20 હજાર કરોડની સંપત્તિનો માલિક છે આ યુવક, પોતાને ગણાવે છે ભગવાન રામનો વંશજ, જુઓ તસવીરો

જયપુરઃ ભારતમાં રાજાશાહીનો અંત ભલે આવી ગયો છે, પરંતુ રાજાઓ અને મહારાજોના વંશજો હજી પણ છે અને તેઓ રાજા હોવાથી, સ્વાભાવિક છે કે તેમની પાસે કરોડો અને અબજોની સંપત્તિ પણ હશે. આમાંના એક પદ્મનાભ સિંહ છે, જે જયપુરના રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે અથવા તો એવું કહી શકાય કેતે જયપુર રજવાડાના મહારાજા છે.

તે જયપુરના રાજવી પરિવારના 303મા વંશજ છે. પદ્મનાભ સિંહ માત્ર 22 વર્ષના છે, પરંતુ તે લગભગ 20 હજાર કરોડની સંપત્તિના માલિક છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે પદ્મનાભ સિંહનો પરિવાર પોતાને ભગવાન રામના વંશજ હોવાનો દાવો કરે છે.

મહારાજા પદ્મનાભ સિંહમાં ઘણા ગુણો છે. તે માત્ર એક મોડેલ જ નહીં પરંતુ એક મહાન પોલો પ્લેયર અને ટ્રાવેલર પણ છે. તેને મુસાફરી કરવાનો ખૂબ શોખ છે. એવું કહેવામાં આવે છે કે તે મોટાભાગનો સમય મુસાફરીમાં વિતાવે છે. તેમણે આજ સુધી ઘણા દેશોની મુલાકાત લીધી છે.

પદ્મનાભ સિંહ તેની વૈભવી જીવનશૈલી માટે જાણીતા છે. તેની પાસે જયપુરના રામ નિવાસ મહેલમાં ખાનગી લક્ઝરીયસ એપાર્ટમેન્ટ પણ છે, જેમાં બેડરૂમથી લઈને ડ્રેસિંગ રૂમ, પ્રાઈવેટ ડાઇનિંગ રૂમ, પ્રાઈવેટ રસોડું, વિશાળ બાલકની અને પૂલ શામેલ છે.

‘જયપુરના અંતિમ મહારાજા’ તરીકે જાણીતા તેમના દાદા સવાઇ માનસિંહજી બહાદુરના મૃત્યુ પછી પદ્મનાભ સિંહ 2011માં રાજા બન્યા હતા. પદ્મનાભ સિંહનો રાજવી પરિવાર જયપુરના સિટી પેલેસમાં રહે છે, જેની સ્થાપના વર્ષ 1727માં થઈ હતી.

જયપુરના પૂર્વ મહારાજા ભવાની સિંહ ભગવાન રામના પુત્ર કુશના વંશજ હોવાનું કહેવાય છે. આ રાજવી પરિવાર સાથે સંકળાયેલી પદ્મિની દેવીએ પોતે થોડા વર્ષો પહેલા એક ટીવી ચેનલને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું.

આ ઉપરાંત, રાજવી પરિવારની પૂર્વ રાજકુમારી દિયાકુમારીએ પણ એક પત્રિકા બતાવી છે જેમાં ભગવાન રામના વંશના બધા પૂર્વજોનાં નામ ક્રમશ: નોંધાયેલા છે.

error: Content is protected !!