કિશન ભરવાડના સસરાના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, બેસણામાં ભાવુક દ્રશ્યો સર્જાયા

ધંધૂકાના યુવક કિશન ભરવાડની હત્યા બાદ ગુજરાતભરમાં રોષ ફાટી નીકળ્યો છે. લોકોએ હત્યારોને કડડમાં કડક સજા કરાવવાની માંગ કરી છે. અનેક લોકોએ કિશન ભરવાડના જઈને તેમના પરિવારને સાંત્વના પાઠવી રહ્યા છે. જુવાનજોધ દીકરાના મોત બાદ પરિવાર ઘેરા આઘાતમાં સરી પડ્યો છે. હજી 20 દિવસ પહેલાં જ દીકરીના પિતા બનેલા કિશનની હત્યાથી પરિવારની હાલત રડી રડીને ખરાબ થઈ ગઈ છે. પત્ની, માતા, બહેન અને પિતાની આંખોમાં આંસુમ કેમેય કરીને રોકાતા નથી. ઝેરોક્સની દુકાન ચલાવી ગુજરાત ચલાવતા કિશનના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

તો બીજીબાજુ વડોદરા સ્થિત તેમની સાસરીયા શોકમગ્ન છે. કિશનના સસરા જેસંગભાઇએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર પોસ્ટના વિવાદ બાદ તેમણે જમાઇને વડોદરા આવી જવા કહ્યું હતું. જો કે, જમાઇએ સમાધાન થઇ ગયું છે અને હવે કોઇ ચિંતાની વાત નથી તેમ જણાવ્યું હતું. જ્યાર બાદ થોડા દિવસમાં કિશનની હત્યા થઇ ગઇ હતી.

વડોદરાના ન્યૂવીઆઇપી રોડ નજીક ખોડિયાનગર વિસ્તારમાં રહેતા કિશનના સસરા જેસંગભાઇએ મિડીયા સાથેની વાતમાં જણાવ્યું હતું કે, હત્યા થયાના આઠ દિવસ પહેલા જમાઇ કિશનભાઇ સાથે મારે ફોન પર વાત થઇ હતી. મેં તેમને કહ્યું હતું કે, તમે સોશિયલ મીડિયા પર જે પોસ્ટ મુકી તેના વિરૂદ્ધ તમારી સામે આવેદનપત્ર આપી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી અને માફી પણ મંગાવવામાં આવી તેમજ ધરપકડ બાદ જામીન મળ્યા છે. તેથી હવે તમે ત્યાં ન રહેશો, મામલો થાળે પડી જાય ત્યા સુધી તમે વડોદરા આવી જાવ.

મેં વેવાઇ શિવાભાઇને પણ કહ્યું હતું કે જમાઇને વડોદરા મોકલી દો. પરંતુ, નરાધમોએ જમાઇ કિશનને એવી રીતે વિશ્વાસમાં લઇ લીધા હતા કે, હવે સમાધાન થઇ ગયું છે. પરંતુ વિશ્વાસમાં લીધા બાદ એ લોકોએ દગો, કર્યો અને પાછળથી હુમલો કરી ગોળીમારી હત્યા કરી. અમારી વેદના છે કે, તમને અલ્લાહ અને અમારો ઠાકર ક્યારે માફ નહીં કરે.

વિધર્મીઓ દ્વારા ધંધુકામાં કિશન ભરવાડની હત્યા બાદ તેમની સાસરી વડોદરામાં ગઇકાલે સોમવારે બેસણું યોજવામાં આવ્યું હતું. વડોદરા શહેરના ન્યૂ વીઆઇપી રોડ પર ખોડિયારનગર ચાર રસ્તા પાસે સયાજી ટાઉનશીપ નજીક રહેતા કિશન ભરવાડના સસરા જેસંગભાઇ મોતીભાઇ ભરવાડ અને સાળા પ્રકાશભાઇએએ જણાવ્યું હતું કે, અમારી માંગણી છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી આરોપીને ફાંસીની સજા આપવામાં આવે અથવા તો તેમનું જાહેરમાં એન્કાઉન્ટર કરવામાં આવે. જો આરોપી મૌલવીઓ છે તેમને પણ કડકમાં કડક સજા થવી જોઇએ.

ધંધુકામાં ગત 25 જાન્યુઆરીએ ધોળા દિવસે કિશન ભરવાડ નામના યુવક ઉપર ફાયરિંગ કરી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ મામલે ગુજરાત ATS તપાસ કરી રહી છે, જેમાં અત્યાર સુધીમાં દિલ્હીના મૌલાના કમરગની ઉસ્માની સહિત 6 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓને ગઇકાલે ધંધુકા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમની વધુ પૂછપરછ માટે 14 દિવસના રિમાન્ડ ATS તરફથી માંગવામાં આવ્યા હતા. જોકે કોર્ટ દ્વારા 7મી ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

error: Content is protected !!