દુઃખદ: યુક્રેનમાં પેટની ભૂખ સંતોષવા નીકળેલા ભારતીય વિધાર્થીને મળ્યું મોત, વાલીઓ ફફડી ગયા

એક ખૂબજ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સાંભળીને જ કાળજુ રડી પડશે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની સીધી અસર ભારત પર પણ જોવા મળી રહી છે. યુક્રેનમાં ફાટી નીકળેલા યુદ્ધમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. મૃતક વિદ્યાર્થીની ઓળખ કર્ણાટકના રહેવાસી નવીન તરીકે થઈ છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પણ વિદ્યાર્થીના મૃત્યુની પુષ્ટિ કરી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે કર્ણાટકનો રહેવાસી નવીન ગવર્નર હાઉસ પાસે અન્ય કેટલાક લોકો સાથે ખાવા માટેની ચીજ-વસ્તુ લેવા માટે સ્ટોર પાસે ઊભો હતો, તે જ સમયે તે રશિયાના સૈનિકોના ગોળીબારની ઝપેટમાં આવી ગયો હતો. નવીનની ઉંમર 21 વર્ષની છે. ભારતીય વિદ્યાર્થીઓ તરફથી એમ્બેસીને મદદ માટે વિનંતી કરવામાં આવી છે.

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કરીને કહ્યું, ‘અમે ખૂબ જ દુઃખ સાથે તે વાતની પુષ્ટિ કરીએ છીએ કે આજે સવારે ખાર્કિવમાં ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મંત્રાલય મૃતક વિદ્યાર્થીના પરિવારના સંપર્કમાં છે.

કોંગેસ નેતા રાહુલ ગાંધીએ દુખ વ્યક્ત કર્યું છે. રાહુલે ટ્વીટ કરીને કહ્યું, યુક્રેનમાં એક ભારતીય વિદ્યાર્થીના મોતના સમાચાર મળ્યા છે. તેના પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું સરકારે વ્યૂહાત્મક યોજના બનાવવી જોઈએ, દરેક મિનિટ કિંમતી છે.

સીએમ બોમ્મઈએ દુખ વ્યક્ત કર્યું
આ ઘટના બાદ સીએમ બોમ્મઈએ નવીનના પરિવાર સાથે વાત કરી અને દુખ વ્યક્ત કર્યું હતુ. સીએમ બોમ્મઈએ નવીનના પરિવારને વિશ્વાસ આપતા જણાવ્યું હતુ કે સરકાર નવીનના મૃતદેહને પરત લાવવા માટે તમામ પ્રયાસ કરી રહી છે.

મંત્રાલયે કહ્યું કે અમે આ દુ:ખદ ઘટના અંગે પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. એટલું જ નહીં, તેમણે કહ્યું કે વિદેશ સચિવ તરફથી રશિયા અને યુક્રેનના રાજદૂતો સાથે વાત કરવામાં આવી છે અને માંગણી કરવામાં આવી છે કે ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવાની વ્યવસ્થા કરવામાં આવે. ખાર્કિવ અને અન્ય શહેરોમાં હજુ પણ કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા છે અને સરકાર દ્વારા તેમને બહાર કાઢવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે યુક્રેનમાં લગભગ 20 હજાર ભારતીયો હાજર હતા, જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરવા ગયા હતા. તેમાંથી ચાર હજારથી વધુ લોકો પરત ભારત આવી ગયા છે, બાકીના લોકોને પણ યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. મોદી સરકારે આ માટે ઓપરેશન ગંગા ચલાવી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે ઓપરેશન ગંગાની આઠમી ફ્લાઈટ મંગળવારે બુડાપેસ્ટ (હંગેરી) થી દિલ્હી જવા રવાના થઈ છે. આજે વહેલી સવારે યુક્રેનથી ફ્લાઇટ 182 ભારતીય વિદ્યાર્થીને લઈને છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી હતી.

error: Content is protected !!