હર્ષલ પટેલથી લઈને પ્રસિદ્ધ કૃષ્ણા સુધી આ ભારતીય ખેલાડીઓને લાગી લોટરી, લખપતિમાંથી બન્યા કરોડપતિ

IPL 2022ના મેગા ઓક્શનમાં ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થયો છે. ગત ઓક્શનમાં જે પ્લેયર્સ માત્ર લાખોમાં વેચાયા હતા તે જ પ્લેયર્સ પર આજે ફ્રેન્ચાઈઝીઓએ કરોડો રુપિયાની બોલી લગાવી હતી. ઈન્ડિયાના ઘણા પ્લેયર્સ લખપતિમાંથી સીધા કરોડપતિ બની ગયા છે. આ ઓક્શનમાં યુવા પ્લેયર્સનો ઘણઓ દબદબો રહ્યો. હર્ષલ પટેલ જેવા પ્લેયરનું મોટુ પ્રમોશન થયું છે. તો ચાલો એવા પ્લેયર્સ પર નજર નાખીએ કે જેઓ બેઝ પ્રાઈઝથી ઘણી મોટી કિંમતે ખરીદાયા છે.

હર્ષલ પટેલ
હર્ષલ પટેલ RCBના સ્ટાર બોલર છે. IPL-2021માં તે પર્પલ કેપ હોલ્ડર(સૌથી વધુ વિકેટો ઝડપનાર બોલર) પણ રહ્યો હતો. આ વખતે પણ RCBએ તેને 10.75 કરોડની જંગી રકમથી ફરી પોતાની ટીમમાં ખરીદી લીધો છે. છેલ્લા ઓક્શનમાં તે માત્ર 20 લાખ રુપિયામાં વેચાયો હતો.

પ્રસિદ્ધ ક્રિષ્ના
1 કરોડની બેઝ પ્રાઈઝ ધરાવતા પ્રસિદ્ધ ક્રિષ્નાને 10 કરોડમાં RRએ ખરીદ્યો છે. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા કૃષ્ણા પર લખનઉ અને રાજસ્થાને બોલી લગાવી હતી. ગયા વર્ષે KKR તરફથી રમતા માત્ર 20 લાખ મળ્યા હતા.

દીપક ચાહર​​​​​​​
2 કરોડની બેઝ પ્રાઈઝ ધરાવતા દીપક ચાહરને 14 કરોડમાં CSKએ ફરી ખરીદી લીધો છે. સ્વિંગમાં માસ્ટર ચાહર ડેથ ઓવર્સમાં પણ ઝડપથી રન બનાવી શકે છે. તેના પર હૈદરાબાદ, દિલ્હી, ચેન્નઈ અને રાજસ્થાને બોલી લગાવી હતી. ગયા વર્ષે તે 80 લાખ રુપિયામાં ખરીદાયો હતો.

ટી નટરાજન​​​​​​​​​​​​​​
1 કરોડની બેઝ પ્રાઈઝ ધરાવતા બોલર ટી નટરાજનને 4 કરોડમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ખરીદ્યો. નટરાજન પર SRH અને ગુજરાતે બોલી લગાવી હતી. ગયા વર્ષે સનરાઈઝર્સ તરફથી તેની સેલેરી 40 લાખ હતી

દેવદત્ત પડ્ડિકલ​​​​​​​​​​​​​​
​​​​​​​પડ્ડિકલને RRએ 7.75 કરોડમાં ખરીદ્યો. તેની બેઝ પ્રાઈઝ 2 કરોડ રુપિયા હતી. CSK અને RCB બાદ મુંબઈએ પણ તેને ખરીદવામાં રસ દાખવ્યો હતો

વાણિંદુ હસરંગા​​​​​​​​​​​​​​
હસરંગા પર પંજાબ અને RCBએ બોલી લગાવી હતી. ગયા વર્ષે ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલર રહ્યો હતો. ગયા વર્ષે તેની સેલેરી RCB તરફથી 50 લાખ રુપિયા હતી

જેસન હોલ્ડર
કેરેબિયન ઓલરાઉંડર જેસન હોલ્ડરને પોતાની સાથે જોડવા માટે મુંબઈ, ચેન્નઈ, લખનઉ અને રાજસ્થાન વચ્ચે જબરદસ્ત હરિફાઈ જોવા મળી હતી. હોલ્ડરને લખનઉએ 8.75 કરોડમાં ખરીદ્યો. ગયા વર્ષે તેની સેલેરી 75 લાખ રુપિયા હતી

error: Content is protected !!