રક્ષાબંધનના બે દિવસ પહેલા જ નકસલી હુમલામાં ITBPના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અને ASI શહીદ થયા
છત્તીસગઢઃ છત્તીસગઢના નારાયણપુર જિલ્લાના કડેમેટામાં ITBPના કેમ્પથી 600 મીટર દૂર નક્સલી હુમલો થયો હતો તેમાં ITBPના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અને ASI શહીદ થયા હતા. હુમલા પછી નક્સલીઓ જવાનોના હથિયાર, બુલેટપ્રૂફ જેકેટ અને અન્ય સામગ્રી પણ લૂંટી ગયા હતા.
પોલીસે કહ્યું કે કડેમેટા કેમ્પથી ITBP જવાનો શુક્રવારે સવારે તપાસ અભિયાન માટે નીકળ્યા હતા. ત્યારે કેમ્પથી માત્ર 600 મીટર દૂર રાહ જોઈને બેઠેલા નક્સલીઓએ હુમલો કર્યો હતો.
નારાયણપુરના એસપી ઉદય કિરણે કહ્યું કે આ હુમલામાં આસિ. કમાન્ડન્ટ સુધાકર શિંદે શહીદ થઈ ગયા હતા. તેઓ નાંદેડ મહારાષ્ટ્રના નિવાસી હતા. આ ઉપરાંત એએસઆઈ ગુરુમુખસિંહ પણ શહીદ થયા હતા.