IPS ઉષા રાડાએ જીતી લીધા સૌ કોઈના દીલ, કર્યું એવું કે સુંદર કામ કે તમે પણ મારશો સલામ

પલસાણાના વરેલીના વલ્લભનગરમાં આવેલ રાજદીપ રેસિડેન્સીમાં રહેતા પરિવારમાં પહેલા પતિનું અકસ્માતમાં મોત, બાદમાં પત્નીની હત્યા થતા, 4 સંતાન અનાથ થઈ ગયા હતા. માત્ર દાદી સિવાય કોઈ સહારો રહ્યો ન હતો, પરંતુ દાદી માટે પણ બાળકોનું પોષણ કરવું અઘરું હતું. જે હકીકત જિલ્લા પોલીસ વડા ઉષા રાડાને ધ્યાને આવતા, તાત્કાલિક 4 બાળકોનું પગભર નહિ થાય, ત્યાં સુધી રહેવાનો ભણવાનો અને જમવાની વ્યવસ્થા કરી પ્રજા અને પોલિસ વચ્ચેનો સેતુ બાંધ્યો હતો.

વરેલી ગામના વલ્લભનગરમાં આવેલ રાજદીપ રેસીડનસીમાં મકાન નંબર 122માં રહેતી સંગીતા કપિલભાઈ લોખંડે તેના 4 બાળકો દેવ (11), જય (10), અવંતિકા (9), બિનલ (8) તેમજ સાસુ, ભત્રીજો અજય અને તેની પત્ની સાથે રહેતી હતી. સંગીતાબેનનો પતિ 2 વર્ષ અગાઉ જ વરેલી ખાતે જ એક અકસ્માતમાં મોતને ભેટ્યો હતો.

જે બાદ સંગીતા માનસિક બીમાર રહેતી હતી. ગત 28 જાન્યુઆરીને રોજ સંગીતા લોખંડેની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હતી. જે તેના ભત્રીજા અજયે જ કરી હતી.

સંગીતાબેનની હત્યા પ્રકરણમાં તપાસ સ્થળ સુરત જિલ્લા પોલીસ વડા ઉષા રાડાએ મુલાકાત લીધી હતી. આ સમયે પોલિસવડાનું ધ્યાન મા-બાપ વિહાણો નિરાધાર બનેલા ચાર બાળકો પર ગયું હતું. કડોદરા પી.આઈ. હેમંત પટેલે પણ સુરત જિલ્લા પોલિસ વડાનું ધ્યાન નિરાધાર બાળકો અંગે ધ્યાન દોર્યું હતું.

માસૂમ બાળકોના ચહેરા જોતા, પોલિસ વડાએ અંગત રસ દાખવી નિરાધાર બનેલા ચાર બાળકોનો યોગ્ય ઉછેર અને સાર સંભાળ થાય, તે હેતુથી કામરેજમાં આવેલ વાત્સલ્યધામના વસંત ગજેરાનો સંપર્ક કરી, 4 બાળકોના પરિવાર અંગે વાકેફ કર્યા હતા, અને બાળકો પગભર નહિ થાય ત્યાં સુધી ચારેયને રહેવાનો ભણવાનો અને જમવાની વ્યવસ્થા કરી આપી હતી.

error: Content is protected !!