‘બચપન કા પ્યાર’ ભૂલી ન શક્યા IPS વૃંદા શુક્લા અને અંકુર અગ્રવાલ, 15 વર્ષની દોસ્તી બાદ કર્યા લગ્ન

આજકાલ ‘બચપન કા પ્યાર’ ગીત સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. IPS અંકુર અગ્રવાલ અને વૃંદા શુક્લાની લવ સ્ટોરી પણ આ ગીત સાથે ઘણી મળતી છે. તે બંને પણ તેમના બાળપણના પ્રેમને ન ભૂલ્યા અને લગ્ન કરીને ઘર વસાવી લીધું. તેમની લવ સ્ટોરી પણ કોઈ ફિલ્મની સ્ટોરીથી કમ નથી. આ લવસ્ટોરીમાં, તમને બાળપણનો સાથ, કિસ્મતનું કનેક્શન અને યુવાનોને પ્રેરણા આપતી સફળતા સહિત બધું જ મળશે.

IPS અંકુર અગ્રવાલ અને વૃંદા શુક્લા ઉત્તર પ્રદેશ કેડરના IPS છે. હાલમાં બંનેનું પોસ્ટિંગ નોઈડામાં છે. વૃંદા શુક્લા ગૌતમ બુદ્ધ નગર પોલીસ સ્ટેશનમાં DCP મહિલા સુરક્ષા તરીકે કામ કરી રહ્યા છે જ્યારે અંકુર અગ્રવાલ ADCP સેન્ટ્રલ નોઈડા પદ પર કાર્યરત છે. પોસ્ટના હિસાબથી, વૃંદા અંકુરની બોસ છે.

IPS અંકુર અગ્રવાલ કહે છે કે તે ખૂબ જ નસીબદાર છે કે તેને તેના બાળપણના પ્રેમ વૃંદા શુક્લા સાથે લગ્ન કરવાની તક મળી. અંકુર અને વૃંદા મૂળરૂપે હરિયાણાના અંબાલાના રહેવાસી છે. અહીં બંનેએ પોતાનું બાળપણ સાથે વિતાવ્યું છે અને બાદમાં આ મિત્રતા ક્યારે પ્રેમમાં બદલાઈ તેની કોઈને ખબર નથી. બંનેએ અંબાલા કેન્ટની કોન્વેન્ટ જીસસ એન્ડ મેરી સ્કૂલમાં નવમા ધોરણ સુધી સાથે અભ્યાસ કર્યો. અંકુરનો પરિવાર અંબાલા શહેરમાં રહે છે જ્યારે વૃંદાનો પરિવાર અંબાલા કેન્ટ વિસ્તારમાં રહે છે.

સ્કૂલ ખતમ થતાં જ વૃંદા શુક્લ વધુ અભ્યાસ માટે અમેરિકા ગયા. અહીં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેને અમેરિકામાં જ નોકરી મળી. તે જ સમયે, અંકુરે ભારતમાં રહીને એન્જિનિયરિંગ કર્યું અને બેંગ્લોરની એક કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. પછી અંકુરની કંપનીએ તેને અમેરિકા ટ્રાન્સફર કરી. આમ અંકુર અને વૃંદા ફરી એકવાર ભેગા થયા.

અહીં અમેરિકામાં નોકરી સાથે હોવાથી બંનેએ UPSCની તૈયારી શરૂ કરી. આ દરમિયાન તેમની મિત્રતા વધુ ગાઢ બની. ભારત પરત આવીને બંનેએ પરીક્ષા આપી જેમાં તેઓ અસફળ રહ્યા, પરંતુ તેણે સખત મહેનત ચાલુ રાખી, નિષ્ફળતાથી હાર ન માની. 2014માં વૃંદા શુક્લાએ UPSCની પરીક્ષા આપી અને નાગાલેન્ડ કેડરમાં જોડાયા. બીજી બાજુ, અંકુર અગ્રવાલ 2016માં UPSCની પરીક્ષા પાસ કરી અને ઉત્તર પ્રદેશ કેડરમાં જોડાયા હતા.

બંને IPS બન્યા પરંતું તેમની વચ્ચેનું અંતર પણ વધ્યું. એક યુપીમાં અને તો વૃંદા નાગાલેન્ડમાં હતી. જોકે બાદમાં વૃંદા કેડર બદલી અને યુપી આવી હતી. બંને જાન્યુઆરી 2020થી નોઇડામાં ડીસીપી અને એડીસીપી તરીકે તેમની સેવા આપી રહ્યા છે. બંનેએ 9 ફેબ્રુઆરી 2019ના રોજ લગ્ન કર્યા. પહેલા તો પરિજનો કાસ્ટ અલગ હોવાના કારણે સહમત નહોતા, પરંતુ બાદમાં તેઓએ આ સંબંધને સ્વીકારી લીધો.

13 માર્ચ 1989ના રોજ હરિયાણાના અંબાલા કેંટના આઈડી શુક્લના ઘરે જન્મેલી વૃંદા શુક્લ પાસે બીએ (અર્થશાસ્ત્ર, આંતરરાષ્ટ્રીય અભ્યાસ, ફ્રેન્ચ સાહિત્ય) છે. તેમનો પરિવાર પંચકુલામાં રહે છે. તે 22 ડિસેમ્બર 2018થી એસપી રેન્કના અધિકારી તરીકે સેવા આપી રહી છે.

બીજી બાજુ, અંકુર અગ્રવાલનો જન્મ 24 ડિસેમ્બર 1988ના રોજ સીપી અગ્રવાલના ઘરે થયો હતો. રાજસ્થાનના ઝુનઝુનુ જિલ્લામાં સ્થિત બિટ્સ પિલાનીથી ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી, તેણે UPSC પાસ કરી અને મથુરામાં ACP તરીકે સેવા આપવાનું શરૂ કર્યું. હાલમાં તે નોઈડામાં પોસ્ટેડ છે.

error: Content is protected !!