સુંદરતા એવી કે પહેલી નજરે નક્કી નહી કરી શકો એક્ટ્રેસ છે કે ઓફિસર, આવી બોલે છે ધાક, જુઓ તસવીરો

આપણા દેશભરમાં અનેક આઇએએસ અને આઇપીએસ ઓફિસર છે જે પોતાના કામની સાથો સાથ પોતાની પર્સનાલિટીને કારણે પણ ખુબ જ ચર્ચામાં રહે છે. આજે અમે તમને આવી જ એક મહિલા આઇપીએસ ઓફિસર વિશે જાણકારી આપી રહ્યાં છીએ જે પોતાની મહેનતથી આ મુકામ પર પહોંચી છે. અમે તમને જે આઇપીએસ ઓફિસર વિશે જાણકારી આપી રહ્યાં છીએ તેનું નામ ડોક્ટર નવજોત સિમ્મી છે. તેઓએ સિવિલ સર્વિસીઝની પરીક્ષા આપી હતી ત્યારે તેમના પરિવારજનોને ખુબ જ ખુશી થઇ હતી તેઓએ ઘણી મહેનત અને લગનથી પોતાનું સપનું સાકાર કર્યું હતું.

આ પોતાની કાર્યશૈલી સિવાય પણ પોતાની સુંદરતા માટે સોશિયલ મીડિયા પર ખુબ જ ફેમશ છે. જે મોટાભાગે સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય રહે છે અને તેમના ફેન્સ પણ તેની સુંદર તસવીરોના વખાણ કરતાં થાકતાં નથી.

ઉલ્લેખનીય છે કે નવજોત સિમ્મી બિહાર કેડરની વર્ષ 2017 બેંચની આઇપીએસ ઓફિસર છે અને તે મૂળ પંજાબની રહેવાસી છે. વર્તમાન સમયમાં તેઓ પટનામાં તહેનાત છે. અવાર નવાર નવજોત સિમ્મી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની તસવીરો પોતાના ફેન્સને શેર કરતી રહે છે જે તસવીરો પર હજારો લાઇક્સ અને કોમેન્ટ આવે છે.

આ એક એવી મહિલા આઇપીએસ ઓફિસર છે જેમના સોશિયલ મીડિયા પર ફેન્સ ફોલોઇંગ ઘણી વધારે છે અને તેમની તસવીરો વાયરલ થતી રહે છે. તેઓ પોતાની સુંદરતા માટે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

મહિલા આઇપીએસ ઓફિસર નવજોત સિમ્મીએ આ વર્ષ વેલેન્ટાઇન ડે પર કોલકત્તામાં તહેનાત આઇએએસ ઓફિસર તુષાર સિંગલા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેઓએ પોતાના પ્રેમી સાથે લગ્ન બંધનમાં બંધાઇ જવાના દિવસને યાદગાર બનાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આઇએએસ તુષાર સિંગલા 20158 બેચના બંગાળ કેડરના ઓફિસર છે. બંને અધિકારી પંજાબના જ રહેવાસી છે. હાલ બંને લગ્ન રજિસ્ટ્રેશન બાદ પોતાના નજીકના લોકોની હાજરીમાં લગ્ન કર્યા હતા. લગ્નના દિવસે તુષાર ફોર્મલ ડ્રેસમાં ખુબ જ હેન્ડસમ નજર આવી રહ્યાં હતા તો નવજોત સિમ્મી પણ લાલ સાડીમાં ખુબ જ સુંદર લાગી રહ્યાં હતા.

જ્યારે તેમના લગ્ન રિજસ્ટ્રેશન થઇ ગયા તો આ દંપત્તી પુજાપાઠ માટે મંદિર પણ ગયા હતા. તેઓએ પુજા કર્યા બાદ સફળ દાંપત્યજીવન માટે ભગવાન પાસેથી આશિર્વાદ પણ લીધા હતા. બંનને પોતાના કામકાજમાં ખુબ જ વ્યસ્ત હોવાને કારણે પોતાના ઘર જનપદમાં જઇ શક્યા ન હતા.

ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે એવું કહેવામાં આવી રહ્યું છે કે તુષાર સિંગલા પંજાબના બરનાલાના રહેવાસી છે અને નવજોત સિમ્મી પંજાબના ગુરુદાસપુરની રહેવાસી છે. જ્યારે આ દક્ષિણ ભારતના પ્રવાસે ગયા હતા ત્યારે બંને વચ્ચે મુલાકાત થઇ હતી. મુલાકાત દરમિયાન તેમની વચ્ચે ધીમે ધીમે વાતચીત શરૂ થઇ હતી. ત્યારબાદ વાતચીત મિત્રતામાં અને મિત્રતા પ્રેમમાં બદલાઇ ગઇ હતી. બાદમાં બંનેએ લગ્નના બંધનમાં બંધાઇ જવાનો નિર્ણય લીધો હતો.

નવજોત સિમ્મી આઇપીએ ઓફિસર બન્યા પહેલા ડેન્ટિસ્ટ પણ રહી ચૂકી છે. તેઓએ વર્ષ 2015માં યુપીએસસીની પરીક્ષામાં ઇન્ટરવ્યૂ પાસ કરી શકી ન હતી. પરંતુ ત્યારબાદ પણ હિમ્મત ન હારી અને તેઓએ ફરી બીજો પ્રયાસ કર્યો. તેણીને 2016માં સફળતા મેળવી હતી.

error: Content is protected !!