના બનાવી હતી. ત્યાર બાદ આ યોજનામાં તેણે પોતાના પિતા અને ભાઈ-બહેનનો પણ સમાવેશ કર્યો હતો. અડધી રાતે આ તમામ લોકોએ મૃતદેહને કારમાં મુક્યો અને ફિરોજાબાદ લઈને દફનાવી દીધો હતો. શેર સિંહ, પપ્પૂ જાટવ સહિત કુલ આઠ લોકો હત્યા કરવામાં સામેલ હતાં.

એએસપી રોહિત સિંહ સજવાણે જણાવ્યું હતું કે, ઈન્ટર કોલેજના પ્રવક્તા અવધેશના માતા-પિતાના આધારે ઈજ્જતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ત્યાર બાદ પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી જેમાં અનેક ચોંકાવનાર ખુલાસા થયા હતાં અને હત્યાનો ભાંડો ફૂટ્યો હતો. અંતે પોલીસે આરોપી પત્ની વિનીતાની ધરપકડ કરી હતી.

12 ઓક્ટોબરની રાતે કર્મચારી નગર સ્થિત પોતાના જ ઘરમાં અવધેશ કુમારનું ગળું દબાવીને હત્યા કરવામાં આવ હતી. જેમાં સુપારી કિલર શેર સિંહ ઉર્ફ ચીકુ સહિત આઠ લોકો સામેલ હતાં. હત્યા બાદ પત્ની વીનિતા પોતે અવધેશના મૃતદેહ ગાડીમાં મુકીને ફિરોજાબાદ લઈ ગઈ હતી જ્યાં નારખી વિસ્તારમાં પેટ્રોલ ભરાવીને તેને સળગાવવાની કોશીશ કરવામાં આવી હતી. લાશ સંપૂર્ણ રીતે સળગી નહીં તો તેને ખેતરમાં દફનાવી દીધો હતો.

અવધેશની માતા અન્નપૂર્ણાએ પોલીસ સ્ટેશનમાં વીનિતા અને તેના પરિવારના આઠ લોકોની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. જે શેર સિંહને બરેલી પોલીસ અવધેશની હત્યાના કેસમાં શોધી રહી હતી તેને આ બધાંની વચ્ચે ફિરોજાબાદ પોલીસે ચોરીના એક ગુનામાં તેની ધરપકડ કરી હતી. હત્યાની વાત કબૂલ કરી ચૂક્યો શેર સિંહ હાલ ફિરોજાબાદ જેલમાં છે. તેની વધુમાં પૂછપરછ કર્યા બાદ પોલીસ એટા નિવાસી પપ્પૂ જાટવને દિલ્હીથી ધરપકડ કરી હતી.

error: Content is protected !!