ભાઈને વીડિયો મોકલીને પરણિત એન્જિનિયર યુવતીએ મોતને વ્હાલું કર્યું, માતા પિતાને કહી આ વાત

એક હચમચાવતી હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. જયા એક 25 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર યુવતીએ ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. હજુ તો ચાર મહિના પહેલા લગ્ન થયા હતા. તેના સુસાઈડ પહેલાંનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે મારી કંઈ ભૂલ હોય તો માફ કરી દેજો અને પોતાનાં માતા-પિતા અને પરિવારના તમામ સભ્યોની માફી માંગતી જોવા મળે છે. દીકરીના અચાનર વિદાઈથી પરિવાર પર આભ ફાટી પડ્યું છે.

આ બનાવ ઈન્દોરના ભંવરકૂવા વિસ્તારનો છે. જયાં એક હોટલમાં એક દિવસ પહેલાં સોફ્ટવેર એન્જિનિયર યુવતીએ ફાંસીના માંચડે લટકીને જીવ આપી દીધો. સોમવારે યુવતીનો સુસાઈડ પહેલાંનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પોતાનાં મમ્મી-પપ્પા અને પરિવારના તમામ સભ્યોની માફી માગતી નજરે પડે છે, સાથે જ હાથ જોડીને એમ પણ કહે છે કે હું હવે જીવવા નથી માગતી. યુવતીની ઓળખ મોનિકા યાદવ (25 વર્ષ) તરીકે થઈ છે.

હું મારું જીવન ખતમ કરી રહી છું, જેની જવાબદારી અન્ય કોઈ નહીં, પણ હું પોતે જ છું. હું હવે જીવવા નથી માગતી. મને માફ કરી દો. બધા ખુશ રહો, સારી રીતે રહો. મારી કંઈ ભૂલ હોય તો માફ કરી દેજો. સોરી મા, સોરી પપ્પા, ચંકી, ધીરજ મને માફ કરી દેજો. હું મારું જીવન ખરાબ નથી કરવા માગતી. હું હવે મારું જીવન જાતે જ ખતમ કરી રહી છું. કોઈની કંઈ જ ભૂલ નથી. બધો મારો જ વાંક છે. જિંદગીમાં બધા આગળ વધો, યશિકા દીદી સોરી, હું હવે જીવવા નથી માગતી. જીજી તમે ધ્યાન રાખજો. મારાં બધાં જ કપડાં, સામાન બધું જ તમારું છે.

ભંવરકૂવા પોલીસ સ્ટેશનના TI સંતોષ દૂધીના જણાવ્યા મુજબ, મોનિકા શનિવારે રાત્રે અગ્રસેન ચોકમાં આવેલી વાઈન શોપની ઉપરની હોટલ વેનિસ બ્લૂમાં રોકાઈ હતી. હોટલની નજીક આવેલા બિલ્ડિંગના લોકોએ હોટલના રૂમની બારીમાંથી મોનિકાને ફાંસી પર લટકતી જોઈ હતી. સમાચાર મળતાં જ પોલીસે માસ્ટર કીથી રૂમનો દરવાજો ખોલ્યો. અંદર યુવતી ફંદા પર લટકતી હતી. રૂમ પણ લોહી-લોહીવાળો હતો.

મોનિકા શનિવાર સવારે પોતાના ઘરેથી થોડીવારમાં આવું છું એમ કહીને નીકળી હતી. જ્યારે તે પરત ન ફરી તો રાત્રે MIG પોલીસ સ્ટેશનમાં તે લાપતા થઈ હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. મોનિકાના લગ્ન 4 મહિના પહેલાં જ થયા હતા. તેમના પિતાનું નામ ધીરજ યાદવ છે, જે શહેરના ચમેલી દેવી સ્કૂલમાં સિક્યોરિટી ઈન્ચાર્જ છે.

મૃતદેહ મળ્યા બાદ જ્યારે પોલીસે મૃતકના મોબાઈલની તપાસ કરી તો એમાંથી સુસાઈડ પહેલાંનો અંતિમ વીડિયો મળ્યો, જેમાં તે રડતાં રડતાં પોતાના પરિવારના સભ્યોની માફી માગતી જોવા મળી. જો કે વીડિયોમાં તેને સુસાઈડ કેમ કર્યું એને લઈને કંઈ જ કહ્યું નથી.

error: Content is protected !!