મલાઈકા અરોરાએ કિસ કરી અને કાગળ પર બનેલી માછલી જીવતી થઈ, વાંચીને નહીં થાય વિશ્વાસ

હાલમાં ટીવી પર લોકપ્રિય રિયાલિટી શો ‘ઇન્ડિયાઝ ગોટ ટેલન્ટ’ ચાલી રહ્યો છે. આ શોનો એક જૂનો વીડિયો વાઇરલ થયો છે. આ શોમાં એન્જિનિયરના જાદુથી જજ સહિત દર્શકો પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. શોમાં એન્જિનિયરે કાગળની માછલીને જીવતી કરી નાખી હતી. તમને જણાવી દઈએ કે હાલમાં આ શોમાં શિલ્પા શેટ્ટી, બાદશાહ તથા કિરણ ખેર જજ તરીકે જોવા મળે છે.

2015નો વીડિયો વાઇરલ
હાલમાં જ સોની ટીવીએ સો.મીડિયામાં જૂના એપિસોડનો વીડિયો ફરીવાર પોસ્ટ કર્યો છે. આ વીડિયો 2015નો છે. આ વીડિયોમાં દિલ્હીનો અભિષેક આચાર્ય સ્ટેજ પર આવે છે. તે સોફ્ટવેર એન્જિનિયર છે.

જાદુ કરવાનો તેનો શોખ છે. તે પોતાનું એક્ટ કરવાનું શરૂ કરે છે અને મલાઈકા પાસે જાય છે. તે પોતાના ખિસ્સામાંથી એક નાનકડો કાગળ કાઢે છે. આ કાગળ પર માછલી દોરવામાં આવી હોય છે.

મલાઈકાને કિસ કરવાનું કહે છે
અભિષેક જજ બેઠાં હોય છે ત્યાં આવે છે અને મલાઈકાને માછલીને કિસ કરવાનું છે. મલાઈકા તે કાગળને કિસ કરે છે. ત્યારબાદ અભિષેક તે કાગળને વાળી દે છે. કિરણ ખેર આગળ પાણી ભરેલા ગ્લાસમાં તે કાગળ નાખે છે અને પછી ગ્લાસમાં જીવતી માછલી જોવા મળે છે અને તે તરવા લાગે છે.

આ જાદુ જોઈને કરન જોહર તથા કિરણ ખેર નવાઈમાં મૂકાઈ જાય છે. મલાઈકાને પણ વિશ્વાસ થતો નથી. તે પાણીનો ગ્લાસ હાથમાં ઉઠાવે છે અને ફરી માછલીને કિસ કરે છે.

હાલમાં આ શોમાં શિલ્પા શેટ્ટી, બાદશાહ તથા કિરણ ખેર જજ તરીકે જોવા મળે છે.

error: Content is protected !!